Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 465
________________ ૧/૨૭ ० निश्चयत आत्मनः आत्मप्रदेशेषु स्थितिः । ६६३ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'सर्वपदार्थाऽस्तित्वं स्वद्रव्यादिचतुष्टयापेक्षम्' इति सिद्धान्तो प व्यवहारे इत्थं प्रयोज्यः यदुत केनचिद् अस्मदीयनाणक-गृहाऽऽपणादौ आच्छिन्ने अस्मदीयम् ... अस्तित्वं न भयग्रस्तं सम्पद्यते, नाणकादेः परद्रव्यत्वात्, गृहापणादेश्च परक्षेत्रत्वात् । निश्चयतः । स्वात्मप्रदेशा एव स्वक्षेत्रम् । नाणक-गृहापणादेः पूर्वं पश्चाच्च आत्मनः सत्त्वाद् नात्मास्तित्वं तदधीनं स् येन तद्वियोगादितः शोकादिकं कर्तव्यं स्यात् । 'गौण-मुख्ययोः मुख्ये सम्प्रत्ययः कार्यः' इति न्यायेन शे स्वात्मास्तित्वं निभालनीयम् । तथा आत्मास्तित्वस्य स्वभावाधीनत्वाद् विभावदशाद्यावर्तनिमज्जनतः क स्वास्तित्वं स्वानुभूत्यपेक्षया भयग्रस्तं न स्यात् तथा सततं जागरूकतया भाव्यम् । ततश्च “नाणमणंतं , તા: હંસા-વારિત્ત-વરિયસાદું જુદુમા નિરંના તે સવાલોવવા પરમસિદ્ધ II” (કુ.મ.પં.મં.રૂરૂ9) રૂતિ कुवलयमालायाम् उद्योतनसूरिवर्णितं सिद्धस्वरूपम् आशु प्रादुर्भवेत् ।।५/१७।। 5 આઠમો દ્વવ્યાર્થિક સમાધિ ટકાવવા ઉપયોગી છે આધ્યાત્મિક ઉપનય :- સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ જ પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ હોય છે. આનો અર્થ એ થયો કે કોઈ આપણા પૈસા-મકાન-દુકાન પડાવી લે તો તેનાથી આપણું અસ્તિત્વ જોખમાતું નથી. કારણ કે રૂપિયા પરદ્રવ્ય છે, આત્મદ્રવ્ય નથી. તથા જગ્યા, મકાન કે દુકાન એ પરક્ષેત્ર છે, આત્મક્ષેત્ર નથી. નિશ્ચયથી તો આત્મપ્રદેશો જ સ્વક્ષેત્ર છે. રૂપિયા કે મકાન ઉત્પન્ન થયા ન હતા ત્યારે પણ એ આત્માનું અસ્તિત્વ હતું. રૂપિયાનો અને મકાનનો નાશ થયા પછી પણ આત્માનું અસ્તિત્વ ટકે છે. આત્માનું અસ્તિત્વ રૂપિયા, જમીન, મકાન, દુકાન વગેરેને આધીન નથી કે જેના લીધે રૂપિયા વગેરેના દી વિયોગમાં આપણે શોક કરવો પડે. ગૌણ અને મુખ્ય વસ્તુમાં મુખ્યને સંભાળવી – આ ન્યાયથી રુચિપૂર્વક નિજ આત્મદ્રવ્યના અસ્તિત્વને સંભાળવું. તેથી પરદ્રવ્ય-ક્ષેત્રાદિના વિનાશ નિમિત્તે શોક કે ઉગ કરવો છે. નહિ. તથા સ્વભાવના આધારે પોતાનું અસ્તિત્વ ટકે છે આ વાતને લક્ષમાં રાખી વિભાવદશામાં કે દોષોમાં અટવાઈને પોતાનું અસ્તિત્વ સ્વાનુભૂતિની દૃષ્ટિએ જોખમાઈ ન જાય તે માટે સાધકે સતત સાવધ રહેવું. તેના લીધે કુવલયમાળામાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે. ત્યાં પાંચ અંતગડકેવલીની આરાધનાનું વર્ણન કરવાના અવસરે શ્રીઉદ્યોતનસૂરિજીએ જણાવેલ છે કે “તે સિદ્ધ ભગવંતોનું અનંત જ્ઞાન ખરેખર દર્શન-ચારિત્ર-શક્તિથી યુક્ત હોય છે. તે પરમસિદ્ધાત્માઓ સૂક્ષ્મ, નિરંજન અને શાશ્વત સુખયુક્ત હોય છે.” (પ/૧૭) ન લખી રાખો ડાયરીમાં.....૪ વાસના પરમાત્માથી દૂર જવા એકાંતને પેદા કરે છે. ઉપાસના પ્રભુની સમીપ આવવા એકાંતને શોધે છે, પ્રગટાવે છે. 1. ज्ञानमनन्तं तेषां दर्शन-चारित्र-वीर्यसनाथम्। सूक्ष्मा निरञ्जनाः तेऽक्षयसौख्याः परमसिद्धाः।।

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482