Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
का
६५८
0 गुणादौ द्रव्यबुद्धिस्थापनम् । प एतेन “अन्वयद्रव्यार्थिको यथा गुण-पर्यायस्वभावं द्रव्यम्” (आ.प.पृ.७) इति आलापपद्धतौ देवसेन___ वचनमपि व्याख्यातम्, ‘गुण-पर्याययोः स्वभावः यत् तद् (द्रव्यं) गुण-पर्यायस्वभावम्' इति व्यधि
करणबहुव्रीहिसमासाऽङ्गीकारेण द्रव्ये स्वकीयसकलगुण-पर्यायस्वभावत्वस्य प्रतिपादनेन अन्वयद्रव्यार्थिक म नये सर्वगुण-पर्यायेषु स्वद्रव्यान्वयग्राहकत्वोपदर्शनस्याभिप्रेतत्वात् ।
इत्थमेव स्वकीयेषु सर्वेषु गुण-पर्यायेषु 'इदं द्रव्यम्, इदं द्रव्यमि'त्यनुगतबुद्धिः द्रव्यार्थादेशेन सङ्गच्छेत। इदमेवाऽभिप्रेत्य देवसेनेन आलापपद्धतौ “सामान्यगुणादयोऽन्वयरूपेण 'द्रव्यं, द्रव्यमिति - द्रवति = व्यवस्थापयतीति अन्वयद्रव्यार्थिकः” (आ.प.पृ.१८) इत्युक्तम् । एतावता अन्वयरूपतया प्रति" भासमानत्वाद् अविच्छिन्नगुण-पर्यायप्रवाहं द्रव्यतया व्यवस्थापयन् नयः अन्वयद्रव्यार्थिक इति फलितम् । नयचक्रे अपि देवसेनेनैव “णिस्सेससहावाणं अण्णयरूवेण दव्य-दव्वेदि । दव्वठवणो हि जो सो
ર આલાપપદ્ધતિનું સ્પષ્ટીકરણ (ક્તન) આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ છે કે “અન્વયંદ્રવ્યાર્થિક સાતમો ભેદ છે. જેમ કે “જુન-પર્યાયવમવં દ્રવ્યમ્ - આવું વચન.” આ વાતની પણ વ્યાખ્યા અમારા ઉપરોક્ત કથન દ્વારા થઈ જાય છે. કેમ કે વ્યધિકરણબહુવ્રીહિ સમાસનો ઉપરોક્ત સ્થળે સ્વીકાર કરીને ઉપરોક્ત સ્થળે ગુણ-પર્યાયનો સ્વભાવ જે બને છે તે દ્રવ્યને “-પર્યાવસ્વભાવનુંઆમ કહી શકાય છે. આમ ‘દ્રવ્ય પોતાના તમામ ગુણ-પર્યાયનો સ્વભાવ છે'- આવું પ્રતિપાદન કરવા દ્વારા “અન્વયદ્રવ્યાર્થિકનય સર્વ ગુણોમાં અને પર્યાયોમાં (તથા સ્વભાવમાં) સ્વદ્રવ્યને અન્વયરૂપે ગ્રહણ કરે છે' - આ મુજબ દેખાડવું ત્યાં અભિપ્રેત છે.
* દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પરસ્પર અન્વયબુદ્ધિ જ (ત્યમેવ) દ્રવ્યને સ્વગુણ-પર્યાયનો સ્વભાવ માનવામાં આવે તો જ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી પોતાના Gી તમામ ગુણોને વિશે અને સ્વકીય સર્વ પર્યાયોને વિશે “આ દ્રવ્ય છે. આ દ્રવ્ય છે' - આ પ્રમાણે
અનુગતબુદ્ધિ સંગત થઈ શકે. વળી, ઉપરોક્ત રીતે ગુણ-પર્યાયોમાં દ્રવ્ય તરીકેની અનુગતબુદ્ધિ દ્રવ્યાર્થિકનયની એ દૃષ્ટિથી થાય તો છે જ. આ અભિપ્રાયથી તો આલાપપદ્ધતિમાં દેવસેનજીએ જણાવેલ છે કે “અસ્તિત્વાદિ સામાન્ય ગુણ વગેરેને ‘દ્રવ્ય, દ્રવ્ય - આ પ્રમાણે અન્વયરૂપે વ્યવસ્થિત કરે છે તે અન્વયદ્રવ્યાર્થિક છે.” અર્થાત અવિચ્છિન્નસ્વરૂપે ચાલી આવતા ગુણોના અને પર્યાયોના પ્રવાહની અન્વયરૂપે = અનુગતસ્વરૂપે પ્રતીતિ થવાથી તથાવિધ પ્રવાહને જે નય દ્રવ્યરૂપે સ્થાપિત કરે છે, અવિચ્છિન્ન પ્રવાહમાન ગુણ-પર્યાયને જે નય દ્રવ્ય જ માને છે તે અન્વયદ્રવ્યાર્થિકનય છે. આ વાતને ઉપરોક્ત વચન સિદ્ધ કરે છે. મતલબ કે ગુણ-પર્યાયમાં પણ દ્રવ્ય તરીકે અનુગત બુદ્ધિ અન્વયેદ્રવ્યાર્થિક નયને માન્ય છે.
છે નયચક્રની ગાથાનું સ્પષ્ટીકરણ છે (વિ.) નયચક્ર ગ્રંથમાં પણ દેવસેનજીએ જ જણાવેલ છે કે “સંપૂર્ણ સ્વદ્રવ્ય જેનો સ્વભાવ છે તેવા ગુણ-પર્યાયોમાં ‘દ્રવ્ય, દ્રવ્ય – આ પ્રમાણે અન્વયરૂપે દ્રવ્ય તરીકેની સ્થાપના જે નય કરે છે તે 1. निःशेषस्वभावानाम् अन्वयरूपेण द्रव्यं द्रव्यमिति। द्रव्यस्थापनो हि यः सोऽन्वयद्रव्यार्थिको भणितः।।