Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* साङ्ख्यमते मोक्षपुरुषार्थोच्छेदः
६४१
क्रोधादिकषायभावपरिणमनदशायाम् एकान्तेनाऽलिप्तस्वभावाभ्युपगमत आत्मा क्रोधादिस्वरूपो नाभ्युपगम्येत तर्हि भगवत्यामुक्तः 'कषायात्मादिः' अपि
सङ्गच्छेतेत्यवधेयम् ।
एतेन 'पुरुषः सर्वथा कर्मादिना अलिप्त एव' इति साङ्ख्यमतं निरस्तम्, मोक्षपुरुषार्थाद्युच्छेदापत्तेश्चेत्यधिकं बुभुत्सुभिः अस्मत्कृतलताद्वितयं ( द्वाद्वा. ११/२२ + २६ न.ल. + स्या.र. भाग- १/का. ४ ज. ત.) દ્રષ્ટવક્
यथोक्तं द्रव्यार्थिकचतुर्थभेदनिरूपणावसरे देवसेनेन नयचक्रे माइल्लधवलेन च द्रव्यस्वभावप्रकाशे 2“भावे सरायमादी सव्वे जीवम्मि जो दु जंपेदि । सो हु असुद्धो उत्तो कम्माणोवाहिसावेक्खो । । ” (न.च.२१, व्र.स्व.प्र.१९४) इति। तदुक्तम् आलापपद्धती अपि देवसेनेन “कर्मोपाधिसापेक्षोऽशुद्धद्रव्यार्थिकः, क्रोधादिकर्मजभाव आत्मा ” ( आ. प. पृ. ७) इति ।
५/१३
(ઋોધા.) જો ક્રોધ વગેરે કષાયના ભાવોનું પરિણમન થવાની અવસ્થામાં, આત્મામાં સર્વથા નિર્લેપ સ્વભાવ માનીને, ‘આત્મા જરા'ય ક્રોધાદિ સ્વરૂપ નથી’ તેવું માનવામાં આવે તો ભગવતીસૂત્રમાં બતાવેલ કષાયાત્મા પણ સંગત નહિ થાય. આ વાતને ખાસ ધ્યાનમાં રાખવી.
/ ઔપાધિક ભાવોથી આત્મા પરિણમે છે
સ્પષ્ટતા :- કષાયના ઉદયમાં કષાયથી પરિણમેલો આત્મા કષાયમય-કષાયાકાર-કષાયસ્વરૂપ હોય તો જ તેને કષાયાત્મા તરીકે ઓળખાવી શકાય. તેથી ભગવતીસૂત્ર વગેરે ગ્રંથોના ઉપરોક્ત વચનોથી ફલિત થાય છે કે કર્મજન્ય ઔપાધિક ભાવોથી આત્મા પરિણમે છે.
•
1. मध्यमपरिमाण - स्याद्वादरहस्यस्य 'जयलता' नाम्नी व्याख्या, द्वात्रिंशिकाप्रकरणस्य च 'नयलता' नाम्नी व्याख्या मुनियशोविजयकृता प्रकृतार्थे द्रष्टव्या इत्यर्थः । 2. भावान् सरागादीन् सर्वान् जीवे यस्तु जल्पति । स हि अशुद्धः उक्तः कर्मणामुपाधिसापेक्षः । ।
र्णि
का
* સાંખ્યમતનું નિરાકરણ
શ
(તેન.) સાંખ્યદર્શન એવું માને છે કે ‘પુરુષ સર્વથા કર્મ વગેરેથી અલિપ્ત જ છે.' આ વાતનું ઉપરોક્ત શાસ્ત્રપાઠો દ્વારા નિરાકરણ થઈ જાય છે. જો આત્મા કર્મ વગેરેથી જરા પણ લેપાતો ન જ હોય તો મોક્ષપુરુષાર્થ વગેરેનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવશે. કારણ કે આત્મા કર્મથી બંધાતો ન હોય તો કોની મુક્તિ માટે સાધના કરવાની ? આ બાબતની અધિક જિજ્ઞાસા ધરાવનાર જીવોએ મધ્યમપરિણામ સ્યાદ્વાદરહસ્ય ઉપર જયલતા વ્યાખ્યા તથા દ્વાત્રિંશમ્ દ્વાત્રિંશિકા પ્રકરણની નયલતા વૃત્તિ - આ પ્રમાણે અમે (યશોવિજય ગણીએ) રચેલ બે ‘લતા’ વ્યાખ્યાનું અવલોકન કરવું.
(યયો.) દ્રવ્યાર્થિકનયના ચોથા ભેદનું નિરૂપણ કરવાના અવસરે દેવસેનજીએ નયચક્રમાં અને માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “જીવમાં તમામ રાગાદિ ભાવોને જે નય જણાવે છે તે કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય કહેવાય છે.” આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ જણાવેલ છે કે “કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક ચોથો ભેદ છે. જેમ કે ક્રોધાદિ કષાયમોહનીયકર્મજન્ય ભાવસ્વરૂપ આત્મા છે’ આ પ્રમાણેનું વચન.”