Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 447
________________ ૧/૪ ६४५ • त्रैलक्षण्यग्राहकत्वेऽपि नय-प्रमाणभेदद्योतनम् । ‘एवं सति *त्रैलक्षण्यग्राहकत्वेनेदं प्रमाणवचनमेव स्यात्, न तु नयवचनम्' इति चेत् ? न, मुख्य-गौणभावेनैवानेन नयेन त्रैलक्षण्यग्रहणात्, मुख्यतया स्व-स्वार्थग्रहणे नयानां सप्तभङ्गीमुखेनैव વ્યાપારમ્ અતિ ભાવાર્થ ” //પ/૧૪ ननु एवं सति त्रैलक्षण्यग्राहकत्वेनेदं प्रमाणवचनमेव स्यात्, न तु नयवचनम् इति चेत् ? प न, गौण-मुख्यभावेनैवाऽनेन नयेन त्रैलक्षण्यग्रहणात्, मुख्यतया स्व-स्वार्थग्रहणे नयानां । सप्तभङ्गीमुखेनैव व्यापारात् । एकस्मिन् समये द्रव्ये उत्पाद-व्यय-ध्रौव्यात्मकत्वबोधकं ‘वस्तु कथञ्चिद् । नित्यम्' इति वचनं नित्यानित्यत्वसप्तभङ्ग्यां प्रथमो भङ्गः द्रव्यार्थिकनयस्य विधिकोटिगतस्य । " प्रथमभङ्गे विधिकोटिगतस्य अस्य द्रव्यार्थिकनयतया सत्ताया एव मुख्यत्वेन ग्रहणम्, उत्पाद श જ નયમાં પ્રમાણપત્રની શંકા & શંકા :- (નવું) જો પાંચમો દ્રવ્યાર્થિકનય દ્રવ્યને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ માને તો તે પ્રમાણ વચન જ થઈ જશે, નયવચન નહીં થાય. કારણ કે નયવાક્ય તો વસ્તુના એક અંશનું જ ગ્રહણ કરે છે, સર્વ અંશનું નહીં. “એક જ સમયમાં વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ છે” – આ વાક્ય તો વસ્તુના સર્વાશનું ગ્રહણ કરે છે, એક અંશનું નહિ. તેથી તેને પ્રમાણવચન માનવું જોઈએ, નયવચન નહિ. * નચમાં પ્રમાણપતાનું નિરાકરણ * સમાધાન :- (ન.) તમારી વાત વ્યાજબી નથી. કારણ કે ઉત્પાદ-વ્યયસાપેક્ષ સત્તાગ્રાહક પ્રસ્તુત અશુદ્ધ દ્રવ્યાર્થિકનય ગૌણ-મુખ્યભાવે જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ શૈલક્ષણ્યને ગ્રહણ કરે છે. મુખ્ય રીતે પોત-પોતાના વિષયનો બોધ કરવા માટે સર્વ નો સપ્તભંગી દ્વારા જ પ્રવૃત્તિ કરે છે. “એક સમયે એ દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે' - આ વચન “વસ્તુ કથંચિત્ નિત્ય છે' - આવું જણાવે છે. તેથી તે છે નિત્યત્વ-અનિત્યત્વવિષયક સપ્તભંગીમાં વિધિકોટિગત દ્રવ્યાર્થિકનયનો પ્રથમ ભાંગો = પ્રકાર બને છે. 1] આ પ્રથમ ભાંગામાં વિધિકોટિગત પ્રસ્તુત પાંચમો નય દ્રવ્યાર્થિક હોવાથી સત્તાને જ મુખ્યરૂપે ગ્રહણ કરે છે તથા ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે ગ્રહણ કરે છે. તેથી તે પ્રમાણરૂપ હોવાની આપત્તિને અવકાશ છે. રહેતો નથી. પ્રમાણ તો મુખ્ય વૃત્તિથી જ વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ àલક્ષણ્યનું ગ્રહણ કરે છે. પ્રમાણ સર્વ ધર્મોને મુખ્યરૂપે જ ગ્રહણ કરે છે સ્વર :- એકીસાથે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું ગ્રહણ કરવા છતાં દ્રવ્યાર્થિકનય મુખ્યરૂપે તો સત્તાને જ = ધ્રૌવ્યને જ = નિત્યત્વને જ ગ્રહણ કરે છે. અનિત્યત્વ = ઉત્પાદ-વ્યય તો ગૌણરૂપે જ તેનો વિષય બને છે. તેથી દ્રવ્યાર્થિકનયનું ઉપરોક્ત વાક્ય પ્રમાણવાક્ય બને તેવી શંકાને અવકાશ રહેતો નથી. નિત્યત્વ-અનિત્યત્વસ્વરૂપ વિરુદ્ધ ધર્મયુગલ સંબંધી સપ્તભંગીમાં દ્રવ્યાસ્તિકનયનો આ પ્રથમ ભાંગો આપણે વિચાર્યો. સપ્તભંગીના દરેક ભાગાઓમાં દરેક નય આ રીતે પોતપોતાના વિષયને મુખ્યરૂપે ગ્રહણ કરે છે અને કથંચિત શબ્દ દ્વારા નયાન્તરવિષયને ગૌણરૂપે સ્વીકારે છે. તેમ છતાં તે નયસ્વરૂપ જ રહે છે, પ્રમાણસ્વરૂપ બનતો નથી. પ્રમાણ તો વસ્તુગત સર્વ ધર્મોને મુખ્યરૂપે જ ગ્રહણ કરે છે. કો.(૧૩)માં “નક્ષળ્યાપ્રા... ઈત્યાદિ અશુદ્ધ પાઠ.*..* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482