Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 456
________________ ६५४ ० द्रव्यज्ञाने तदीयगुण-पर्यायज्ञानम् । ૧/૬ | મન વ દ્રવ્ય જાણિયે*, દ્રવ્યાથદેશU “તદનુગત સર્વ ગુણ-પર્યાય જાણ્યા” કહિછે. _ द्रव्यस्य। घटादिपर्यायाणां मृदादिद्रव्यानुविद्धत्वादेव तत्स्वभावत्वं मृदादेः प्रसिद्धत्वम् । न च 'द्रव्यस्वभावौ गुण-पर्यायौ' इति वैपरीत्यमेव किमिति नोच्यते ? इति वाच्यम, रा द्रव्ये गुण-पर्यायान्वयस्य द्रव्यगौणत्वाऽऽपादकत्वेन द्रव्यार्थिकनये अनभिमतत्वाद्, असम्भवाच्च । म विवक्षितकादाचित्कपर्यायान्वयः अव्यक्तगुणान्वयो वा शाश्वतद्रव्ये सर्वदा कथं सम्भवेत् ? न हि । छद्मस्थमनुष्यजीवद्रव्ये 'अयं देवः केवलज्ञानं वा' इत्येवं स्वकीयाऽखिलपर्याय-गुणान्वयः सम्भवति । " अयं हि द्रव्यार्थिकनयः। अनेन अन्वयिद्रव्यं दर्शनीयम्, न त्वन्वयिपर्यायः । पर्यायस्तु नैव अन्वयी १. किन्तु व्यतिरेकी। अत एव द्रव्ये ज्ञाते सति द्रव्यार्थिकनयादेशाद् ‘ज्ञातद्रव्यगताः सर्वे गुणाः णि पर्यायाश्च ज्ञाता एवे'त्युच्यते। अयमाशयः - यो मनुष्यद्रव्यं जानाति स तद्गताऽखिलगुण -पर्यायान् मनुष्यद्रव्यतया जानाति । बालमुद्दिश्य ‘अयं मनुष्य' इति प्रथमं येन ज्ञातं तेन मनुष्यतया तरुण-युव-वृद्धत्वादयः सर्वे मनुष्यपर्याया ज्ञाता एव । अत एव बाल-तरुण-युव-वृद्धत्वाद्यखिलावस्थासु માટી કહેવાય છે. “માન્ત ઘટી આ વ્યવહાર પણ ઘડાના સ્વભાવરૂપે મૃત્તિકાદ્રવ્યને જણાવે છે. શંકા :- (ન .) દ્રવ્ય ગુણ-પર્યાયનો સ્વભાવ છે' - આમ તમે જણાવો છો તેના કરતાં વિપરીતસ્વરૂપે ગુણ-પર્યાય દ્રવ્યના સ્વભાવ છે' – આવું કેમ ન કહી શકાય ? ગુણ-પર્યાયને દ્રવ્યના સ્વભાવ તરીકે માનવામાં કે બોલવામાં શું વાંધો છે ? બન્ને વાત આમ તો સમાન જ છે ને ? A દ્રવ્યમાં પર્યાયનો અન્વય અનિષ્ટ - સમાધાન :- (દ્રવ્ય) તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે દ્રવ્યમાં ગુણ-પર્યાયનો અન્વય કરવો A અહીં દ્રવ્યાર્થિકનયમાં ઈષ્ટ નથી. કારણ કે તેમ કરવામાં ગુણ-પર્યાય મુખ્ય બની જાય અને દ્રવ્ય ગૌણ થઈ 3 જાય. તેમજ દ્રવ્યમાં તમામ ગુણ-પર્યાયનો અન્વયે શક્ય પણ નથી. કારણ કે વિવક્ષિત પર્યાય કદાચિત્ક વ છે, નશ્વર છે, અનિત્ય છે અને દ્રવ્ય શાશ્વત છે, સ્થાયી છે. તેથી નશ્વર પર્યાયનો અન્વયે શાશ્વત દ્રિવ્યમાં સર્વદા કઈ રીતે થઈ શકે ? તથા દ્રવ્યના બધા જ ગુણો કાયમ પ્રકટ હોતા નથી. જ્યારે સ દ્રવ્ય તો સદા પ્રગટ જ હોય છે. તેથી અવ્યક્ત ગુણનો પણ અન્વય દ્રવ્યમાં કાયમ થઈ શકતો નથી. છબસ્થ મનુષ્યસ્વરૂપ જીવદ્રવ્યમાં “આ દેવ છે. આ કેવલજ્ઞાન છે' - આ મુજબ પોતાના તમામ પર્યાયનો અને ગુણનો અન્વય થઈ શકતો નથી. તેમજ આ દ્રવ્યાર્થિકનય છે. અન્વયી દ્રવ્યને આ નયે જણાવવાનું છે, અન્વયી પર્યાયને નહિ. વળી પર્યાય તો અન્વયી છે પણ નહિ. પર્યાય તો વ્યતિરેકી જ છે. તેથી દ્રવ્યમાં ગુણ-પર્યાયનો અન્વય કરી ન શકાય. આથી જ દ્રવ્યનું જ્ઞાન થાય તો દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી જાણેલા દ્રવ્યમાં રહેલા તમામ ગુણો અને પર્યાયો જાણેલા જ છે' - આમ કહેવાય છે. આશય એ છે કે મનુષ્યદ્રવ્યને જે જાણે છે તે મનુષ્યદ્રવ્યમાં રહેલા સર્વ ગુણ-પર્યાયને મનુષ્યસ્વરૂપે જાણે છે. બાળકને વિશે “આ મનુષ્ય છે' - એવી બુદ્ધિ સૌપ્રથમવાર જેને થઈ હોય તેણે મનુષ્યરૂપે તરુણ, યુવાન, વૃદ્ધ વગેરે મનુષ્યદ્રવ્યના તમામ પર્યાયોને જાણેલ જ છે. તેથી જ બાળક, તરુણ, યુવાન, પીઢ, વૃદ્ધ, રોગી, છે પુસ્તકોમાં “જાણિ' પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. આ કો.(૧૨)માં “તદનુગતિ' પાઠ.

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482