Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 453
________________ ૫/૧૫ • द्रव्य-गुणादिभेदकल्पनाप्रयोजनाविष्करणम् ० ६५१ भेदसम्बन्धेन वर्तन्ते । घट-भूतलयोरिव गुण-गुणिनोः भिन्नप्रदेशत्वं नास्ति । ततश्च द्रव्यस्य गुणमयत्वं गुणानाञ्च द्रव्यमयत्वम्। आत्मा ज्ञानादिगुणमयः ज्ञानादयश्चात्ममयाः। न हि द्रव्यव्यतिरिक्ततया गुणास्तित्वं गुणव्यतिरेकेण वा द्रव्यास्तित्वं सम्भवति, गुणानां यावद्रव्यभावित्वात् । ततश्च द्रव्यमखण्डो प गुणपिण्डः। गुणात्यये द्रव्यतया न किञ्चिदवशिष्यते। इत्थञ्च गुणद्वारैव द्रव्यनिरूपणं व्यवहार- रा पथमवतरति । अतः ‘गुणसमुदायो द्रव्यम्, द्रव्यनिष्ठाः गुणाः, द्रव्यं गुणवद्, द्रव्यस्य गुणाः' इत्येवंस प्रज्ञाप्यते। तच्छ्रुत्वा श्रोतुः द्रव्य-गुणभेदः प्रतिभासते। परमार्थतो द्रव्यार्थिकनयदृष्ट्या द्रव्य-गुणभेदो। नास्ति। अतः द्रव्य-गुणभेदकथनमशुद्धम् । इत्थञ्च सामान्यलोकप्रज्ञापनप्रयोजनतो गुण-गुणिभेद-स कल्पनासापेक्षतामाक्रान्तो गुण-गुण्यादिभेदप्रतिपादकत्वाद् द्रव्यार्थिकनयोऽशुद्धतयोच्यते । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - भेदकल्पनासापेक्षाऽशुद्धद्रव्यार्थिकनयदृष्ट्या निर्मलगुण-पर्यायाणां र्णि ध्रुवात्मद्रव्यभिन्नत्वाद् निर्मलगुणादिप्रादुर्भावप्रयासस्याऽत्यन्तमावश्यकता। इत्थं षष्ठो द्रव्यार्थिकः ... निर्मलगुणादिप्रादुर्भावप्रेरकः। गुणादीनां सर्वथैव आत्मनोऽभिन्नत्वे गुणादिप्राप्तिप्रयत्नस्य न काऽपि आवश्यकता स्यात्, आत्मनो ध्रुवत्वेन सदा प्राप्तत्वात् । ततश्च तदभिन्ना गुणादयोऽपि सदा प्राप्ता (= સંયોગસંબંધથી) રહે છે તે રીતે દ્રવ્યમાં ગુણ રહેતા નથી. જમીનના અને ઘડાના પ્રદેશ અલગ અલગ છે. પરંતુ ગુણના અને ગુણીના (= દ્રવ્યના) પ્રદેશ અલગ અલગ નથી. તેથી દ્રવ્ય ગુણમય છે. તથા ગુણ દ્રવ્યમય છે. આત્મા જ્ઞાનાદિમય છે. જ્ઞાનાદિ આત્મમય છે. દ્રવ્યથી ભિન્નરૂપે ગુણનું અસ્તિત્વ સંભવિત નથી. તથા ગુણથી ભિન્નરૂપે દ્રવ્યનું અસ્તિત્વ સંભવિત નથી. કારણ કે ગુણો યાવત્ દ્રવ્યભાવી છે. તેથી દ્રવ્ય એટલે ગુણોનો એક અખંડ પિંડ છે. જો કદાચ દ્રવ્યમાંથી તમામ ગુણોને જુદા કરવામાં આવી શકતા હોય તો જેને દ્રવ્ય તરીકે ઓળખાવી શકાય તેવું કશું બચી શકે નહિ. આવી છે સ્થિતિમાં જ્યારે આપણે દ્રવ્યના સ્વરૂપનું નિરૂપણ કરવું હોય તો ગુણો દ્વારા જ તેનું નિરૂપણ વ્યવહારમાર્ગમાં સંભવિત હોવાથી આપણે કહીએ છીએ કે “ગુણોનો સમુદાય દ્રવ્ય છે. દ્રવ્યમાં ગુણોને રહેલા છે. દ્રવ્ય ગુણવાન છે. ગુણ દ્રવ્યના છે. પરંતુ આ સાંભળીને શ્રોતાને એવો ભાસ થાય છે કે દ્રવ્યથી ગુણ જુદા છે. પરમાર્થથી દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિમાં ગુણ-ગુણીમાં ભેદ રહેતો નથી. તેથી ગુણ -ગુણીના ભેદનું કથન શુદ્ધ નથી પણ અશુદ્ધ છે. આમ સામાન્ય વ્યક્તિને દ્રવ્યની ઓળખાણ આપવા માટે દ્રવ્યાર્થિકનય ઉપર જણાવ્યા મુજબ ગુણ-ગુણી વચ્ચે ભેદકલ્પનાથી ગર્ભિત વાક્યપ્રયોગ કરે છે. ગુણ-ગુણી વગેરેમાં ભેદને ગ્રહણ કરવાથી પ્રસ્તુત દ્રવ્યાર્થિકના અશુદ્ધ કહેવાય છે. છઠ્ઠો દ્રવ્યાર્થિક મોક્ષપુરુષાર્થમાં પ્રેરક : આધ્યાત્મિક ઉપનય :- ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ આત્મા અને તેના નિર્મળ ગુણ-પર્યાયો વચ્ચે ભેદ હોવાથી નિર્મળ ગુણ-પર્યાયને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાની અત્યંત આવશ્યકતા રહેલી છે. આમ છઠ્ઠો દ્રવ્યાર્થિકનય નિર્મળ ગુણ-પર્યાયની પ્રાપ્તિ માટે પ્રેરક બને છે. જો આત્માથી તેના ગુણ-પર્યાયો સર્વથા અભિન્ન હોય તો ગુણ-પર્યાયની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવાની કશી જ આવશ્યકતા

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482