Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૨
५६८ ____ सुनयस्य देशगमकत्वेऽपि सर्वगमकत्वम् ।
आ.भा.२२६८) इत्युक्तम् । ततश्चाऽत्र विकलादेशात्मकानां सुनयवाक्यानां मुख्यवृत्त्या वस्त्वंशय गमकत्वमनाविलम् । अतः विकलादेशात्मकसप्तभङ्गीवाक्यानि प्रतिस्वं सम्यगेकान्तवचनरूपाणि,
सम्यगेकान्तप्रतिपादनात् । ततश्च मुख्यरूपेण स्वाभिमतवस्त्वंशप्रतिपादने गौणरूपेण वस्तुगतान्यधर्म" प्रतिपादकत्वं सुनयवाक्येषु बोद्धव्यम् ।
तथाहि - द्रव्यार्थिकनयवादिना मुख्यवृत्त्या वस्तुनो द्रव्यात्मकता गौणवृत्त्या च गुण-पर्यायात्मकता श प्रतिपाद्यते ज्ञायते च । अशुद्धपर्यायार्थिकनयवादिना तु मुख्यवृत्त्या वस्तुनो गुणात्मकता गौणवृत्त्या
तु द्रव्यात्मकता पर्यायात्मकता च प्रतिपाद्यते ज्ञायते च । परं शुद्धपर्यायार्थिकनयवादिना मुख्यवृत्त्या - पर्यायात्मकता गौणवृत्त्या तु द्रव्यात्मकता गुणात्मकता च प्रतिपाद्यते ज्ञायते च । पर्यायविशेषस्वरूप
स्यापि गुणस्य यावद्दव्यभावित्वेन मुख्यवृत्त्या अशुद्धपर्यायार्थिकनयग्राह्यता, यावद्दव्यभावित्वेऽपि का द्रव्यानात्मकतया न गुणस्य मुख्यवृत्त्या द्रव्यार्थिकग्राह्यता। पर्यायस्य तु अयावद्रव्यभावित्वेन मुख्यवृत्त्या शुद्धपर्यायार्थिकनयग्राह्यतेत्यवधेयम् । જેમ તે વસ્તુના સમસ્તસ્વરૂપના જ્ઞાપક બને છે.” તેથી પ્રસ્તુતમાં નિર્વિવાદપણે સિદ્ધ થાય છે કે વિકલાદેશાત્મક સુનયવાક્યો મુખ્યવૃત્તિથી = પદશક્તિથી વસ્તુના વિવક્ષિત અંશનો બોધ કરાવે છે. તેથી જ આ પ્રસ્તુત સુનય વાક્ય સમ્યગુ એકાંતનું પ્રતિપાદન કરે છે. તેથી વિકલાદેશસ્વભાવવાળી સપ્તભંગીના સાતે ય વાક્યો સમ્યગું એકાંતવચન સ્વરૂપ છે. તેથી પોતાના અભિમત અંશનું વસ્તુમાં મુખ્યરૂપે પ્રતિપાદન કરતી વખતે તે સુનયવાક્યો વસ્તુગત અન્ય ગુણધર્મોનું ગૌણરૂપે પ્રતિપાદન કરે
છે. મતલબ કે સુનયાત્મક વચનો શબ્દનિષ્ટ શક્તિ દ્વારા પોતાના અભિમત અંશનું વસ્તુમાં પ્રતિપાદન શું કરતી વખતે લક્ષણા દ્વારા વસ્તુગત અન્ય અવિવણિત ગુણધર્મોનું પ્રતિપાદન કરે છે.
દ્રવ્યાર્થિકાદિમતે વસ્તુ સ્વરૂપનો વિમર્શ જ A. (તથાદિ.) તે આ રીતે - દ્રવ્યાસ્તિકનય વસ્તુમાં દ્રવ્યાત્મકતાનું મુખ્યવૃત્તિથી અને ગુણાત્મકતાનું તથા Sા પર્યાયાત્મકતાનું ગૌરવૃત્તિથી પ્રતિપાદન કરે છે. તથા તે રીતે વસ્તુનું સ્વરૂપ તેના દ્વારા જણાય છે.
જ્યારે અશુદ્ધ પર્યાયાર્થિકનય વસ્તુમાં ગુણાત્મકતાનું મુખ્યવૃત્તિથી અને પર્યાયાત્મકતાનું તથા દ્રવ્યાત્મકતાનું ગૌરવૃત્તિથી પ્રતિપાદન કરે છે. તેમજ તે રીતે વસ્તુનું સ્વરૂપ જણાય છે. પરંતુ શુદ્ધપર્યાયાર્થિકનય તો મુખ્યવૃત્તિથી = શબ્દશક્તિથી વસ્તુમાં પર્યાયાત્મકતાનું તથા ગૌણવૃત્તિથી = લક્ષણાથી દ્રવ્યાત્મકતાનું અને ગુણાત્મકતાનું પ્રતિપાદન કરે છે. તેમજ તે રીતે વસ્તુનું સ્વરૂપ જણાય છે. જો કે ગુણ પરમાર્થથી પર્યાયવિશેષસ્વરૂપ જ છે તો પણ તે કાદાચિક નથી પરંતુ યાવદ્રવ્યભાવી છે, સ્થાયી છે. તેથી મુખ્યવૃત્તિથી અશુદ્ધપર્યાયાર્થિકનયનો વિષય છે. તથા યાવદ્રવ્યભાવી = સ્થાયી હોવા છતાં પણ ગુણ દ્રવ્યાત્મક નથી, દ્રવ્યભિન્ન છે. તેથી મુખ્યવૃત્તિથી = શબ્દશક્તિથી ગુણ દ્રવ્યાર્થિકનયનો વિષય બનતો નથી. જ્યારે પર્યાય તો યાવદ્રવ્યભાવી = સ્થાયી નથી. પરંતુ કદાચિત્ય છે. તેથી મુખ્ય વૃત્તિથી પર્યાય એ શુદ્ધપર્યાયાર્થિક નયનો વિષય છે. આ રીતે વિષયવિભાગપૂર્વક વાચકવર્ગે ગૌણમુખ્યભાવે નયમંતવ્યને ખ્યાલમાં રાખવું.