Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૬
• वैशेषिकतन्त्रमिथ्यात्वबीजद्योतनम् । વૈશકશાસ્ત્રપ્રીત્રા, દ્રવ્ય-શુપાવે. પવાર્થપસ્ય નિત્યનિત્યેવાન્તરૂપી તત્ર પ્રતિપાવનાત્, ....(તથા) उलूकप्रतिपादितशास्त्रस्य मिथ्यात्वम्, तदभिहितपदार्थानामप्रमाणत्वात्, प्रमाणबाधितत्वाच्च । आचार्यस्तु एतत्सर्वं ५ हृदि कृत्वा तन्मिथ्यात्वाऽविनाभूतं प्रतिपादितसकलन्यायव्यापकं 'जं सविसय' इत्यादिना गाथापश्चार्टेन रा हेतुमाह - यस्मात् स्वविषयप्रधानताव्यवस्थिताऽन्योऽन्यनिरपेक्षोभयनयाऽऽश्रितं तत्, अन्योन्यनिरपेक्षनશ્રતત્વસ્થ મિથ્યાત્વાઢિનાગવિનામૂતત્વા” (સ.ત. રૂ/૪૬ પૃ.) તિા
अयमत्राभिप्रायः - ‘हस्ती स्तम्भसदृशः, सूर्पसदृशः, कुम्भसदृशः' इत्यादिवचनानि यदि मिथः श सापेक्षतया ‘पादापेक्षया हस्ती स्तम्भसदृशः, कर्णदृष्ट्या सूर्पसदृशः, गण्डस्थलभागे कुम्भसदृशः' के इति स्वाभिप्रायप्रतिपादनपराणि तर्हि तानि सर्वाणि सुनयस्वरूपाणि । किन्तु 'हस्ती सर्वांशैः केवलं . स्तम्भसदृशः एव' इत्येवं नयान्तरनिरपेक्षतया स्वविषयप्राधान्यदर्शकत्वे तु ते अन्धगजन्यायेन दुर्नयतामापद्यन्ते । सर्वनयसमन्वये तु समस्तवस्तुपरिच्छेदः, चक्षुष्मतः समस्तगजावयवसमूहात्मकगजा- का અભયદેવસૂરિજીએ કહેલ છે કે “વૈશેષિક શાસ્ત્રને બનાવનાર ઉલૂક નામના ઋષિએ દ્રવ્યાર્થિકનયથી અને પર્યાયાર્થિકનયથી પોતાનું શાસ્ત્ર રચેલ છે. કારણ કે દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ-સમવાયસ્વરૂપ છે ભાવપદાર્થનું એકાન્તનિત્યરૂપે અને એકાન્તઅનિત્યરૂપે તે ગ્રંથમાં (વૈશેષિકસૂત્રમાં) તેમણે પ્રતિપાદન કરેલ છે..... તેમ છતાં પણ ઉલૂકરચિત ગ્રંથ મિથ્યા = ખોટો છે. કારણ કે તેમણે જણાવેલ પદાર્થોમાં કોઈ પ્રમાણ નથી તથા તે પદાર્થો પ્રમાણથી બાધિત પણ છે. સિદ્ધસેનદિવાકરસૂરિજી આ બધી બાબતને હૃદયમાં રાખીને “નં વિસય...' ઈત્યાદિ શબ્દથી ગાથાના ઉત્તરાર્ધમાં વૈશેષિકશાસ્ત્રના ખોટાપણાને સિદ્ધ કરનારા હેતુને દર્શાવે છે. તે હેતુ ઉલૂકદર્શિત સર્વ યુક્તિઓમાં લાગુ પડે તેવો છે. અર્થાત્ ઉલૂકે વૈશેષિક શાસ્ત્રમાં 3 દર્શાવેલી તમામ યુક્તિઓને ખોટી સિદ્ધ કરે તેવા પ્રકારના હેતુને સંમતિકારશ્રી ગાથાના ઉત્તરાર્ધ દ્વારા આ જણાવતા કહે છે કે પોતાના જ અભિપ્રેત અર્થની મુખ્યતાને સિદ્ધ કરવામાં તત્પર હોવાના લીધે એકબીજાથી વા અત્યંત નિરપેક્ષ એવા દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના આધારે તે વૈશેષિક શાસ્ત્ર તૈયાર થયેલ છે. એકબીજાથી અત્યંત નિરપેક્ષ નયનો આધાર લેનાર વચન કે શાસ્ત્ર મિથ્યાત્વ-કુતર્કગ્રસ્તત્વ આદિનું સાધન છે.” સે
જ નિરપેક્ષ અનેક નયોનો સમૂહ પણ મિથ્યા # (સલ.) અહીં અભયદેવસૂરિજીનો અભિપ્રાય એ છે કે “હાથી થાંભલા જેવો છે', “હાથી સૂપડા જેવો છે', “હાથી ઘડા જેવો છે’ - ઈત્યાદિ વચનો જો એકબીજાને સાપેક્ષ રહીને, એકબીજાની વાતનો અપલાપ કર્યા વિના પોતાના અભિપ્રાયનું પ્રતિપાદન કરે કે “પગની અપેક્ષાએ હાથી થાંભલા જેવો છે', “કાનની દષ્ટિએ હાથી સૂપડા જેવો છે', “ગંડસ્થલ ભાગમાં હાથી કુંભ જેવો છે' - તો તે સર્વ વચનો સુનયસ્વરૂપ બને છે. પરંતુ હાથી ફક્ત થાંભલા જેવો જ છે. સર્વીશે હાથી થાંભલા જેવો જ છે' - આ પ્રમાણે એક નય બીજા નયથી નિરપેક્ષ બનીને સ્વવિષયની મુખ્યતાને દર્શાવે તો અંધગજન્યાયથી તે દુર્નયસ્વરૂપ બની જાય છે. સર્વ નયોનો પરસ્પર સમન્વય કરવામાં આવે તો સંપૂર્ણ વસ્તુનો નિર્ણય થાય. જેમ આંખવાળા માણસને હાથીના તમામ અવયવોના સમૂહાત્મક હાથીનો બોધ થાય તેમ ઉપરની વાત સમજવી. આ જ અભિપ્રાયથી શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં