Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 423
________________ ० समानतन्त्रसिद्धान्तप्रतिपादनम् । इह “प्रकारवचने थाल्” (पा.व्या.५/३/२३) इति पाणिनीयव्याकरणसूत्रात् प्रकारार्थे थाल व्याख्यातः। प यथा मूलसिद्धान्तसाम्याद् नैयायिक-वैशेषिको साङ्ख्य-योगौ च समानतन्त्रतया व्यवह्रियेते तथा । श्वेताम्बर-दिगम्बरौ अपि समानतन्त्रतया विज्ञेयौ । नैगमादिनयानां प्रक्रिया नैयायिकादिपरतन्त्रेऽप्रसिद्धा किन्तु श्वेताम्बराऽऽशाम्बरजैनमतप्रसिद्धा इति समानतन्त्रसिद्धान्तता प्रकृतेऽवगन्तव्या। प्रकृतमनुस्रियतेऽस्माभिः। तथाहि - पूर्वं देवसेनेन नयचक्राभिधानं प्राकृतभाषानिबद्धं प्रकरणं श रचितं तत्पश्चाच्च संस्कृतभाषानिबद्धम् आलापपद्धतिनामकं प्रकरणं सन्दृब्धम् । उभयत्रैव प्रायशः के तुल्यैव नयोपनयादिकल्पना। माइल्लधवलेन अपि तदनुसारेण नवीनं प्राकृतभाषानिबद्धं बृहद्नयचक्रનામના દિગંબર નયચક્ર અને આલાપપદ્ધતિ ગ્રંથમાં કહે છે, તે જ પ્રકારે અમારા દ્વારા કહેવાય છે. “યથા’ શબ્દમાં લાગેલ “થા” પ્રત્યય પ્રકાર અર્થમાં પાણિનીયવ્યાકરણમાં જણાવેલ છે. તે મુજબ અહીં તેની વ્યાખ્યા કરેલ છે. મૌલિક સિદ્ધાન્તોમાં સમાનતા હોવાના લીધે જેમ તૈયાયિક અને વૈશેષિક સમાનતંત્રરૂપે ઓળખાવાય છે. તથા આ જ કારણસર સાંખ્ય અને પાતંજલયોગદર્શનવાળા પણ સમાન તંત્રરૂપે છે – તેવો વ્યવહાર થાય છે. તે જ રીતે શ્વેતાંબર જૈન અને દિગંબર જૈન પણ સમાનતંત્રરૂપે જાણવા. નિગમ આદિ નયીની પ્રક્રિયા તૈયાયિક વગેરે પરદર્શનમાં પ્રસિદ્ધ નથી પરંતુ શ્વેતાંબર અને દિગંબર જૈનમતમાં જ પ્રસિદ્ધ છે. તેથી પ્રસ્તુતમાં સમાનતંત્રસિદ્ધાંતતા જાણવી. Y/ સમાનતંત્રની સ્પષ્ટતા / સ્પષ્ટતા :- “સમાનં તંત્ર વેવાં તે સમાનતંત્ર:' - આ પ્રકારના વિગ્રહ મુજબ સમાનધર્મવાળા જીવોને અને તેમના સિદ્ધાંતોને સમાનતંત્ર કહેવાય છે. વૈશેષિકના અને નૈયાયિકના મૂળભૂત સિદ્ધાંતો સ (દા.ત. અવયવ-અવયવીનો એકાંતભેદ, પરમાણુગત એકાંતનિત્યતા, આત્મગત વિભુત્વ, ઈશ્વરગત જગકર્તુત્વ વગેરે) સરખા હોવાથી તે બન્ને અરસપરસ સમાનતંત્રવાળા કહેવાય છે. તે જ રીતે સાંખ્યદર્શન વી અને પાતંજલયોગદર્શનના મૂળભૂત સિદ્ધાંતો (દા.ત. પુરુષ સર્વથા નિર્લેપ, જગતના ઉપાદાનકારણસ્વરૂપ પ્રકૃતિ, કાર્ય-કારણમાં તાદાસ્ય, સતકાર્યવાદ વગેરે) પણ સરખા છે. તેથી સાંખ્યો અને પાતંજલો પણ રસ સમાનતંત્રવાળા કહેવાય છે. તે જ રીતે શ્વેતાંબર જૈન દર્શન તથા દિગંબર જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો (દા.ત. અનેકાંતવાદ, કર્મવાદ, પરમાનંદમય મુક્તિ, સદ્-અસત્ કાર્યવાદ, પંચમહાવ્રત વગેરે) પ્રાયઃ સરખા હોવાથી શ્વેતાંબર અને દિગંબર પણ સમાનતંત્રવાળા કહેવાય છે. તેથી તેમના સિદ્ધાંતો સમાનતંત્રસિદ્ધાંત તરીકે સમજવા. નૈગમ, સંગ્રહ વગેરે નયોની વિચારણા ફક્ત શ્વેતાંબર અને દિગંબર જૈનદર્શનમાં જ જોવા મળે છે. તેથી નૈગમ આદિ નયની વિચારણા સમાનતંત્રસિદ્ધાંતરૂપે પ્રસ્તુતમાં સમજવી. દિગંબરકલ્પિત નથવિચારણાનું પ્રયોજન છે (પ્રવૃત્ત.) આપણે મૂળ વાતને અનુસરીએ. તે આ પ્રમાણે – દેવસેન નામના દિગંબરે પૂર્વે પ્રાકૃત ભાષામાં નયચક્ર નામનું પ્રકરણ રચ્યું અને ત્યાર બાદ સંસ્કૃત ભાષામાં આલાપપદ્ધતિ નામનું પ્રકરણ રચ્યું. બન્ને પ્રકરણમાં નય, ઉપનય વગેરેની કલ્પના લગભગ સમાન જ છે. તેમ જ ઉપરોક્ત બન્ને પ્રકરણને અનુસારે માઈલ્લધવલ નામના દિગંબરે પણ પ્રાકૃત ભાષામાં બૃહદ્ નયચક્ર નામનો નવીન ગ્રંથ રચ્યો.

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482