Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६२०
० नवनय-त्रिविधोपनयकल्पनोपन्यासः । છાંડી મારગ એ સમો, ઉપનય "મુખ જે કલ્પઈ રે;
તેહ પ્રપંચ પણિ જાણવા, “કહિઈ તે જિમ જલ્પઈ રે /પ/રા (૬૧) ગ્યાન.
એ સમો માર્ગ છાંડી કરીનઈ, જે = દિગંબર બાલ ઉપચારાદિક પ્રહવાનઇ કાજિ ઉપનય પ્રમુખ રા કલ્પઈ છઇ, તેહ પ્રપંચ = શિષ્યબુદ્ધિ અંધનમાત્ર છે. પણિ સમાનતંત્ર સિદ્ધાંત છઈ, તે માટઇ જાણવાનઈ કાર્જિ કહિછે; જિમ તે જલ્પઈ છઈ = સ્વપ્રક્રિયાઈ બોલઈ છઈ. તિમ કહીઈ છે. પ/શા साम्प्रतमाशाम्बरमतापाकरणायोपक्रमते – 'त्यक्त्वेति ।
त्यक्त्वेमं दिक्पटोपज्ञा नयोपनयकल्पना।
सा वञ्चनाऽपि बोधायोच्यते यथाऽऽह दिक्पटः ।।५/७।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – इमं त्यक्त्वा (या) दिक्पटोपज्ञा नयोपनयकल्पना सा वञ्चनाऽपि of यथा दिक्पट आह (तथा) बोधाय उच्यते ।।५/७ ।।।
चिन्तामणिं परित्यज्य काचग्रहणन्यायमनुसृत्य इमं यथार्थपदार्थप्रतीत्याधुपपादनसमर्थं प्राञ्जलं • श्वेताम्बरशास्त्रोक्तं प्रमाण-नयादिमागं त्यक्त्वा दिक्पटोपज्ञा = दिगम्बरबालेनोपचारादिग्रहणार्थं रचिता ण नयोपनयकल्पना = नवविधनय-त्रिविधोपनयादिप्रकल्पना सा परमार्थतो वञ्चना = शिष्यध्यन्धनमात्ररूपा का अपि = तथापि समानतन्त्रसिद्धान्तत्वाद् बोधाय = श्रोतृणामवगमाय यथा = येन प्रकारेण दिक्पटः = देवसेनाभिधानाशाम्बर आह = जल्पति नयचक्रे आलापपद्धतौ च तथैव इह अस्माभिः उच्यते ।
અવતરણિકા :- પ્રસ્તુત શાખામાં છ શ્લોક સુધી શ્વેતાંબર સંપ્રદાય અનુસારે પ્રમાણની અને નયની વિચારણા કરી. હવે ગ્રંથકારશ્રી દિગંબરમતના નિરાકરણ માટે ભૂમિકા બાંધે છે -
શ્લોકાર્થ - શ્વેતાંબરકથિત આ માર્ગને છોડીને દિગંબરે રચેલી નય-ઉપનય બન્નેની કલ્પના પંચના જ છે. છતાં જે પ્રમાણે દિગંબર કહે છે, તે પ્રમાણે શ્રોતાના બોધ માટે કહેવાય છે. (૫/૭)
k સમાનતંત્રસિદ્ધાન્તની ઓળખાણ . વ્યાખ્યાર્થ - શ્વેતાંબરશાસ્ત્રમાં દર્શિત નયસંબંધી માર્ગ સરલ છે. તથા યથાર્થપણે પદાર્થની પ્રતીતિ બ વગેરેની સંગતિ કરવા માટે સમર્થ છે. તેમ છતાં શ્વેતાંબરસંમત પ્રમાણ અને નય વગેરેના માર્ગને I (= વિભાગને) છોડીને અલ્પમતિવાળા દિગંબરે ઉપચાર વગેરેને ગ્રહણ કરવા માટે નવ પ્રકારના નય
અને ત્રણ પ્રકારના ઉપનય વગેરેની કલ્પના કરેલી છે. જેમ ગામડીયો ચિંતામણિરત્નને છોડી કાચના ટુકડાને ગ્રહણ કરે તેમ આ વાત સમજવી. તેથી દિગંબરરચિત નય-ઉપનયની કલ્પના પરમાર્થથી વંચના છે. અર્થાત્ શિષ્યની બુદ્ધિને કેવલ આંધળી કરવા માત્ર સ્વરૂપ છે. તેમ છતાં પણ દિગંબર જૈન હોવાના નાતે તેમના સિદ્ધાંતો સમાનતંત્રસિદ્ધાંત સ્વરૂપ બને છે. તેથી શ્રોતાઓને જણાવવા માટે જે પ્રકારે દેવસેન • કો.(૨+૫+૬+૮)માં “મુખ્ય” પાઠ. ૪ લા.(૧)માં “તેહ વક્ર પાઠ. મ મ માં “કહઈ પાઠ. કો.(૭)નો પાઠ લીધો છે. જે કો.(૧)માં “જિમ મુખ જલ્પ પાઠ. ણ પુસ્તકોમાં “. બુદ્ધિધંધન...” પાઠ. આ પુસ્તકોમાં “છે' પદ નથી. કો(૯) + સિ. + આ(૧)માં છે. • પુસ્તકોમાં ‘તિમ કહીઈ છે પાઠ નથી. આ.(૧)માં છે.