Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६२२
• अनुवादेऽवक्रतया भाव्यम् । प प्रकरणं द्रव्यस्वभावप्रकाशापराभिधानं रचितम् । यथावसरमुभयकर्तृकप्रकरणवचनानि तत्र तत्र दर्शयिष्यामः । रा प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'दिगम्बरदेवसेनोक्तिः उन्मार्गनायकत्वेन वञ्चना' इति जानानो__ऽपि ग्रन्थकृत् श्रोतृबोधाय तां यथावदिहोपदर्शितवान् । एतावतेदं ज्ञाप्यते यदुत अस्मदनभिप्रेतमपि " परकीयवचनं परेभ्यः अस्माभिः उच्यमानं यथावस्थितमेव भवेत् तथा कर्तव्यम्, न तु तत्र यद्वा श तद्वा निक्षेप्तव्यम्, न वा ततः किञ्चिद् मोषितव्यम् । इत्थमेवाऽन्यदीयवचनोपदर्शने शिष्टत्वं क स्थेमानं भजेत् । तत्प्रकर्षे च “अक्खयं सोक्खं अणंतं च अणोवमं” (म.नि.६/१२२/पृ.१६४) इति णि महानिशीथोक्तं मोक्षं महामुनिः लभते ।।५/७ ।।
તેનું બીજું નામ દ્રવ્યસ્વભાવપ્રકાશ છે. દેવસેનજી અને માઈલધવલજી આ બન્ને દિગંબરોએ રચેલ ઉપરોક્ત ગ્રંથોના વચનો સમાનતંત્રસિદ્ધાન્તસ્વરૂપ હોવાના લીધે, અવસર મુજબ તે તે સ્થળે અમે તેને જણાવશું.
છે ... તો સજનતા ટકે છે આધ્યાત્મિક ઉપનય :- “સામેની વ્યક્તિની = દિગંબર દેવસેનની વાત ગેરમાર્ગે દોરનાર હોવાથી વંચના સ્વરૂપ છે' - તેવું જાણવા છતાં શ્રોતાની જાણકારી માટે તેને યથાવત્ બતાવવાની ઉદારતા પણ અહીં ગ્રંથકારશ્રીએ કરેલ છે. તેનાથી આપણને નવી વાત એ શીખવા મળે છે કે કોઈ વ્યક્તિની વાત
આપણને યોગ્ય ન જણાતી હોવા છતાં પણ અન્ય વ્યક્તિની પાસે તે વાતની રજૂઆત આપણે કરીએ * ત્યારે તેમાં મીઠું-મરચું ભભરાવવાની કે ફેરફાર કરીને વક્ર રીતે રજૂઆત કરવાની ભૂલ આપણે કદાપિ
ન કરવી. આવી રીતે વર્તવામાં આવે તો જ સજ્જનની સજ્જનતા ટકી રહે. તેવી સજ્જનતાનો પ્રકર્ષ થાય તો મહામુનિ મહાનિશીથમાં જણાવેલ અક્ષય, અનન્ત અને અનુપમ એવા સુખસ્વરૂપ મોક્ષને મેળવે છે. (૫૭)
લખી રાખો ડાયરીમાં.....
• સાધનાના નિયત દિવસોમાં સાધના સરળ છે.
ઉપાસનાના કોઈ નિયત દિવસ નથી.
• વાસના પ્રેમની વિકૃતિ છે.
ઉપાસના એ પ્રેમની પ્રકૃતિ-સંસ્કૃતિ છે. • સાધનાની આધારશિલા છે, વીતરાયકર્મનો ક્ષયોપશમ.
ઉપાસનાની આધારશિલા છે, મોહનીસકર્મનો ક્ષયોપશમ.
१. अक्षयं सौख्यम् अनन्तञ्च अनुपमम्।