Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• तार्किकाऽऽध्यात्मिकदृष्टिसमन्वयः कार्य: ०
૧/૮ व्यवहारः भेदविषयः” (आ.प.पृ.२०) इत्यादिकम् । उभयनयानुविद्धत्वात् प्रवचनस्य द्वौ अपि तौ ५ ग्राह्यौ, अन्यथा मिथ्यात्वादिप्रसङ्गात् । तदुक्तं विशेषावश्यकभाष्ये '“निच्छय-व्यवहारोवणीयमिह सासणं T નિવાઈiા થરપરિડ્યાગો મિષ્ઠ સંવાવો ને યા” (વિ.આ.આ.૨૨૮૧) તિા म दिगम्बरीयाऽऽध्यात्मिकपरिभाषया द्विविधनयनिरूपणं तु अष्टमशाखायां भविष्यति। तदुत्तरं
च तत्रैव देवसेनमतसमीक्षासमारम्भः अष्टमश्लोकादित्यवधेयम्। २१ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – देवसेनेन तर्काऽध्यात्मार्पणया विविधो नयविभागः प्रदर्शितः । क तत इदं सूच्यते यदुत तार्किकशैल्या पदार्थं निर्णीय आध्यात्मिकशैल्या अपि पदार्थः विमृश्यः । णि वस्तुप्रेक्षी विचारः तर्कवादमार्गे जीवं प्रेरयति आत्मप्रेक्षी विचारश्च अध्यात्ममार्गे प्रेरयति । बाह्यक पदार्थस्वरूपं तर्कवादतः स्पष्टतया प्रतिभासते परमात्मस्वरूपञ्चाध्यात्मवादतः स्पष्टतया प्रतिभासते।
अत आत्महितानुकूल्येन तर्कवादमवलम्ब्य मोक्षौपयिकं पदार्थं सुविनिश्चित्य तार्किकाऽऽध्यात्मिकનિશ્ચયનય અભેદવિષયક જાણવો. તથા આધ્યાત્મિક વ્યવહારનય ભેદવિષયક જાણવો.” જિનશાસન નિશ્ચય-વ્યવહારનયથી અનુવિદ્ધ છે. તેથી નિશ્ચય અને વ્યવહાર - બન્ને નય આદરણીય છે. બેમાંથી
એક નયનો પણ ત્યાગ કરવામાં આવે તો મિથ્યાત્વ વગેરે દોષો લાગુ પડે. તેથી જ શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “નિશ્ચય અને વ્યવહાર નય દ્વારા અહીં જિનેશ્વર ભગવંતોનું શાસન આવેલ છે. તેથી બેમાંથી એક પણ નયને છોડવામાં આવે તો મિથ્યાત્વ તથા શંકા વગેરે દોષો લાગુ પડે.”
# પૂર્વાપર અનુસંધાન : સ (વિ.) દિગંબરસંમત આધ્યાત્મિક પરિભાષા મુજબ પ્રસ્તુત બે નયનું નિરૂપણ આ ગ્રંથમાં આઠમી - શાખાના પ્રારંભમાં કરવામાં આવશે. ત્યાર બાદ આઠમી શાખામાં જ આઠમા શ્લોકથી દેવસેનમતસમીક્ષાનો તો શુભારંભ થશે. આ વાતને વિજ્ઞ વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
તાર્કિક પદ્ધતિ અને આધ્યાત્મિક પદ્ધતિનો સમન્વય સાધો જ આધ્યાત્મિક ઉપનયા:- દેવસેનજીએ તર્કને અને અધ્યાત્મને કેન્દ્ર સ્થાનમાં ગોઠવી નયના વિભિન્ન વિભાગ બનાવ્યા છે. આનાથી આપણે એટલો બોધપાઠ લેવા જેવો છે કે કોઈ પણ વસ્તુને તાર્કિક શૈલીથી વિચાર્યા બાદ આધ્યાત્મિક પદ્ધતિએ પણ આપણે વિચારવી જોઈએ. વસ્તુલક્ષી વિચારધારા જીવને તર્કવાદની દિશામાં આગળ ધપાવે છે. જ્યારે આત્મલક્ષી વિચારણા જીવને અધ્યાત્મવાદના માર્ગે આગેકૂચ કરાવે છે. પદાર્થના સ્વરૂપની સ્પષ્ટતા તર્કવાદના માધ્યમથી થાય છે. જ્યારે પરમાત્મસ્વરૂપની સ્પષ્ટતા અધ્યાત્મવાદના આલંબને જ થાય છે. આથી આત્મહિત જોખમાય નહીં તે રીતે યથોચિતપણે તર્કવાદનો ટેકો લઈ મોક્ષસાધક પદાર્થનો સમ્યફ નિર્ણય કરી, આગળ જતાં તાર્કિક દૃષ્ટિનો અને આધ્યાત્મિક દૃષ્ટિનો સમન્વય કરવા દ્વારા અધ્યાત્મવાદસમુદ્રમાં ઊંડા ઉતરી શાશ્વત આત્માનંદ, કેવલજ્ઞાન વગેરે ગુણરત્નોને પ્રાપ્ત કરી લેવા એ જ આપણું-આત્માર્થીઓનું પરમ કર્તવ્ય છે. કારણ કે શાશ્વત આત્માનંદ વગેરે 1. निश्चय-व्यवहारोपनीतमिह शासनं जिनेन्द्राणाम्। एकतरपरित्यागो मिथ्यात्वं शङ्कादयो ये च।।