Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६०४
☼ गौणरूपेणाऽपि नयान्तरविषयानभ्युपगमे मिथ्यात्वम्
५/६
ऽवगमवत्। तदिदमभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये " जमणेगधम्मणो वत्थुणो तदंसे च सव्वपडिवत्ती । अन्ध व्ब गयावयवे तो मिच्छदिट्ठिणो वीसु।।” (वि.आ.भा.२२६९), “जं पुण समत्तपज्जायवत्थुगमग त्ति
प
समुदिया तेणं। सम्मत्तं चक्खुमओ सव्वगयावयवगहणे व्व । । ” ( वि. आ. भा. २२७० ) इति । ततश्च उच्छृङ्ख可 लत्वाद् उपसर्जनभावेनाऽपि नयान्तरविषयाऽनभ्युपगमे दुर्नयत्वाऽऽपत्त्यैव वैशेषिकशास्त्रजनको द्रव्यार्थिक म - पर्यायार्थिकनयौ अपि दुर्नयतामाप्नुतः । ' परमाणुः सर्वथा नित्य एव' इति प्रतिपादकः उलूकाऽभ्युपर्शु गतद्रव्यार्थिकनयः पर्यायार्थिकनिरपेक्षः, पर्यायार्थिकसम्मतस्य परमाणुनिष्ठस्याऽनित्यत्वस्याऽपलापात् । एवं 'ज्ञानं क्षणिकमेव' इति प्रतिपादकः उलूकाऽभ्युपगतपर्यायार्थिकनयोऽपि द्रव्यार्थिकनिरपेक्षः, द्रव्यार्थिकनयदृष्ट्या ज्ञानात्मनोः अभिन्नतया आत्मस्वरूपेण ज्ञाननिष्ठनित्यतायाः अपलापात् । इत्थम् उलूकाऽभ्युपगतयोः मिथो निरपेक्षयोः द्रव्यार्थिक-पर्यायार्थिकनययोः मिथ्यात्वेन तत्प्रणीतं वैशेषिकका शास्त्रमपि मिथ्येति सिद्ध्यति ।
क
र्णि
विशेषावश्यक भाष्यवृत्ती श्रीमलधारिहेमचन्द्रसूरिकृता तद्व्याख्या एवम् “ द्वाभ्यामपि
= द्रव्य
al
જણાવેલ છે કે “જે કારણે અનેક ગુણધર્મવાળી વસ્તુના એક અંશમાં સંપૂર્ણ વસ્તુ તરીકેની સમજણ આંધળા માણસને હાથીના એકાદ અવયવમાં સંપૂર્ણ હાથી તરીકેની સમજણ થાય તેના જેવી છે, તે કારણે છૂટા-છવાયા નયો મિથ્યાર્દષ્ટિ છે. વળી, જે કારણે ભેગા થયેલા નયો સમસ્તપર્યાયયુક્ત એવી વસ્તુનો નિર્ણય કરાવે છે, તે કારણે તે સમ્મીલિત સર્વ નયો સમ્યક્ છે. જેમ હાથીના તમામ અવયવોનું જ્ઞાન થતાં સર્વગજઅવયવસમૂહાત્મક હાથીનો સ્વીકાર કરનારા આંખવાળા માણસોનો બોધ સમ્યક્ છે તેમ ઉપરની વાત સમજવી.” આ કારણસર ઉચ્છંખલ હોવાના લીધે અન્ય નયના વિષયનો ગૌણરૂપે પણ સ્વીકાર કરવાની તૈયારી ન રાખનાર નય દુર્રયાત્મક બની જવાથી જ વૈશેષિકશાસ્રજનક દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય પણ દુર્રયસ્વરૂપ બને છે. કેમ કે ઉલૂક ઋષિએ ગ્રહણ કરેલ દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિકનયથી નિરપેક્ષ છે તથા પર્યાયાર્થિકનય દ્રવ્યાર્થિકથી નિરપેક્ષ છે. તે કહે છે કે ‘પરમાણુ એકાંતનિત્ય જ છે’ - આ વાતને ઉલૂક જે દ્રવ્યાર્થિકનયના આધારે જણાવે છે, તે દ્રવ્યાર્થિકનય પર્યાયાર્થિકથી નિરપેક્ષ છે. પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી પરમાણુમાં રહેનાર અનિત્યત્વનો તે અપલાપ કરે છે. માટે તે વચન મિથ્યા છે. તથા ‘જ્ઞાન ક્ષણિક જ છે' આ વાતને ઉલૂક જે પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી જણાવે છે તે પર્યાયાર્થિકનય પણ દ્રવ્યાર્થિકથી નિરપેક્ષ છે. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ જ્ઞાન આત્માથી અભિન્ન હોવાથી આત્મસ્વરૂપે તે નિત્ય છે. પણ ઉલૂકસ્વીકૃત પર્યાયાર્થિકનય તે નિત્યતાનો અપલાપ કરે છે. માટે તે વચન પણ મિથ્યા છે. માટે ઉલૂકપ્રણીત વૈશેષિકશાસ્ત્ર પણ મિથ્યા છે તેમ સિદ્ધ થાય છે.
સ
જૈનોને સાપેક્ષ નો સ્વીકાર્ય
(વિશેષા.) સંમતિતર્ક પ્રકરણની ‘ોહિ વિ...’ ગાથા શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં
1. यदनेकधर्मणो वस्तुनः तदंशे च सर्वप्रतिपत्तिः । अन्धा इव गजावयवे ततो मिथ्यादृष्टयो विष्वक् ।।
2. यत् पुनः समस्तपर्यायवस्तुगमका इति समुदिताः तेन । सम्यक्त्वं चक्षुष्मन्तः सर्वगजावयवग्रहण इव । ।