Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 419
________________ ० प्रमाणस्येव नयस्य उभयांशग्राहित्वसमर्थनम् । ननु सुनयत्व-दुर्नयत्वविनिर्मुक्तस्य नयत्वाऽऽक्रान्तस्य द्रव्यार्थिकस्य 'द्रव्यादयः मिथः अभिन्नाः प सन्त्येव' इति वाक्ये का गति ? तत्र नयसङ्केतशालिस्यात्पदविरहेण भेदभानायोगादिति चेत् ? 7 ___ अत्रोच्यते - अभिन्नपदाद् मुख्यवृत्त्या अभेदबोधे श्रोतुः अभ्यासपाटवादिवशतो गत्यन्तरविरहेण । अभिन्नपदगौणीवृत्त्या वेदान्तिसम्मतविरुद्धलक्षणादिस्वरूपया युगपत् क्रमशो वा भेदभाने बाधकविरहात्, यद्वा तत्राऽपि स्यात्पदस्य गम्यमानत्वेन भेदभानस्य अव्याहतत्वादिति दिक् । સંકેતશાલી “પર” શબ્દથી દ્રવ્યાદિનો ભેદ શાબ્દબોધમાં ભાસે છે. તેથી દ્રવ્યાદિનો ભેદ પર્યાયાર્થિકનયના મત મુજબ મુખ્ય = અનુપચરિત છે. તથા “થષ્યિ શબ્દ અહીં નયસાપેક્ષ સંકેત મુજબ દ્રવ્યાદિના અભેદનું આર્થ બોધમાં ભાન કરાવે છે. તેથી દ્રવ્યાદિનો અભેદ પર્યાયાર્થિકનયના મત મુજબ ઉપચરિત = ગૌણ છે. તથા ‘દ્રવ્યઃ ૪થષ્યિ નિત્ય જીવ’ આ વાક્ય દ્રવ્યાર્થિક નયનું છે. લૌકિક સંકેતવાળા નિત્ય’ શબ્દથી દ્રવ્યાદિની નિત્યતા શાબ્દ બોધમાં ભાસે છે. તેથી દ્રવ્યાદિમાં નિત્યતા દ્રવ્યાર્થિકનયના મત મુજબ મુખ્ય છે. તથા “થષ્યિ’ શબ્દ અહીં નયસાપેક્ષ સંકેત મુજબ દ્રવ્યાદિની અનિત્યતાનું આર્થ બોધમાં ભાન કરાવે છે. તેથી દ્રવ્યાદિગત અનિત્યતા દ્રવ્યાર્થિકનયના મત મુજબ ઉપચરિત છે. તે જ રીતે “વ્યાદ્રિઃ ઋથષ્યિ નિત્ય જીવ’ આ વાક્ય પર્યાયાર્થિકનયનું છે. લૌકિકસંતવાળા નિત્ય શબ્દથી દ્રવ્યાદિની અનિત્યતાનું શાબ્દ બોધમાં ભાન થાય છે. તેથી દ્રવ્યાદિનિષ્ઠ અનિત્યતા પર્યાયાર્થિકનયના મત મુજબ મુખ્ય છે. તથા “શ્વિ' શબ્દ અહીં નયસાપેક્ષ સંકેત મુજબ દ્રવ્યાદિની નિત્યતાનું સ આર્થ બોધમાં ભાન કરાવે છે. તેથી દ્રવ્યાદિગત નિત્યતા પર્યાયાર્થિકનયના મત મુજબ ઉપચરિત છે. શંક :- (ના) નયવાક્યમાં “ચા” પદ દ્વારા નયસંકેતસ્વરૂપ શક્તિથી ગૌણ અર્થના ભાનની તી | તમે વાત કરો છો. પણ તેવું માનવામાં એક સમસ્યા ઉપસ્થિત થાય છે કે સુનયત્વ-દુર્નયત્વશૂન્ય એવા દ્રવ્યાર્થિકનયના વાક્યમાં “ચાત્' પદનો પ્રયોગ જ નહિ હોય ત્યાં તમે શું કરશો ? દા.ત. “દ્રવ્યયઃ રર મિથઃ મન્ન: સજ્જૈવ આવા પ્રકારના વાક્યમાં ગૌણરૂપે ભેદનું ભાન કેવી રીતે કરશો ? “” પદ વિના અન્ય અંશનું ભાન ૪ સમાધાન :- (ત્રો) તમારી શંકાનું સમાધાન જણાવાય છે. ઉપરોક્ત સ્થળે “અભિન્ન' પદની મુખ્યવૃત્તિથી (= આલંકારિકમતે અભિધાથી, નૈયાયિકમતે શક્તિથી) અભેદ અર્થનો બોધ થશે તથા શ્રોતાની અભ્યાસપટુતા વગેરેના આધારે “અભિન્ન' પદની વેદાન્તિસંમત વિરુદ્ધલક્ષણાસ્વરૂપ ગૌણી વૃત્તિથી (કે આલંકારિકમતે આથી વ્યંજનાથી અથવા તૈયાયિકમતે લક્ષણાથી) ભેદનું ભાન માનવામાં કોઈ દોષ નહિ આવે. અહીં આલંકારિકમતે તથા તત્વચિંતામણિકારમતે ભેદ-અભેદનું યુગપતુ ભાન થઈ શકે છે. તથા એક વાર બોલાયેલ શબ્દ એક જ અર્થનું બોધક બને' - આ ન્યાયને મુખ્ય બનાવવામાં આવે તો પ્રથમ અભિન્નપદશક્તિથી અભેદનું ભાન અને ત્યાર બાદ અભિન્નપદની લક્ષણાથી ભેદનું ભાન માની શકાય છે. અહીં “ચા” પદ ન હોવાથી ભેદનું ભાન માનવા માટે “મિત્ર’ પદની ગૌણી વૃત્તિને માન્યા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. આ રીતે સુનય-દુર્નયભિન્ન દ્રવ્યાર્થિકનયના વાક્ય દ્વારા ગૌણ-મુખ્યવૃત્તિથી ભેદભેદનું ભાન માનવામાં કોઈ વાંધો આવે તેમ નથી. અથવા તો એમ પણ કહી શકાય કે ઉપરોક્ત સ્થળે “ચા” શબ્દનો પ્રયોગ ન થયો હોવા છતાં ત્યાં પણ અધ્યાહારથી “ચત પદ જણાય છે. તેથી

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482