Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
/
* वाच्यप्रकाशाऽविनाभावी व्यङ्ग्यप्रकाशः
५८३
त्रैकस्मादेव द्रव्यास्तिकनयवचनाद् वस्तुनि द्रव्यात्मकत्वगोचरः शाब्दः बोधः अभिधाशक्तिजन्यः गुण प -पर्यायात्मकत्वगोचरश्च आर्थः बोधः आर्थीव्यञ्जनाजन्यः आलङ्कारिकमतानुसारेण सम्भवत्येव । न च तथापि क्रमिकत्वमेव तयोः युज्यत इति शङ्कनीयम्,
युगपत्तदुभयप्रतीतेः। सम्मतञ्चेदमालङ्कारिकाणामपि । तदुक्तं ध्वन्यालोके आनन्दवर्धनेन “न हि व्यङ्ग्ये प्रतीयमाने वाच्यबुद्धिः दूरीभवेत्, वाच्याऽवभासाऽविनाभावेन तस्य प्रकाशनाद् ” ( ध्व . उद्योत - ३ પૃ.રૂ૦૬) તિા
वैयाकरणमतानुसारेण प्रसिद्धाऽप्रसिद्धशक्तिमूलकोभयांशभानं सम्भवति । तदुक्तं नागेशेन र्णि परमलघुमञ्जूषायाम् “ शक्तिः द्विविधा પ્રસિદ્ધા અપ્રતિદ્રા 71 (1) ઞામન્તવૃદ્ધિવેધત્વ પ્રસિદ્ધત્વમ્। (૨) सहृदयहृदयमात्रवेद्यत्वम् अप्रसिद्धत्वम् । तत्र गङ्गादिपदानां प्रवाहादौ प्रसिद्धशक्तिः, तीरादौ चाऽप्रसिद्धेति का કરાવે છે. તેથી પ્રસ્તુતમાં ‘વસ્તુ કથંચિત્ દ્રવ્યાત્મક છે' - આવા એક જ દ્રવ્યાસ્તિકનયવાક્યથી વસ્તુમાં દ્રવ્યાત્મકતાવિષયક જે શાબ્દ બોધ થાય છે તે શબ્દગત અભિધા નામની શક્તિથી ઉત્પન્ન થાય છે તથા ગુણ-પર્યાયાત્મકતાવિષયક જે અન્ય આર્થ બોધનો પ્રાદુર્ભાવ થાય છે તે આર્થી વ્યંજનાથી જન્ય છે. આ રીતે એક જ નયવાક્યથી શાબ્દ બોધ અને આર્થ બોધ - આમ બે પ્રકારના બોધ અલંકારશાસ્ત્રવિશારદોના મત મુજબ થઈ શકે છે.
શંકા :- (નચ.) ભલે એક નયવાક્ય દ્વારા શાબ્દ બોધ અને આર્થ બોધ - એમ બન્ને પ્રકારના બોધ થાય. છતાં પણ તે બન્નેમાં ક્રમિકપણું જ માનવું યોગ્ય છે. તેથી વાચ્યાર્થનો અને વ્યંગ્યાર્થનો એકીસાથે પ્રકાશ નહિ થાય. તેથી યુગપદ્ વૃત્તિષ્ક્રયની પ્રવૃત્તિ માન્ય નહિ થાય.
* વાચ્ય-વ્યંગ્યની યુગપત્ પ્રતીતિ
સ
સમાધાન :- (યુવ.) તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે શાબ્દ બોધમાં વાચ્યાર્થની પ્રતીતિ જ્યારે થાય છે ત્યારે જ આર્થ બોધમાં વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે. અનુભવ આ પ્રમાણે છે. માટે I યુગપદ્ વૃત્તિષ્ક્રયની પ્રવૃત્તિ માનવામાં વિરોધ નથી. આ વાત અલંકારશાસ્ત્રનિષ્ણાતોને પણ માન્ય છે. ધ્વન્યાલોક ગ્રંથમાં આનંદવર્ધનજીએ જણાવેલ છે કે વ્યંગ્યની પ્રતીતિ થતી હોય ત્યારે વાચ્યવિષયક બુદ્ધિ દૂર ન થઈ શકે. કારણ કે વ્યંગ્યાર્થનું પ્રકાશન વાચ્યાર્થના (=અભિધાશક્તિ-વિષયના) અવભાસની સાથે અવિનાભાવસંબંધથી થાય છે.' આમ વાચ્યના અને વ્યંગ્યના અવિભક્ત પ્રકાશ દ્વારા યુગપદ્ વૃત્તિયની પ્રવૃત્તિ સિદ્ધ થાય છે. આમ અલંકારશાસ્ત્રસિદ્ધાન્ત મુજબ, એક જ નયવાક્યથી વસ્તુના એક અંશનું શાબ્દ બોધમાં અને અન્ય અંશનું આર્થ બોધમાં યુગપત્ ભાન સંભવે જ છે.
અે પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ શક્તિથી શાબ્દબોધ : વૈયાકરણ છે
(વૈયા.) વૈયાકરણ વિદ્વાનોના મત મુજબ પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ શક્તિના માધ્યમથી વસ્તુના ઉભય અંશનું ભાન થઈ શકે છે. આ અંગે નાગેશભટ્ટ નામના વૈયાકરણે પરમલઘુમંજૂષા ગ્રંથમાં જણાવેલ છે કે “શબ્દની શક્તિ બે પ્રકારે છે. (૧) પ્રસિદ્ધ અને (૨) અપ્રસિદ્ધ. મંદબુદ્ધિવાળા પણ જેને ઓળખી શકે તે પ્રસિદ્ધ શક્તિ. તથા વિશિષ્ટબુદ્ધિવાળા જ જેને પારખી શકે તે અપ્રસિદ્ધ શક્તિ. જેમ કે ‘ગંગા’