Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• आलङ्कारिकपरिभाषानुसृतमतद्योतनम् ।
५८१ (૪) તત્સાહવર્યા ‘પરી’ પ્રવેશ' (૧) તાવ - રૂદ્ધાર્થી શૂળ રૂદ્રા” (T.૪.મ.પૃ.૭૭) તિા છે
आलङ्कारिकाणामिदमाकूतम् - अर्थस्य त्रिविधत्वाद् अर्थबोधिका शब्दशक्तिः त्रिधा अभिधा रा -लक्षणा-व्यञ्जनाभिधाना। तदुक्तं विश्वनाथेन साहित्यदर्पणे - “अर्थो वाच्यश्च लक्ष्यश्च व्यङ्ग्यश्चेति .... त्रिधा मतः। वाच्योऽर्थोऽभिधया बोध्यो लक्ष्यो लक्षणया मतः। व्यङ्ग्यो व्यञ्जनया ताः स्युस्तिस्रः शब्दस्य । शक्तयः ।।” (सा.द.२/२-३) इति । स्वार्थबोधमाधाय अभिधा-लक्षणयोः विरामेऽर्थान्तरबोधिका शे व्यञ्जनाऽभिधाना तृतीया शब्दशक्तिः उपयुज्यते। सा व्यञ्जना द्विधा शाब्दी आर्थी च। अभिधा-क लक्षणामूलकतया शाब्दी व्यञ्जनाऽपि द्विधा भिद्यते। तदुक्तं साहित्यदर्पणे एव “विरतास्वभिधाद्यासुर ગંગાની નિકટ ઘોષ હોવાથી “ગંગામાં ઘોષ છે' - આમ બોલવું તે તત્સામીપ્યનિમિત્તક લક્ષણા સમજવી.
(૪) તત્સાહચર્ય એટલે તેની સાથે ચરવું-ફરવું. લાકડીની સાથે જ હંમેશા ચાલતા માણસને ઉદેશીને આ લાકડીને આવવા દો' - આમ બોલવું તે તત્સાહચર્યનિમિત્તક લક્ષણા કહેવાય.
(૫) તાદર્થ્ય એટલે તેના માટે હોવાપણું. યજ્ઞમાં ઈન્દ્ર માટે થાંભલો ગોઠવવામાં આવે ત્યારે આ થાંભલો ઈન્દ્ર છે' - આમ બોલવું તે તાદર્થ્યનિમિત્તક લક્ષણા સમજવી.” છઠ્ઠી શાખાના આઠમા શ્લોકની વ્યાખ્યામાં આ બાબત વિસ્તારથી જણાવશું.
વ્યંજનાવૃત્તિ વિચાર જ સપષ્ટતા :- શબ્દની વ્યંજનાવૃત્તિને અલંકારશાસ્ત્રનિષ્ણાતો સ્વીકારે છે. શબ્દ શક્તિ દ્વારા જે અર્થને બતાવે તે કરતાં વિલક્ષણ અર્થને વ્યંજનાવૃત્તિ દર્શાવે છે. “વાહ! તમારી બહાદુરી ! કૂતરો જોઈને ભાગ્યા !! અહીં શબ્દ શક્તિ દ્વારા તથા વ્યંજના દ્વારા જુદા-જુદા અર્થને દર્શાવે છે. “તમને કચ્છી થોડા કહેવાય ? કચ્છી તો ભોળા હોય ભોળા !' અહીં પણ શક્યાર્થ કરતાં વ્યંગ્યાર્થ જુદો જ ભાસે છે છે. શબ્દ કાંઈક કહે અને વક્તાનું તાત્પર્ય કોઈક જુદી જ દિશામાં હોય ત્યારે આ વ્યંજના વૃત્તિ કામ | કરે છે. શ્લેષ અલંકાર, વ્યાજસ્તુતિ અલંકાર, અન્યોક્તિ અલંકાર સમજવાથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે.
છે વ્યંજનાવૃત્તિના બે પ્રકાર છે (વાર્તા.) અલંકારશાસ્ત્રનિષ્ણાતોનું તાત્પર્ય એવું છે કે શબ્દના અર્થ ત્રણ પ્રકારે હોવાથી અર્થબોધક શબ્દશક્તિ પણ ત્રણ પ્રકારની છે. શબ્દશક્તિના ત્રણ નામ આ મુજબ છે – (૧) અભિધા, (૨) લક્ષણા, (૩) વ્યંજના. વિશ્વનાથ કવિએ સાહિત્યદર્પણ ગ્રંથમાં આ અંગે જણાવેલ છે કે “વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય - આમ ત્રણ પ્રકારે અર્થ માન્ય છે. અભિધા દ્વારા શબ્દનો વાચ્યાર્થ જણાય છે. લક્ષણા દ્વારા લક્ષ્યાર્થ ભાસે છે. તથા વ્યંજના વડે વ્યંગ્યાર્થ જણાય છે. આમ શબ્દની શક્તિના ત્રણ ભેદ છે.” પોતાના અર્થનો બોધ કરાવીને શબ્દની અભિધાશક્તિ અને લક્ષણ જ્યારે અટકી જાય ત્યારે અન્ય અર્થનો બોધ કરાવવા માટે શબ્દગત વ્યંજના નામની ત્રીજી શક્તિ ઉપયોગી બને છે. તેના બે ભેદ છે. શાબ્દી વ્યંજના અને આથી વ્યંજના. શાબ્દી વ્યંજનાના પણ બે પ્રકાર છે. (૧) અભિધામૂલક શાબ્દી વ્યંજના તથા (૨) લક્ષણામૂલક શાબ્દી વ્યંજના. સાહિત્યદર્પણમાં જ કહેલ છે કે પોતપોતાના અર્થને બતાવીને અભિધા વગેરે વૃત્તિઓ = શબ્દશક્તિઓ શાન્ત થઈ ગઈ હોય ત્યારે જેના દ્વારા અર્થનો બોધ થાય તે વ્યંજના