Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• पर्यायार्थिकोपयोगतोऽहङ्कारादित्यागः । प्रतिपादकस्य पर्यायार्थिकनयस्य उपयोगः स्वप्रशंसाश्रवणकाले इत्थं कार्यः यदुत ‘प्रशस्यमाननिर्मलगुण -पर्यायेभ्यः अहं पृथक् शुद्ध आत्मा, सर्वे चात्मानः शुद्धा एवेति को मे मदावकाशः ? अन्येभ्यो मयि को विशेषः येनाहं मदं कुर्याम् ?'। इत्थं तदा गुण-पर्यायेभ्यः भिन्नस्य स्वात्मद्रव्यस्य भानं प कर्तव्यम् ।
___ एवं चेतसि स्वसुकृतानुमोदनावसरे निर्मलगुण-पर्यायेभ्यः स्वात्मा पृथक् कार्यः, येनाऽहङ्कारो । નાગડવિર્મવેત્ા ઉત્પાતાંડવપતિ (Volley-Ball)-પતિનુજ(Foot-ball)-ષ્ટિન્વ (Hockey) | -શિવયવન્યુવક(Basket-ball)- ઝન્યુઝ(Cricket)-મગ્ધ છવુ(Table-tennis)-વતુર- - (Chess)प्रभृतिक्रीडामग्नतया प्रमादवशशुद्धगुण-पर्यायपरित्यागावसरे ‘मदीयम् अस्तित्वं निर्मलगुण -पर्यायेषु एव वर्तते । तन्निवृत्तौ चाहं निवर्तेय' इति गौणवृत्त्या द्रव्य-गुणाद्यभेदं पर्यायार्थिकनयसम्मतं १ विज्ञाय आत्मार्थिना अप्रमत्ततया भाव्यम् । द्रव्यार्थिकनयतो द्रव्य-गुण-पर्यायाणामभिन्नत्वेऽपि गुण र्णि -पर्यायनाशे द्रव्यनाशः परमार्थतो द्रव्यार्थिकनये नाभिप्रेतः परन्तु पर्यायार्थिकनये । अत इहोपदर्शितः ... द्रव्य-गुणाद्यभेदः पर्यायार्थिकनयसम्मतो गौणवृत्तिक उपयुज्यते इत्यवधेयम् । तदवलम्बनतश्च शान्तसुधारसवृत्ती वर्णितं “निवृत्तिशर्म = सहजं वृत्तिपञ्चकरहितं मुक्तिस्थं सुखम्” (शा.सु.७/७/वृ.पृ.३७) आसन्नतरं भवति ।।५/३।। પ્રશંસા થાય છે તેનાથી હું જુદો છું. હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. સર્વ જીવો શુદ્ધ આત્મસ્વરૂપ છે. તો મારે અભિમાન કરવાની જરૂર શી છે ? બીજા કરતાં મારામાં વિશેષતા શું છે ?' આ રીતે ત્યારે દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ભેદનું ભાન કરવાનું છે.
» નિર્મળ ગુણ-પર્યાયમાં આપણું અસ્તિત્વ છે (ઉં.) તથા પોતાના સુકૃતની મનોમન અનુમોદના કરતી વખતે પોતાના નિર્મળ ગુણ-પર્યાયોથી પોતાની જાતને (= સ્વાત્મદ્રવ્યને) અલગ તારવી લેવાનો પ્રયત્ન કરવો. જેથી સ્વાભિમાન ન થાય. વૉલિબોલ, ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, ક્રિકેટ, ટેબલ ટેનીસ, ચેસ વગેરે રમતગમતમાં મશગૂલ બની, પ્રમાદવશ | બનેલો સાધક પ્રગટ થયેલા નિર્મળ ગુણ-પર્યાયોને ગુમાવતો હોય ત્યારે “મારું અસ્તિત્વ તો નિર્મળ ગુણ -પર્યાયમાં જ છે. તે રવાના થશે તો મારું અસ્તિત્વ જોખમાઈ જશે' - આ પ્રમાણે દ્રવ્ય || -ગુણાદિગત ગૌણ અભેદને દર્શાવનાર પર્યાયાર્થિકની સમજણ આત્માર્થીએ મેળવવી જોઈએ. તથા તેના દ્વારા અપ્રમત્ત બનવા સાધકે તત્પર રહેવું જોઈએ. દ્રવ્યાર્થિકના મતે દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે અભેદ માન્ય હોવા છતાં ગુણ-પર્યાયનો તિરોભાવ કે નાશ થતાં પરમાર્થથી દ્રવ્યનાશ તેને માન્ય નથી. જ્યારે પર્યાયાર્થિકનયના મતે ગુણ-પર્યાયનો નાશ થતાં તે સ્વરૂપે દ્રવ્યનો નાશ માન્ય છે. તેથી અહીં જે દ્રવ્ય -ગુણાદિ વચ્ચે અભેદ બતાવેલ છે તે દ્રવ્યાર્થિકનયનો નહિ પણ પર્યાયાર્થિકનયનો વિષય છે. તથા તે અભેદ ગૌણ છે, મુખ્ય નથી. તેમજ તે અભેદ જ પ્રસ્તુતમાં ઉપયોગી છે. આ વાત ખ્યાલમાં રાખવી. તે અભેદનું આલંબન કરવાથી શાંતસુધારસવૃત્તિમાં દર્શાવેલ મુક્તિસુખ ખૂબ નજીક થાય છે. ત્યાં ગંભીરવિજયજીએ જણાવેલ છે કે “મુક્તિમાં રહેલું સુખ સહજ છે, પાંચ ઈન્દ્રિયોની વૃત્તિથી રહિત છે.” (પ/૩)