Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• नयगौण-मुख्यभावप्रदर्शनम् ।
५८७ युक्तञ्चाऽयुक्तवद् भाति, तस्याऽयुक्तञ्च युक्तवद् ।।” (षट्खण्डागम-पुस्तक-१ धवला पृ.१६) इति । ततश्च । प्रमाणादिकमभ्यसनीयम् इति ।। ध्रुवपदव्याख्यानम् ।।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - 'नयः मुख्यवृत्त्या स्वाभिप्रायं गौणवृत्त्या च पराभिप्रायं । दर्शयतीति राद्धान्तं मनसिकृत्य यथाप्रयोजनं निजभूमिकौचित्येन नयाः आलम्बनीयाः। तथाहि - म निश्चयनयाऽजीर्णाऽहङ्कारौद्धत्योत्सेकोच्छृङ्खलतादिपरिहारकृते 'सिंहोऽप्यहं कर्मपज्जरबद्धः' इति औ निश्चयोपसर्जनेन व्यवहारनयप्राधान्यतो विभावनीयम् । दीनता-हीनता-हताशतोद्विग्नतादिपारवश्ये ... 'कर्मपञ्जरबद्धोऽप्यहं सिंहः' इति व्यवहारोपसर्जनेन निश्चयनयमुख्यता आलम्बनीया।
__ एवं ‘प्रतिवस्तु द्रव्य-गुण-पर्यायात्मकमि'ति सिद्धान्तं चेतसिकृत्य वस्तुनो गुण-पर्याययोः राग !" -द्वेषोत्पादकत्वे ताभ्यां स्वदृष्टिं परावृत्त्य वस्तुनो द्रव्यात्मकतायां सा स्थाप्या। इयं द्रव्यदृष्टिः का છે. તેથી પ્રમાણ વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. (ધ્રુવપદવ્યાખ્યા)
જ સત્ય હકીકતનું સમર્થન કર્તવ્ય જ સ્પષ્ટત :- નયવાક્ય પ્રત્યેક પદાર્થને ગૌણ-મુખ્યભાવે દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મકરૂપે જણાવે છે. આ હકીકત છે. “સિદ્ધહ્ય ગતિઃ વિન્તનીયા' - આ ન્યાય મુજબ ગ્રંથકારશ્રીએ ઉપરોક્ત હકીકતની ત્રણ પ્રકારે સિદ્ધિ કરેલ છે. (૧) યુગપત્ શક્તિની અને લક્ષણાની પ્રવૃત્તિ માન્ય કરીને મુખ્ય-ગૌણભાવે પ્રત્યેક પદાર્થમાં દ્રવ્યાદિત્રિતયાત્મકતાનું યુગપતું ભાન થઈ શકે છે. (૨) એક જ નયવાક્યની આવૃત્તિ કરી ક્રમિક બે (સમાન) વાક્યથી પ્રત્યેક પદાર્થમાં મુખ્ય-ગૌણભાવે ક્રમશઃ ત્રિતયાત્મક્તાનું ભાન થઈ શકે છે. (૩) શાબ્દ બોધ અને આર્થ બોધ દ્વારા પ્રત્યેક પદાર્થમાં દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મકતાનું યુગપદ્ ભાન થઈ શકે છે.
x નિશ્વય-વ્યવહારનો ગણ-મુખ્યભાવ સમજીએ ૪ આધ્યાત્મિક ઉપનય :- “નય મુખ્યવૃત્તિથી પોતાના અભિપ્રાયને જણાવે અને ઉપચારવૃત્તિથી = ગૌરવૃત્તિથી અન્ય નયના અભિપ્રાયને જણાવે' - આ સિદ્ધાન્તને મનમાં રાખીને આધ્યાત્મિક પ્રયોજન મુજબ, પોતાની ભૂમિકાને ઉચિત બને તે રીતે નયોનું અવલંબન કરવું. જેમ કે (૧) કોઈ વ્યક્તિને નિશ્ચયનયનું છે, અજીર્ણ થયું હોય, અહંકાર-ઉદ્ધતાઈ-સ્વપ્રશંસા-ઉચ્છંખલતા વગેરે અંદરમાં છવાયેલ હોય તો તેણે નિશ્ચયનયને ગૌણ કરીને વ્યવહારનયની મુખ્યતાથી વિભાવના કરવી કે હું સિંહ (જેવો શૂરવીર) છું પણ કર્મના પાંજરામાં હાલ પૂરાયેલો છું.” આનાથી અહંકાર વગેરે દોષો ઝડપથી દૂર થાય છે. તથા (૨) દીનતા, હીનતા, હતાશા, ઉદ્વિગ્નતા વગેરેથી આત્મા ઘેરાઈ ગયો હોય તેવી અવસ્થામાં વ્યવહારનયને ગૌણ કરી, નિશ્ચયનયની મુખ્યતાનું આલંબન લઈને વિચારવું કે “કર્મના પાંજરામાં પૂરાયેલ હોવા છતાં પણ હું સિંહ (જવો મહાપરાક્રમી) છું.” આ રીતે નયોનું ગૌણ-મુખ્યભાવે આલંબન લઈને મોક્ષમાર્ગે આગળ વધવું.
A નય-પ્રમાણદ્રષ્ટિનો આધ્યાત્મિક ઉપયોગ - (i) “પ્રત્યેક પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે' - આ જૈન સિદ્ધાન્તનો આધ્યાત્મિક દૃષ્ટિએ એવી રીતે પણ ઉપયોગ થઈ શકે છે કે કોઈ વસ્તુના ગુણ-પર્યાય રાગ-દ્વેષોત્પાદક બનતા હોય ત્યારે આપણી નજરને ગુણ-પર્યાય ઉપરથી ખસેડીને વસ્તુની દ્રવ્યાત્મક્તા ઉપર સ્થિર કરવી. આ દ્રવ્યદૃષ્ટિ સમતાને