Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० युगपद्वृत्तिद्वयप्रवृत्तिमीमांसा ।
५७३ संयोगसम्बन्धेन मत्स्य-मकरान्वयाऽबाधादिति चेत् ?
न, शिष्टैः तथानभ्युपगमात् । न ह्यत्र गङ्गापदशक्यार्थे एव संयोगेन घोषपदलक्ष्यार्थमकर । -मत्स्यपदशक्यार्थमीनयोरन्वयः कैश्चिदप्यङ्गीक्रियते, प्रयोजनविरहात्, तात्पर्यबाधाच्च । ततश्चैकपदस्य युगपद्वृत्तिद्वयप्रवृत्तिरनाविलैवेति ।
तदुक्तं तत्त्वचिन्तामणौ गङ्गेशेन अपि “गङ्गायां जलं घोषश्च तिष्ठतीत्यत्र गङ्गापदस्य युगपत्प्रवाह श -तीरयोः तात्पर्यग्रहे तयोः द्वयोः अपि एकदा उपस्थितौ जल-घोषयोः एकदा एव अन्वयबोधः। न च क युगपद्वृत्तिद्वयापत्तिः, इष्टत्वाद्” (त.चि.शब्दखण्ड-तात्पर्यवाद-पृ.३३७) इति । “मुख्यार्थानुभवसामग्री : વિશિષ્ટજળપ્રવાહ સ્વરૂપ “ગંગાપદના શક્યાર્થમાં મગરનો અને માછલાનો સંયોગસંબંધથી અન્વય કરવામાં કોઈ બાધ આવતો નથી. આથી “ઘોષ:' પદની લક્ષણા કરવી અમને વ્યાજબી લાગે છે.
જ “ઘોષ' પદની લક્ષણા અમાન્યઃ સમાધાન છે તથ્ય :- (૧) તમારી વાતમાં તર્ક છે પણ તથ્ય નથી. કારણ કે “ગંગા' પદના શક્યાર્થસ્વરૂપ વિશિષ્ટજળપ્રવાહમાં જ “ઘોષ' પદના લક્ષ્યાર્થ મગરનો તથા “અલ્ય' પદના શક્યાર્થ માછલાનો સંયોગસંબંધથી અન્વય કરવાની પ્રવૃત્તિ કોઈ પણ શિષ્ટ વિદ્વાનને માન્ય નથી. વળી, “ઘોષ' પદની “મગર અર્થમાં લક્ષણા કરવાનું કોઈ પ્રયોજન પણ રહેતું નથી. તથા “
જયાં મત્સ્ય-ધોષો” વાક્યમાં “ઘોષ' પદની મગર' અર્થમાં લક્ષણા કરવામાં આવે તો વક્તાનું તાત્પર્ય પણ બાધિત થાય છે. તેથી ઉપરોક્ત સ્થળે “મગર' અર્થમાં “ઘોષ:' પદની લક્ષણા કરવાના બદલે “ગંગાતટ' અર્થમાં “ગંગા' પદની લક્ષણા કરીને તેમાં “ઘોષ:' પદના શક્યાર્થનો સંયોગસંબંધથી અન્વય અને વિશિષ્ટજળપ્રવાહ સ્વરૂપ અર્થમાં “ગંગા'. પદની શક્તિથી પ્રવૃત્તિ માનીને તેમાં ‘ચિ પદના શક્યાથેનો સંયોગસંબંધથી અન્વય કરવો વ્યાજબી ! છે. તેથી એકીસાથે એક પદની શક્તિ અને લક્ષણા બન્ને વૃત્તિની પ્રવૃત્તિ માનવામાં દોષ નથી. વ!
જ નિપ્રયોજન કે તાત્પર્યબાધક લક્ષણા અમાન્ય છે સ્પાટા :- “જયાં મત્સ્ય-ધોપી' સ્થળમાં “પોષ:' પદની “મગર અર્થમાં લક્ષણા કરવાની પાછળ છે તથાવિધ કોઈ પ્રયોજન વિદ્યમાન નથી. નિપ્રયોજન લક્ષણાને વિદ્વાનો સ્વીકારતા નથી. કારણ કે લક્ષણા શબ્દની જઘન્યવૃત્તિ છે. વળી, “ઘોષ' પદની મગર અર્થમાં લક્ષણા કરવામાં વક્તાના અભિપ્રાયને = તાત્પર્યને પણ ક્ષતિ પહોંચે છે. તાત્પર્યને અનુરૂપત્તિ તો લક્ષણાને પ્રવર્તાવે છે. તેથી તાત્પર્યની અસંગતિ થાય તે રીતે તો લક્ષણાનો ઉદ્ભવ જ કઈ રીતે થઈ શકે ? આથી “ગંગા' પદની શક્તિ અને લક્ષણા નામની દ્વિવિધ વૃત્તિની એકીસાથે પ્રવૃત્તિ સ્વીકારવી જરૂરી છે.
(૬) તત્ત્વચિંતામણિના શબ્દખંડમાં તાત્પર્ધવાદમાં ગંગેશજીએ પણ જણાવેલ છે કે “ગંગામાં પાણી અને ઘોષ છે - આ સ્થળે “ગંગા' પદનું તાત્પર્ય એકીસાથે પ્રવાહ અને કિનારા અર્થમાં જણાય ત્યારે તે બન્નેય અર્થની ઉપસ્થિતિ (= બુદ્ધિ) થતાં એકીસાથે પ્રવાહ અને કિનારા સ્વરૂપ અર્થનો ગંગાપદથી અન્વયબોધ = શાબ્દ થાય છે. એકીસાથે શબ્દની શક્તિ અને લક્ષણા નામની બન્ને વૃત્તિનું જ્ઞાન શાબ્દબોધજનક બનવાની આપત્તિ અનિષ્ટ નથી પણ ઈષ્ટ છે.” “યુગપત વૃત્તિય પ્રવૃત્તિ ઈષ્ટ હોવાનું