Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
ए
५७२
० प्रयोजनाद्यनुसारेण लक्षणाऽभ्युपगमः । तदुक्तं हेमचन्द्रसूरिभिरपि काव्यानुशासने “मुख्यार्थबाधे निमित्ते प्रयोजने च भेदाभेदाभ्यामारोपितो
:” (ા.ન.9/9૭) રૂક્તિા ____ अथ ‘गङ्गायां मत्स्य-घोषौ' इत्यत्र घोषपदस्यैवाऽस्तु मकराद्यर्थे लक्षणा, 'विशिष्टजलप्रवाहनिष्ठौ मत्स्य-मकरौ' इति शाब्दबोधोदयेन युगपद् गङ्गापदवृत्तिद्वयप्रवृत्तेरनावश्यकत्वात्, गङ्गापदशक्यार्थे
આ લક્ષણાનિયામક ત્રણ તત્વ પર - () અમારી ઉપરોક્ત વાતમાં પૂર્વાચાર્યની પણ સંમતિ મળે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ પણ કાવ્યાનુશાસનમાં લક્ષ્યાર્થીની ઓળખાણ આપતા જણાવેલ છે કે “શબ્દના મુખ્યર્થનો = શક્યાર્થનો સ્વીકાર કરવામાં બાધ = અન્વયબાધ થતો હોય તથા લક્ષણા કરવાનું નિમિત્ત અને પ્રયોજન વિદ્યમાન હોય ત્યારે ભેદભેદસંબંધથી શક્યાર્થમાં આરોપિત એવો લક્ષ્યાર્થ ગૌણ પદાર્થ સ્વરૂપે ઓળખાય છે.”
સ્પષ્ટતા :- (૧) શક્યાર્થનો સ્વીકાર કરવા જતાં તેમાં વાક્યગત અન્ય પદના અર્થનો અન્વય બાધિત હોય તો તેવા સ્થળે શક્યાર્થીને પકડી રાખવાથી શાબ્દબોધ જ થઈ શકતો નથી. તેથી તેવા સ્થળે શક્તિના બદલે શબ્દની લક્ષણા નામની ગૌણવૃત્તિ શ્રોતાને અર્થબોધ કરાવવા માટે પ્રવર્તે છે. (૨) જે અર્થમાં શબ્દની લક્ષણા કરવી અભિપ્રેત હોય તેમાં લક્ષણા કરવાનું કોઈ બીજ = નિમિત્ત તથા પ્રયોજન હોવું પણ જરૂરી
છે. જેમ કે “યાં ઘોષા' સ્થળમાં “ગંગા પદની લક્ષણા ગંગાતટમાં કરવાનું નિમિત્ત છે – “ગંગા' A પદના મુખ્યાર્થનું સાન્નિધ્ય. વિશિષ્ટ જળપ્રવાહ સ્વરૂપ શક્યાર્થ અને ગંગાતટ સ્વરૂપ લક્ષ્યાર્થ એકબીજાની આ અત્યંત નજીક છે. માટે તે બન્નેમાં કથંચિત ભેદાભેદ પણ છે. આ નિમિત્તને લઈને “ગંગા પદની ગંગાતટમાં વા લક્ષણા કરવામાં આવે છે. (૩) તેમ જ “ગંગા' પદની લક્ષણા ગંગાતટમાં કરવાનું પ્રયોજન છે – શૈત્ય,
પાવનત્વ આદિ ગુણધર્મોની ઘોષમાં પ્રતીતિ કરાવવી. (આ વાત છઠ્ઠી શાખાના આઠમા શ્લોકમાં પણ સ જણાવવામાં આવશે.) માટે વક્તા “તટે ઘોષ' કે “તટે ઘોષ” એવું બોલવાને બદલે “Tયાં પોષ?' આવા વાક્યનો પ્રયોગ કરે છે. આ રીતે શક્યાર્થનો બાધ, લક્ષણાનું નિમિત્ત અને લક્ષણાનું પ્રયોજન હોવાથી ભેદભેદસંબંધથી શક્યાર્થમાં આરોપિત એવા લક્ષ્યાર્થનું ગૌણરૂપે ભાન “ITયાં પોષ: વગેરેમાં થાય છે. તથા “યાં મી-પોપો” વાક્યમાં “ગંગા' પદની શક્તિ દ્વારા વિશિષ્ટજળપ્રવાહસ્વરૂપ શક્યાર્થનો અને લક્ષણા દ્વારા ગંગાતટસ્વરૂપ લક્ષ્યાર્થનો એકીસાથે બોધ થાય છે. -
A “ગંગા'પદના બદલે “ઘોષ'પદની લક્ષણા : આશંકા છે. તર્ક :- (અથ.) “
Tયાં મી-ઘોડો’ સ્થળમાં “ગંગા' પદની શક્તિ અને લક્ષણા નામની બન્ને વૃત્તિની એકીસાથે પ્રવૃત્તિ માનવાના બદલે “ગંગા' પદની શક્તિની જ પ્રવૃત્તિ સ્વીકારી “ઘોષ' પદની મગર અર્થમાં લક્ષણા શા માટે ન કરવી ? મતલબ કે “ગંગા' પદ અને “મસ્ય' પદની શક્તિ નામની વૃત્તિ અને “પોષ' પદની લક્ષણા નામની વૃત્તિ સ્વીકારીને “વિશિષ્ટૉક્તપ્રવાહની મત્સ્ય-મરો” આ પ્રમાણેનો શાબ્દબોધ શા માટે માન્ય ન કરવો? કારણ કે આવું માનવામાં ત્રણે ય પદની એક એક વૃત્તિ જ એકીસાથે પ્રવર્તે છે. જ્યારે તમે જે રીતે અર્થઘટન કરો છો તેમાં એક જ “ગંગા” પદની શક્તિ અને લક્ષણા નામની બન્ને વૃત્તિની એકીસાથે પ્રવૃત્તિ માન્ય કરવી પડે છે. તેથી “ગંગા' પદના લક્ષ્યાર્થ તરીકે ગંગાતટનો સ્વીકાર કરવાના બદલે “ઘોષ' પદના લક્ષ્યાર્થ તરીકે “મગર' અર્થનો સ્વીકાર કરવો વ્યાજબી છે. કેમ કે