Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
___५३७
૪૪
• कालाद्यष्टकापेक्षाऽभिन्नत्वप्रयोजनावेदनम् । ७, य एव च वस्तुनः संसर्गोऽस्तित्वस्याधाराधेयभावलक्षणः, स एवान्येषाम् इति संसर्गेणाऽभेदवृत्तिः। । ___८, य एव च ‘अस्ति' इति शब्दोऽस्तित्वधर्मात्मकस्य वस्तुनो वाचकः, स एवाशेषानन्तधर्मात्मकस्यापि । इति शब्देनाऽभेदवृत्तिः” (स्या.क.ल.७/२३ पृ.१७४) इति व्यक्तं स्याद्वादकल्पलतायाम् ।
इदमत्राकूतम् – प्रतिवस्तु अनन्तधर्माः प्रमाणसिद्धाः। ततश्च कस्यचिदपि वस्तुनः पूर्णतया म प्रतिपादनार्थम् अनन्ताः शब्दाः प्रयोज्याः स्युः, सकृदुच्चरितस्य शब्दस्य युगपद् एकधर्मप्रतिपादकत्वात् । भी न चैवं लोके प्रतिवस्तु अनन्तशब्दप्रयोगः शक्यते कर्तुम् । घटप्रतिपादनाय घटशब्द एक एव । प्रयुज्यते लोके । ततश्चेदं फलितं यदुत घटादिकं पदं मुख्यरूपेण घटत्वादिकमेव धर्मं प्रतिपादयति, घटादिगताः शेषाः धर्माः तु तदा घटत्वाद्यभिन्नतया अभ्युपगम्यन्ते । इत्थञ्चैकशब्देनैकधर्मप्रतिपादने ण
પણ કહેવાય છે. જે ક્ષેત્રમાં રહેલ દ્રવ્યમાં અસ્તિત્વ નામનો ગુણધર્મ રહેલ છે, તે જ ક્ષેત્રમાં રહેલ તે જ દ્રવ્યમાં અન્ય પણ અનંતા ગુણધર્મો રહે છે. આમ અસ્તિત્વ ગુણના અને અન્ય ગુણોના આશ્રયભૂત દ્રવ્યનું અધિકરણીભૂત ક્ષેત્ર એક જ છે. અથવા એમ પણ કહી શકાય કે ગુણીસંબંધી જેટલા ક્ષેત્રમાં અસ્તિત્વ રહેલું છે તેટલા જ ક્ષેત્રમાં અન્ય ગુણધર્મો પણ રહેલા છે. આથી તે તમામ ગુણધર્મોમાં ક્ષેત્ર સાપેક્ષ એકતા સંપન્ન થાય છે. વસ્તુગત અનંત ગુણધર્મોની આ
અભિન્નતા ગુણિદેશમૂલક અભેદવૃત્તિ છે. (૭) વસ્તુ અને અસ્તિત્વ વચ્ચે જે આધાર-આધેયભાવ નામનો સંસર્ગ હોય છે, તે જ સંસર્ગ વસ્તુ
અને તર્ગત અન્ય તમામ ગુણધર્મો વચ્ચે રહેલો હોય છે. આમ સંસર્ગની દૃષ્ટિએ વસ્તુનિષ્ઠ તમામ
ગુણધર્મોમાં અભિન્નતા સંપન્ન થાય છે. આ અભિન્નતા સંસર્ગમૂલક અભેદવૃત્તિ છે. (૮) જે “અસ્તિ' શબ્દ અસ્તિત્વ ધર્મથી અભિન્ન વસ્તુનો વાચક છે, તે જ શબ્દ અસ્તિત્વથી ભિન્ન છે
સમગ્ર ગુણધર્મોથી અભિન્ન વસ્તુનો વાચક છે. આ પ્રકારે “ક્ષત્તિ આ એક જ શબ્દથી અનન્તગુણધર્માત્મક વસ્તુ વાચ્ય હોવાથી વસ્તુગત સમગ્ર ગુણધર્મો પણ તે જ “ત્તિ’ શબ્દથી વાચ્ય = પ્રતિપાદ્ય પણ બની જાય છે. એકશબ્દવાચ્યત્વની અપેક્ષાએ વસ્તુગત સર્વ ગુણધર્મો એકસરખા છે. એકશબ્દવાચ્ય–સાપેક્ષ સર્વગુણધર્મોની આ અભિન્નતા = એકતા શબ્દમૂલક અભેદવૃત્તિ છે.” આ પ્રમાણે કાલ વગેરે આઠ તત્ત્વનું નિરૂપણ શ્રીહરિભદ્રસૂરિરચિત “શાસ્ત્રવાર્તાસમુચ્ચય' નામના ગ્રંથરત્નની સ્યાદ્વાદકલ્પલતા નામની વ્યાખ્યામાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે કરેલ છે.
(ર) અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે – વસ્તુમાં અનંત ગુણધર્મો રહેલા છે. આ વાત પ્રમાણથી સિદ્ધ થઈ ચૂકેલ છે. તેથી કોઈ પણ એક વસ્તુનું પૂર્ણ સ્વરૂપે પ્રતિપાદન કરવા માટે અનંત શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. કારણ કે એકવાર બોલાયેલો શબ્દ એકીસાથે એક જ ગુણધર્મનું પ્રતિપાદન કરી શકે છે. પરંતુ એ રીતે કરવું લોકવ્યવહારમાં શક્ય નથી. લોકવ્યવહારમાં તો ઘડાને જણાવવા માટે ફક્ત એક “ઘટ' પદનો જ પ્રયોગ કરવામાં આવે છે. તેનો મતલબ એ થયો કે - ઘટ વગેરે એક શબ્દ મુખ્યરૂપે ઘટવ વગેરે એક ગુણધર્મનું પ્રતિપાદન કરે છે. તથા ઘડામાં રહેલા બાકીના ગુણધર્મોને તે ઘટવાદિ એક ગુણધર્મથી અભિન્ન સ્વરૂપે ત્યારે માની લેવામાં આવે છે. આ રીતે એક શબ્દથી એક