Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५१८ • अवक्तव्यत्वस्वरूपविमर्श: 0
૪/૧૨ રી અથવા સવિકલ્પ શબ્દ-સમભિરૂઢ નયમતઈ અનઈ નિર્વિકલ્પ એવંભૂતનયને મતઈ ઈમ બે (૨) ભંગ સ જાણવા. અર્થનય પ્રથમ ચાર (૪) તો વ્યંજનપર્યાય માનશું નહીં. તે માટઈ તે નયની ઈહાં પ્રવૃત્તિ નથી. 7 मध्यमपरिमाणस्याद्वादरहस्ये यशोविजयवाचकैः एव “न च अवक्तव्यत्वं शब्दाऽबोध्यत्वरूपं कथं योग्यमिति ___ वाच्यम्, उपदेशसहकारेण पद्मरागादिवत् तद्ग्रहाद्” (स्या.र. का.५/भाग-२/पृ.२२५) इत्युक्त्या परिहृतत्वादिति
स प्रकृतमुच्यते – 'अथवा सविकल्पः शब्द-समभिरूढनयमते निर्विकल्पश्च एवम्भूतनयमते इति श द्वौ भङ्गौ वेदितव्यौ । “चत्वारः प्रथमे अर्थनिरूपणप्रवणत्वाद् अर्थनयाः” (प्र.न.त.७/४४) इति નથી જ. તેથી જ પ્રમાણસતભંગીમાં યુગપદ્ નયયની વિવેક્ષા હોય ત્યારે વસ્તુને “અવક્તવ્ય' કહી શકાય છે. ત્યારે “અવક્તવ્ય' શબ્દની વાચ્યતાને વસ્તુમાં દર્શાવનારા “અવક્તવ્ય” ભાંગાને અવકાશ છે જ. તથા અવક્તવ્ય પદાર્થને “અવક્તવ્ય' શબ્દ દ્વારા વાચ્ય માનવામાં અન્વયબોધની અયોગ્યતાના લીધે જે વિરોધ તમે ઉઠાવો છો, તેનું નિરાકરણ તો મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથમાં શંકા-સમાધાન દ્વારા નીચે મુજબ કરેલ છે.
શંકા :- “અવક્તવ્યત્વ' શબ્દનો અર્થ છે શબ્દઅબોધ્યત્વ. અર્થાત્ શબ્દજન્ય પ્રતીતિથી નિરૂપિત વિષયતાની યોગ્યતાનો અભાવ = અવક્તવ્યત્વ. યુગપ૬ નયદ્રયની અર્પણ કરવાથી અવક્તવ્ય બનતો વિષય જો “અવક્તવ્ય' શબ્દથી વાચ્ય હોય તો તેનો અર્થ એવો થાય કે શાબ્દબોધનિરૂપિત તમામ વિષયતા
માટે અયોગ્ય એવી વસ્તુમાં “અવક્તવ્ય' શબ્દજ્ઞાનજન્ય શાબ્દબોધની વિષયતા રહે છે. આવો અન્વયબોધ શું શાબ્દબોધ કઈ રીતે થઈ શકે ? શાબ્દબોધનો અવિષય કઈ રીતે શાબ્દબોધનો વિષય બને ? અવક્તવ્યત્વ કેવી રીતે શાબ્દી પ્રતીતિને યોગ્ય બને? તેથી અવક્તવ્યત્વ પ્રકારક શાબ્દબોધને માનવામાં વિરોધ આવશે.
હ8 અવક્તવ્ય પણ કથંચિઅવક્તવ્ય હશે સમાધાન :- જેમ પારાગ મણિ વગેરે આપણે જોઈએ તો પણ આ પધરાગ મણિ છે' - આવું જ્ઞાન આપણને થતું નથી. પરંતુ ઝવેરીના ઉપદેશસ્વરૂપ સહકારી કારણ દ્વારા પદ્મરાગ–પ્રકારક પ્રતીતિ આપણને થઈ શકે છે. તેમ અવક્તવ્ય અવાચ્ય વસ્તુનો શાબ્દબોધ સામાન્ય વ્યક્તિને સામાન્ય સંયોગમાં ન થાય. પરંતુ સપ્તભંગીના જ્ઞાતા-ઉપદેશક એવા સદ્ગના માધ્યમથી સપ્તભંગીમાં યુગપદ્દયદ્રયવિવક્ષા હોય ત્યારે વસ્તુમાં અવક્તવ્યપ્રકારક શાબ્દબોધ આપણને થઈ શકે છે.
સપ્તભંગીમાં મહોપાધ્યાયજીએ ઉપરોક્ત રીતે અવક્તવ્ય ભાંગાનો વિષય બનનાર વસ્તુને કથંચિત્ અવક્તવ્ય (એટલે કે “અવક્તવ્ય” શબ્દથી વાચ્ય અને તેનાથી વિલક્ષણ શબ્દોથી અવાચ્ય) તરીકે જણાવેલ છે. માટે અવક્તવ્યને કથંચિત્ વાચ્ય = “અવક્તવ્ય' શબ્દથી વાચ્ય માનવામાં પ્રમાણની દૃષ્ટિએ વિરોધ નથી. આ “સ્યાદ્વાદરહસ્ય' ગ્રંથનું તાત્પર્ય છે. જ્યારે પ્રસ્તુતમાં સંમતિતર્કગાથાની વ્યાખ્યા કરતી વખતે મહોપાધ્યાયજીએ વ્યંજનનયની દૃષ્ટિએ અવક્તવ્યને શબ્દવાચ્ય માનવામાં વિરોધ દર્શાવેલ છે. આ દિશાસૂચન મુજબ બન્ને ગ્રંથની સંગતિ કરવી.
(9) હવે મૂળ વાત ઉપર આવીએ. અથવા સવિકલ્પ ભાંગો શબ્દ અને સમભિરૂઢ નયના મતે જાણવો અને નિર્વિકલ્પ ભાંગો એવંભૂતના મતે સમજવો. આમ શબ્દ-સમભિરૂઢ-એવંભૂતસ્વરૂપ વ્યંજનપર્યાયમાં કુલ બે જ ભાંગા સંભવે છે. પ્રમાણનયતત્ત્વાલોકમાં જણાવેલ નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર નયસ્વરૂપ