Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૨ ૦ • सप्तभङ्गीलक्षणपदार्थान्वयः ।
४/१४ नामावश्यकमिति । इत्थमत्र द्रव्य-गुण-पर्यायाणां भेदाऽभेदौ दर्शितौ सप्तभङ्गी च स्थापिता तर्कपुरस्सरम्।
स्वस्मृतिबीजप्रबोधनार्थं सप्तभङ्ग्यादिगोचरदृढाभ्यासार्थं ज्ञानरुचिजीवजिज्ञासापरिपूर्तये चात्र सप्तभङ्गी-सकलादेश-विकलादेश-नयसप्तभङ्गी-प्रमाणसप्तभङ्ग्यादिस्वरूपं लेशतो परामृशामि। म तथाहि – “एकत्र वस्तुनि एकैकधर्मपर्यनुयोगवशाद् अविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधि-निषेधयोः कल्पनया श स्यात्काराङ्कितः सप्तधा वाक्प्रयोगः सप्तभङ्गी” (प्र.न.त.४/१५) इति प्रमाणनयतत्त्वालोकालङ्कारसूत्रम् | -- अत्र सप्तम्यर्थः विशेष्यत्वं, पञ्चम्यर्थः प्रयोज्यत्वं, तृतीयार्थः वैशिष्ट्यरूपमवच्छिन्नत्वम् अग्रे च
प्रयोज्यत्वं, षष्ठ्यर्थश्च विषयत्वम् । सङ्ख्यायाश्च पर्याप्तिसम्बन्धेनान्वयबोधे साकाङ्क्षता। ततश्च " एकवस्तुविशेष्यकैकैकधर्मगोचरप्रश्नप्रयुक्ताऽविरुद्धव्यस्त-समस्तविधि-निषेधविषयककल्पनाप्रयुक्तस्याका त्पदलाञ्छितसप्तविधत्वपर्याप्तिमद्वचनप्रयोगः सप्तभङ्गीति श्रीवादिदेवसूरिसूत्रशब्दार्थः ।
આ રીતે ચોથી શાખામાં દ્રવ્ય, ગુણ અને પર્યાયના ભેદભેદની વિસ્તૃત સમજણ આપવામાં આવી છે. તથા સપ્તભંગીનું પણ તર્કપૂર્વક સ્થાપન કરવામાં આવેલ છે.
સમભંગી દર્શક પ્રમાણનયતવાલો કાલંકારસૂત્રનું અર્થઘટન . (સ્કૃતિ.) અમારી સ્મૃતિના કારણભૂત સંસ્કારને પ્રકૃષ્ટ રીતે જાગૃત કરવા માટે, સપ્તભંગી વગેરે સંબંધી અભ્યાસને દઢ કરવા માટે તથા જ્ઞાનરુચિવાળા જીવની જિજ્ઞાસાને પરિપૂર્ણ કરવા માટે પ્રસ્તુતમાં સપ્તભંગી, સકલાદેશ, વિકલાદેશ, નયસપ્તભંગી, પ્રમાણસપ્તભંગી વગેરેના સ્વરૂપનો આંશિક રીતે અમે પરામર્શ-વિચારવિમર્શ કરીએ છીએ. તે આ રીતે- વાદિદેવસૂરિજી મહારાજે પ્રમાણનયતત્તાલોકાલંકારસૂત્ર
નામના ગ્રંથમાં સપ્તભંગીનું વર્ણન કરતાં જણાવેલ છે કે “એક વસ્તુમાં એક-એક ગુણધર્મસંબંધી પ્રશ્નને સ (કે જિજ્ઞાસાને) આશ્રયીને, વિરોધ ન આવે તે રીતે અલગ-અલગ કે સંયુક્ત વિધિ-પ્રતિષેધની કલ્પના
કરીને “કથંચિતું” કે “ચા” શબ્દથી ગર્ભિત સાત પ્રકારના વાક્યનો પ્રયોગ કરવો તે સપ્તભંગી કહેવાય.” Gી સૂત્રનો આ સામાન્ય અર્થ છે. વ્યાકરણ અને ન્યાયની પરિભાષાનો ઉપયોગ કરીને આ સૂત્રનો અર્થ વિચારવો હોય તો સૌપ્રથમ સૂત્રગત પ્રત્યેક પદના અંતે જે જે વિભક્તિઓ વપરાયેલ છે તેનો અર્થ સમજવો જરૂરી છે. તે આ રીતે સમજવો. “પુત્ર વસ્તુનિ અહીં સપ્તમી વિભક્તિ છે, તેનો અર્થ છે “વિશેષ્યતા'. “પર્યયોજાવા પદમાં જે પાંચમી વિભક્તિ છે તેનો અર્થ છે “પ્રયોજ્યત્વ’. ‘વિરોધેન’ પદમાં રહેલ તૃતીયા વિભક્તિનો અર્થ છે વૈશિટ્યસ્વરૂપ “અવચ્છિન્નત્વ'. આગળ “છત્વનયાં' પદના અંતે રહેલ તૃતીયા વિભક્તિનો અર્થ છે “પ્રયોજ્યત્વ'. ‘વિધિ-નિષેધયો:' પદમાં રહેલ છઠ્ઠી વિભક્તિનો અર્થ વિષયત્વ છે. “સપ્તધા’ પદ દ્વારા સૂચિત સપ્ત સંખ્યાનો પર્યાપ્તિ સંબંધથી અન્વય કરવો. કારણ કે “સપ્ત’ સંખ્યા પર્યાપ્તિસંબંધથી અન્વયબોધ કરાવવામાં સાકાંક્ષ છે. આ પ્રમાણે વિભક્તિનું અર્થઘટન કરવામાં આવે તો શ્રીવાદિદેવસૂરિજી મહારાજે દર્શાવેલ સપ્તભંગદર્શક સૂત્રનો અર્થ એવો ફલિત થશે કે – એકવસ્તુવિશેષ્યક એક-એકગુણધર્મગોચર એવા પ્રશ્નથી પ્રયુક્ત અવિરુદ્ધ એવા વ્યસ્ત કે સમસ્ત વિધિ-નિષેધવિષયક એવી કલ્પનાથી પ્રયુક્ત “સ્યાસ્પદગર્ભિત સપ્તવિધત્વની = સપ્તપ્રકારતાની પર્યાપ્તિવાળા વચનનો પ્રયોગ એ સપ્તભંગી કહેવાય.