Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५३४
0 अभेदवृत्तिप्राधान्याऽभेदोपचारविचार:
४/१४ प सा चेयं सप्तभङ्गी प्रतिभङ्गं सकलादेशस्वभावा विकलादेशस्वभावा च । तदुक्तं श्रीवादिदेवसूरिभिः ____ प्रमाणनयतत्त्वालोकालङ्कारसूत्रे “प्रमाणप्रतिपन्नाऽनन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्याद् अभेदो- વ થી ઘેન પ્રતિપર્વ વવ: સત્તાવેશ.” (પ્ર.ન.ત.૪/૪૪), “તવિપરીતતુ વિવાદેશ:” (ન. તેનું ત.૪/૪૧) |
“अभेदवृत्तिप्राधान्यं = द्रव्यार्थिकनयगृहीतसत्ताद्यभिन्नानन्तधर्मात्मकवस्तुशक्तिकस्य सदादिपदस्य कालाद्यभेदविशेषप्रतिसन्धानेन पर्यायार्थिकनयपर्यालोचनप्रादुर्भवच्छक्यार्थबाधप्रतिरोधः।
સકલાદેશની સમજણ મેળવીએ ક (સા ) પ્રસ્તુત સપ્તભંગીના દરેક ભાગા સકલાદેશસ્વભાવવાળા તથા વિકલાદેશસ્વભાવવાળા છે. મતલબ કે પ્રત્યેક ભાંગામાં સપ્તભંગીનો સ્વભાવ સકલાદેશવાળો તથા વિકલાદેશવાળો છે. આથી જ શ્રીવાદિદેવસૂરિજી મહારાજે પ્રમાણનયતત્તાલોકાલંકારસૂત્ર નામના ગ્રંથમાં જણાવેલ છે કે “કાલાદિની સાથે અભેદવૃત્તિની મુખ્યતાથી કે અભેદ ઉપચારથી પ્રમાણ સ્વીકૃત અનન્તધર્માત્મક વસ્તુનું (અર્થાત્ વસ્તુગત અનંતધર્માત્મકતાનું) યુગપતુ = એકીસાથે પ્રતિપાદન કરનારું વચન સકલાદેશ કહેવાય છે.” “સકલાદેશથી વિપરીત હોય તે વિકલાદેશ કહેવાય.”
સ્પષ્ટતા :- તાત્પર્ય એ છે કે પ્રમાણ દ્વારા એવું સિદ્ધ થઈ ચૂકેલ છે કે પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક છે. વસ્તુની અનંતધર્માત્મકતા જ તેની સમગ્રતા છે. આ અનંતધર્માત્મતા એકીસાથે વસ્તુમાં રહે છે. વસ્તુની અનંતધર્માત્મકતાસ્વરૂપ સમગ્રતાનું પ્રતિપાદન કરનાર વચન જ સકલાદેશ કહેવાય છે. આ એ પ્રતિપાદન ક્યારેક અભેદવૃત્તિની પ્રધાનતાથી થાય છે. તો ક્યારેક અભેદમાં લક્ષણા કરવા દ્વારા થાય છે છે. પરંતુ જે વચન વસ્તુનું સમગ્રરૂપે પ્રતિપાદન કરવાના બદલે આંશિકરૂપે પ્રતિપાદન કરે તે વચન Gી વિકલાદેશ કહેવાય.
છે અભેદવૃત્તિથી સકલાદેશની પ્રવૃત્તિ છે જો (“અમેદવૃત્તિ) “સકલાદેશ વસ્તુની સમગ્રતાનું = અનંતધર્માત્મકતાનું પ્રતિપાદન અભેદવૃત્તિની પ્રધાનતા દ્વારા કરે છે.” - આ પ્રમાણે હમણાં જે જણાવ્યું તેમાં “અભેદવૃત્તિપ્રાધાન્ય’ શબ્દનો અર્થ સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યાગ્રંથ મુજબ સમજવા આપણે પ્રયત્ન કરીએ. “અમેદવૃત્તિની પ્રધાનતાનો અર્થ એ છે કે દ્રવ્યાર્થિકનયાનુસાર કાલ આદિ આઠ તત્ત્વ દ્વારા “સત્' આદિ પદથી પ્રતિપાદ્ય વસ્તુના સત્તા આદિ અનંત ગુણધર્મોમાં અભેદનું જ્ઞાન (=પ્રતિસંધાન) થવાથી, “સત્’ આદિ પદથી પ્રતિપાદ્ય વસ્તુમાં રહેલા સત્તા આદિ અનંત ગુણધર્મોના અભેદનું જ્ઞાન થવા દ્વારા પર્યાયાર્થિકનયના અભિપ્રાયથી થનારા સત્ આદિ પદોથી ઘટિત વાક્યાWગોચર બાપનું વિઘટન થવું.”
સ્પષ્ટતા :- આશય એ છે કે દ્રવ્યાર્થિકનય દ્વારા “સત્ આદિ પદની શક્તિ સત્તા આદિથી અભિન્ન અનન્તધર્માત્મક વસ્તુમાં રહેલી છે - આ પ્રમાણે જ્ઞાન થાય છે. તેથી સત્ આદિ પદથી ઘટિત વાક્ય દ્વારા અનંતધર્માત્મક વસ્તુનો બોધ = શાબ્દબોધ થવો જોઈએ. પરંતુ પર્યાયાર્થિકનય દ્વારા વસ્તુના વિભિન્ન પર્યાયો ઉપસ્થિત થતાં એક વસ્તુમાં વિભિન્ન ગુણધર્મોની = પર્યાયોની અભિન્નતા બાધિત થવાથી “સતું' આદિ પદોથી ઘટિત વાક્યનો અર્થબોધ દુર્ઘટ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે કાલ આદિ