Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/૨૪
☼ निराकाङ्क्षबोधस्यैव प्रामाण्यम्
५३३
फलवती, प्रश्नस्य तुल्योत्तरनिवर्त्यत्वात् । अत एवैकेनाऽपि भङ्गेन न्यूना सतीयं न प्रमाणम्, सप्तप्रतिपाद्यावगाहिसंशयजजिज्ञासाजन्यानां सप्तानां प्रश्नानामनिवर्तनाद्” (म.स्या रह. का. ५/पृ.२३१) इति व्यक्तं मध्यमपरिमाणस्याद्वादरहस्ये ।
रा
इदन्त्ववधेयं यदुत एकेनाऽपि भङ्गेन न्यूना सतीयं षड्भङ्गी तदितराऽदूषकत्वे नयवाक्यं म् तु स्यात्। तदुक्तं तत्त्वार्थसूत्रवृत्तौ महोपाध्यायश्रीयशोविजयगणिवरैः “सप्तधर्मात्मकत्वबोधकतापर्याप्त्यधिकरणं शु प्रमाणम्; तदेकदेशबोधकतापर्याप्त्यधिकरणं तदितराऽदूषकं वाक्यं नयः, तदितरदूषकं तु दुर्नयः "
वाक्यं (ત.મૂ.૧/૬/ યશો.વૃ.પૃ.૧૮) તિા
क
વસ્તુગત સાત ગુણધર્મોનું આલંબન લઈને સંશય કરે છે, જિજ્ઞાસા કરે છે અને પ્રશ્ન પૂછે છે તે વ્યક્તિ પ્રત્યે ઉપરોક્ત સપ્તભંગી સફળ છે. કારણ કે જેવા પ્રકારનો પ્રશ્ન હોય તેવા પ્રકારનો જવાબ આપવાથી જ તે પ્રશ્ન રવાના થાય છે. તેથી જ એક પણ ભાંગો ઓછો હોય તો ષભંગીવાક્યરચના પ્રમાણવાક્યસ્વરૂપ બની શકતી નથી. કારણ કે પ્રતિપાદન કરવા યોગ્ય વસ્તુગત સાત ગુણધર્મોનું અવગાહન કરનારી શંકાથી ઉત્પન્ન થયેલી જિજ્ઞાસાથી ઉત્પન્ન થયેલા સાત પ્રશ્નો તે ષભંગીથી સંપૂર્ણપણે ૨વાના થતા નથી.”
Cu
સ્પષ્ટતા :- જે વાક્ય પ્રમાણાત્મક હોય તેનાથી શ્રોતાના તમામ પ્રશ્નો દૂર થવા જોઈએ. ષભંગી શ્રોતાના સાત પ્રશ્નોનું સંપૂર્ણપણે નિરાકરણ કરવા માટે અસમર્થ છે. પ્રશ્નનું નિરાકરણ ન થવાથી નિરાકાંક્ષ શાબ્દબોધ કરાવવાનું સામર્થ્ય ષભંગીમાં રહેતું નથી. શ્રોતાને નિરાકાંક્ષ શાબ્દબોધ ઉત્પન્ન કરાવવાનું સામર્થ્ય ધરાવનાર તો ષભંગી કે પંચભંગી નહિ, પણ સમભંગી જ છે. માટે ભંગી કે પંચભંગી પ્રમાણભૂત નથી. પરંતુ સપ્તભંગી જ પ્રમાણભૂત છે. આ પ્રમાણે મહોપાધ્યાયજી મહારાજનું તાત્પર્ય જણાય છે. * પ્રમાણ, નય અને દુર્નય વચ્ચે ભેદરેખા ર (વત્ત્વ.) અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે સપ્તભંગીમાંથી એકાદ ભાંગો ઓછો થાય તો ષભંગીવાક્ય પ્રમાણવાક્યસ્વરૂપ ભલે ન બને. પરંતુ જો તે વસ્તુગત અન્યગુણધર્મનું ખંડન = નિરાકરણ ન કરે તો તે નયવાક્યસ્વરૂપ તો બની શકે છે જ. તેથી જ તો મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરશ્રીએ તત્ત્વાર્થસૂત્રવૃત્તિમાં જણાવેલ છે કે “(૧) વસ્તુગત સપ્તધર્માત્મકતાનું પર્યાપ્ત બોધક વાક્ય પ્રમાણવાક્ય કહેવાય છે. તે વાક્ય જે બોધકતા શાબ્દબોધજનકતા ધરાવે છે, તે જનકતા પર્યાન્નિસંબંધથી તેમાં રહેવી જોઈએ. મતલબ કે વસ્તુગત સપ્તધર્માત્મકતાગોચર એવા શાબ્દબોધની જનકતાની પર્યાપ્તિનું અધિકરણ જે વાક્ય બને તે વાક્ય પ્રમાણવાક્ય કહેવાય. તથા (૨) સપ્તધર્માત્મકતાના એક દેશનો = ભાગનો શાબ્દ બોધ કરાવનાર વાક્ય જો વસ્તુગત અન્ય ગુણધર્મનો અપલાપ ન કરે તો નયવાક્યસ્વરૂપ બને. નયવાક્ય પણ તથાવિધ શાબ્દબોધની જનકતાની પર્યાપ્તિનું અધિકરણ બનતું હોય છે. પરંતુ જો (૩) વસ્તુગત અન્ય ગુણધર્મનો અપલાપ = નિષેધ કરે તો તે નયવાક્ય દુર્રયસ્વરૂપ બની જાય છે.” અહીં સ્પષ્ટપણે સપ્તધર્મના એક ભાગસ્વરૂપ છ કે પાંચ ધર્મને વસ્તુગતસ્વરૂપે જણાવનાર વાક્યને નયવાક્યસ્વરૂપે જણાવેલ છે, જો તે વસ્તુગત અન્ય ગુણધર્મનો અપલાપ ન કરે તો. તેથી અન્ય ગુણધર્મનું નિરાકરણ ન કરનાર ષભંગી કે પંચભંગી વગેરે વાક્યો વસ્તુગત સપ્તધર્માત્મકતાના એક અંશનું પર્યાપ્ત પ્રતિપાદન કરનાર હોવાથી નયવાક્યસ્વરૂપ સિદ્ધ થાય છે.
=
=