Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४/१४
0 सप्तभङ्गीसूत्रमीमांसा । अष्टसहस्रीतात्पर्यविवरणे महोपाध्याययशोविजयगणिवरास्तु “एकत्र वस्तुनि सत्त्वाऽसत्त्वादिसप्तधर्म- प प्रकारकशाब्दबोधजनकतापर्याप्त्यधिकरणं वाक्यं सप्तभङ्गीति लक्षणतात्पर्यम् । विरोधस्फुत्तौ वाक्यस्याऽबोधकत्वेनैव मा ‘अविरोधेने'त्यस्य गतार्थत्वात् । प्रश्नस्य च क्वाचित्कत्वात् शिष्यजिज्ञासयेव क्वचिद् गुरोर्जिज्ञापयिषयैव सप्तभङ्गीप्रयोगसङ्गतेः ‘प्रश्नवशादि'त्यस्याऽपि लक्षणेऽप्रवेशात् । नानावस्तुनि सत्त्वाऽसत्त्वादिबोधकवाक्ये- म ऽतिप्रसङ्गवारणाय ‘एकत्र वस्तुनी'ति।
સ્પષ્ટતા :- “પ્રશ્નથી પ્રયુક્ત” નો સંબંધ “વિધિ-નિષેધવિષયક કલ્પના ની સાથે છે. તથા “કલ્પનાથી પ્રયુક્ત” નો અન્વય = સંબંધ “વચન' ની સાથે છે. તેથી વધુ સ્પષ્ટપણે કહેવું હોય તો એમ કહી શકાય કે એકવસ્તુવિશેષ્યક અને એક-એકગુણધર્મપ્રકારક એવા (સાત) પ્રશ્નથી પ્રયુક્ત થયેલી જે કલ્પના પરસ્પરઅવિરુદ્ધ એવા વ્યસ્ત (= છૂટા-છવાયા) કે સમસ્ત (= એકીસાથે પ્રયોજાયેલા) વિધિ-નિષેધને પોતાનો વિષય બનાવે તેવી કલ્પનાથી પ્રયુક્ત જે વચન “સ્યાદ્ પદગર્ભિત સપ્તપ્રકારતાની પર્યાતિ ધરાવે તેવા વચનનો પ્રયોગ સપ્તભંગી કહેવાય. આ પ્રમાણે વાદિદેવસૂરિજીના સૂત્રનો ભાવાર્થ સમજવો.
દ્ સપ્તભંગદર્શક સૂત્રની મીમાંસા . (કષ્ટ.) મહોપાધ્યાય શ્રીયશોવિજયગણિવરે અષ્ટસહસ્રોતાત્પર્યવિવરણ નામના ગ્રંથમાં વાદિદેવસૂરિજી મહારાજના ઉપરોક્ત સૂત્રની મીમાંસા કરતાં પોતાનો અભિપ્રાય એવો પ્રગટ કરેલ છે કે “એક જ વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ વગેરે સાત ગુણધર્મોને પ્રકારસ્વરૂપે = વિશેષણરૂપે પોતાનો વિષય બનાવનાર એવા શાબ્દબોધનું જનક વાક્ય સપ્તભંગી કહેવાય. જે વાક્ય જે શાબ્દબોધની જનતા ધરાવે છે, તે જનતા પર્યાપ્તિસંબંધથી તેમાં રહેવી જોઈએ. મતલબ કે જે વાક્ય તથાવિધશાબ્દબોધજનકતાની પર્યાતિનું અધિકરણ બને તે વાક્ય સપ્તભંગી કહેવાય. આ પ્રમાણે શ્રીવાદિદેવસૂરિજી મહારાજે જણાવેલ સપ્તભંગીલક્ષણનું કે તાત્પર્ય સમજવું. યદ્યપિ વાદિદેવસૂરિજીએ પ્રમાણનયતત્ત્વાલનકાલંકારસૂત્રમાં જે સપ્તભંગદર્શક સૂત્ર : જણાવેલ છે તેમાં ‘વિરોધે” આવું પદ પણ મૂકેલ છે. પરંતુ તે પદની આવશ્યકતા નથી. કારણ કે સમસ્ત કે વ્યસ્ત જે વિધિ-નિષેધમાં વિરોધનું ભાન થાય તેવા વિધિ-નિષેધવાચક વાક્ય દ્વારા શાબ્દબોધ જ થતો નથી. તેથી વિરોધેન’ પદ ગતાર્થ = ચરિતાર્થ = અનાવશ્યક બની જાય છે. તથા વાદિદેવસૂરિજી મહારાજે સપ્તભંગીના લક્ષણમાં “ઘર્થનુયોરાવશ” પદનો પ્રયોગ કરેલ છે તે પણ અનાવશ્યક છે. કારણ કે પ્રશ્ન ક્વાચિત્ક - કાદાચિત્ક છે. “સર્વત્ર સપ્તભંગીમાં શિષ્ય સાત પ્રશ્ન કરે જ - તેવો નિયમ નથી.
ક્યાંક શિષ્યનો પ્રશ્ન કે જિજ્ઞાસા હોય છે. તો ક્યાંક ગુરુ સ્વયં જ શિષ્યને વસ્તુગત ધર્મસપ્તકને જણાવવાની ઈચ્છા ધરાવતા હોય છે. તેથી સપ્તધર્મગોચર પ્રશ્નવશ કે જિજ્ઞાસાવશ જ સપ્તભંગીકલ્પના થાય તેવો નિયમ રહેતો નથી. તેથી “પર્વનુયો વિશ” કે “પ્રશ્નવરાતુ” પદનો પણ સપ્તભંગીલક્ષણમાં પ્રવેશ કરવો વ્યાજબી નથી. વાદિદેવસૂરિજી મહારાજે સપ્તભંગીના લક્ષણને દર્શાવનાર સૂત્રમાં “પુત્ર વસ્તુનિ' આ પ્રમાણે જે પ્રયોગ કરેલ છે તેનું કારણ એ છે કે અલગ-અલગ વસ્તુઓમાં સત્ત્વ-અસત્ત્વબોધક વાક્ય સપ્તભંગી તરીકે માન્ય નથી. “ઘટ કથંચિત્ સત્ છે, પટ કથંચિત્ અસત્ છે. મઠ કથંચિત્ અવાચ્ય છે...” ઈત્યાદિરૂપે અલગ-અલગ વસ્તુમાં સત્ત્વ, અસત્ત્વ, અવાચ્યત્વ વગેરે ગુણધર્મોને દર્શાવનાર વાક્ય સપ્તભંગીરૂપ ન બની જાય, તે માટે વાદિદેવસૂરિજીએ સપ્તભંગીલક્ષણમાં “ત્ર વસ્તુન’ આ પ્રમાણે જણાવેલ છે.