Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५२२ ० सार्वत्रिकसप्तभङ्ग्याग्रहः त्याज्य: 0
४/१३ व्यञ्जनपर्यायस्थले सविकल्प-निर्विकल्पलक्षणभङ्गद्वयवत् ।
प्रस्थकाद्युदाहरणे विधिकोटौ एकतरनयप्रवेशेन प्रतिषेधकोटौ च सहार्पितनानानययोजनेन लब्धात रा कथञ्चित्पदाऽन्विताऽस्तित्वप्रकारकप्रथमभङ्गादेव निरुक्तप्रमाणवाक्यलक्षणात् कृत्स्नवस्तुस्वरूपावबोधोम पपत्तेः सर्वत्र सप्तभङ्ग्याग्रहेण अलम् ।
इदमत्र महोपाध्याययशोविजयगणिवराकूतम् - पर्याप्त्या सकलनयार्थप्रतिपादकत्वात् सप्तभङ्ग्याः " प्रमाणवाक्यत्वम्। किन्तु सर्वैरेव बहुभिर्वा नयैः एकस्यैवार्थस्य विचारे क्रियमाणे नयाभिप्रायाः
विविधाः मिथो विरुद्धाश्च सम्भवन्ति, प्रस्थकाद्युदाहरणे अनुयोगद्वारसूत्रादौ तथैव नानानयाभिप्रायणि प्रदर्शनात् । तादृशस्थले युगपन्नानानयप्रवृत्तौ हि विधिकोटौ एकतरनयं निधाय निषेधकोटौ च
युगपदखिलावशिष्टनयार्पणे एकेनाऽपि भङ्गेन स्यात्पदाङ्कितेन अभिमताखिलार्थस्वरूपावबोधोपपत्तेः अवशिष्टभङ्गभानमनतिप्रयोजनमिति तर्कानुसारिमतम् ।। અર્થોને પ્રકાર = વિશેષણ તરીકે ગ્રહણ કરનાર સમૂહાલંબનાત્મક જ્ઞાનને ઉત્પન્ન કરનાર એક જ ભાંગો માનવો જોઈએ. જે રીતે શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નયસ્વરૂપ વ્યંજનનયમાં = શબ્દપર્યાયમાં સવિકલ્પ અને નિર્વિકલ્પ બે જ ભાંગા માન્ય બને છે તે રીતે પ્રસ્તુતમાં સમજવું. | (સ્થ.) પ્રસ્થક વગેરે ઉદાહરણમાં વિધિકોટિમાં નૈગમનયને અને નિષેધકોટિમાં સંગ્રહાદિ સર્વ નયોને એકીસાથે ગોઠવી સ્ટાપદથી = કથંચિપદથી યુક્ત અસ્તિત્વપ્રકારક પ્રથમ એક જ ભાંગો પૂર્વોક્ત પ્રમાણવાક્યસ્વરૂપ બનીને વસ્તુના સંપૂર્ણ સ્વરૂપનો બોધ ઉત્પન્ન કરાવશે. તેથી બધા જ સ્થળે સપ્તભંગીના
સાતેય ભાંગાનો આગ્રહ રાખવાની જરૂર નથી. અનેક નયોની વિધિ-નિષેધકોટિમાં એકીસાથે પ્રવૃત્તિ ૫ થતી હોય ત્યાં સ્થાપદગર્ભિત એકાદ ભાંગા દ્વારા જ વસ્તુના અપેક્ષિત સંપૂર્ણસ્વરૂપનો બોધ થઈ શકે છે.
સ્પષ્ટતા :- સપ્તભંગીના પ્રત્યેક ભાંગામાં વિધિકોટિમાં એક નયને ગોઠવી, નિષેધકોટિમાં ક્રમશઃ એક મ -એક નયને મૂકવાના બદલે એકીસાથે અનેક નયોને ગોઠવવાની પોતાની વિચારણાને ટેકો આપવા માટે ગ મહોપાધ્યાયજી મહારાજે સંમતિતર્કનો સંવાદ દર્શાવેલ છે. તથા એક જ ભાંગામાં સર્વ નયોનો સમાહાર -સમન્વય કરવાથી એક જ ભાંગા દ્વારા તે તમામ નયોના અર્થનો સમૂહાલંબનાત્મક શાબ્દબોધ થઈ જવાથી સાત ભાંગાઓને માનવાની આવશ્યકતા રહેતી નથી.
() મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજનું તાત્પર્ય દ્રવ્ય-ગુણ-પર્યાયરાસના ટબાને વિચારવાથી આ પ્રમાણે ફલિત થાય છે કે સપ્તભંગી પ્રમાણવાક્ય સ્વરૂપ છે. કારણ કે સર્વ નયોને જેટલા અર્થ માન્ય છે તે તમામ અર્થોનું તે પર્યાપ્ત પ્રતિપાદન કરે છે. પરંતુ એકીસાથે સર્વ નયો કે અનેક નો એક જ પદાર્થને વિચારવા તૈયાર થાય ત્યારે તે નયોના મન્તવ્યો વિવિધ પ્રકારના હોય છે, પરસ્પર વિરુદ્ધ પણ હોય છે. પ્રસ્થક વગેરે દષ્ટાંતમાં જુદા-જુદા નયોના વિવિધ અને પરસ્પર વિલક્ષણ એવા જ મંતવ્યો અનુયોગદ્વારસૂત્ર વગેરે આગમોમાં બતાવેલ છે. પ્રસ્થક વગેરે દૃષ્ટાંતોમાં સાત, છ કે પાંચ નો એકીસાથે વિચારણા કરવા માંડે, ત્યારે એક નયને વિધિકોટિમાં મૂકી અન્ય સર્વ નયોને નિષેધકોટિમાં એકીસાથે ગોઠવવામાં આવે તો સપ્તભંગીના સ્યાસ્પદગર્ભિત પ્રથમ ભાંગા દ્વારા જ સર્વ નયોને સંમત એવા અર્થનો સંપૂર્ણ શાબ્દબોધ થઈ