Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
ક/શરૂ
० सूक्ष्मबुद्ध्या अर्थावधारणम् ।
५२५ એ વિચાર સ્યાદ્વાદપંડિતઈ સૂક્ષ્મ બુદ્ધિ ચિત્તમાંહઈ ધારવો.* I૪/૧૩
इत्थं सप्तभङ्गीप्रक्रियानुसारेण स्व-परद्रव्याद्यपेक्षया परस्परविरुद्धसत्त्वाऽसत्त्वधर्मयुग्मं य एक- प स्मिन् वस्तुनि जानाति स तत्र भेदाऽभेद-सामान्यविशेष-नित्यानित्यत्व-वाच्याऽवाच्यत्वादिधर्मयुगलानि विज्ञातुं प्रभवति । एवं विद्वान् प्रतिवस्तु नानाविधाः सप्तभङ्गीः बोद्धुमर्हति । '“जे एगं जाणइ से सव्वं जाणइ” (आ.सू.१/३/४/१२२) इति आचाराङ्गसूत्रोक्तिरपि एतदर्थानुपातिनी द्रष्टव्या। न
प्रकृतं परिपूर्णार्थप्रापकत्वं पारिभाषिकम् अवसेयम् । पारमार्थिकम् अपरोक्षं त्रैकालिक-कृत्स्नस्व-र्श परपर्यायसमन्वितसमस्तार्थप्रापकत्वं तु केवलज्ञाने एव समस्तीति समवसेयम् । अयं विचारः स्याद्वादिपण्डितेन । सूक्ष्मबुद्ध्या चित्तेऽवधातव्यः ।
એકના જ્ઞાનમાં સર્વેનું જ્ઞાન - (ઉત્થ.) આ રીતે સપ્તભંગીની પ્રક્રિયા મુજબ, સ્વ-પરસંબંધી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ પરસ્પરવિરુદ્ધ એવા સત્ત્વ-અસત્ત્વસ્વરૂપ ધર્મયુગલને જે વિદ્વાન એક વસ્તુમાં જાણે છે, તે વિદ્વાન તે વસ્તુમાં રહેલ ભેદભેદ, સામાન્ય-વિશેષ, નિત્યત્વ-અનિત્યત્વ, વાચ્યત્વ-અવાચ્યત્વ વગેરે ધર્મયુગલોને જાણવા માટે સમર્થ બને છે. આ રીતે જાણનાર વિદ્વાન દરેક વસ્તુમાં અનેકવિધ સપ્તભંગીઓને જાણવા માટે પાત્ર બને છે. આ બાબતનું સમર્થન કરનારી આચારાંગસૂત્રની એક સૂક્તિ છે. તેમાં જણાવેલ છે કે “જે એક વસ્તુને જાણે છે, તે સર્વ વસ્તુને જાણે છે.” આમ સપ્તભંગીના વિદ્વાન સર્વત્ર સપ્તભંગી દ્વારા પરિપૂર્ણ અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.
(ક.) પ્રસ્તુતમાં જે પરિપૂર્ણ અર્થની બોધકતા બતાવેલ છે તે પારિભાષિક છે, સપ્તભંગીની પરિભાષાની અપેક્ષાએ છે. પારમાર્થિક અપરોક્ષ સૈકાલિક સંપૂર્ણ સ્વ-પરપર્યાયયુક્ત તમામ અર્થની બોધકતા વા તો કેવલજ્ઞાનમાં જ રહે છે - તેમ સમજવું. આ પ્રમાણેનો વિચાર સ્યાદ્વાદી પંડિતોએ સૂક્ષ્મ બુદ્ધિથી મનમાં ધારણ કરવો.
સ્પના :- “સાત ભાંગાથી જ સર્વત્ર સંપૂર્ણ અર્થબોધ થાય' આવા નિયમને વળગી રહેવામાં આવે તો મહોપાધ્યાયજી મહારાજ આગમિક પરંપરાનું સમર્થન કરવા માટે આગમપરિકમિત બુદ્ધિના બળથી તેનું પણ બીજી રીતે સમર્થન કરે છે. તેઓશ્રી કહે છે કે સપ્તભંગીના પ્રથમ ભાંગામાં પ્રતિષેધકોટિમાં બાકી રહેલા જે છે કે પાંચ નયોને ગૌણ બનાવેલ હતા તેને બીજા ભાંગામાં મુખ્ય કરીને, પ્રથમ ભાંગાના વિધિકોટિગત મુખ્ય નયને ગૌણ કરવાથી નાસ્તિત્વપ્રકારક (= અસત્ત્વગોચર) બીજો ભાંગો મળી શકે છે. આ રીતે ક્રમિક-અક્રમિક અર્પણ કરવાથી બાકીના પાંચ ભાંગા પ્રાપ્ત થઈ શકે છે. આમ આગમાનુસારી મતનું પણ તેઓશ્રી સમર્થન કરે છે.
ક ચાલનીય ન્યાય વિચાર કી આગમાનુસારી મતના સમર્થનમાં મહોપાધ્યાયજી મહારાજે જે ચાલનીય ન્યાયનો નિર્દેશ કરેલ છે તેને આ મુજબ સમજવો. અનાજને ચાળવાની ચાળણીમાં (કે ચારણીમાં કે ચાયણીમાં) અનેક કાણાંઓ *...કે ચિહ્નદ્રયમધ્યવર્તી પૃ.૪૯૦ થી પૃ.પર૫ સુધીનો પાઠ કો.(૧૩)માં નથી. 1. ૨ ઘઉં નાનાતિ સ સર્વ નાનાતિા