Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४/१३ . व्यञ्जननयतो विरोधः, न प्रमाणादितः ।
५१७ વચનમાર્ગ તે અર્થપર્યાય = અસ્તિત્વ-નાસ્તિત્વાદિકનઈ વિષઈ હોઈ. વ્યંજનપર્યાય જે ઘટ-કુંભાદિકશબ્દવાચ્યતા, તેહનઈ વિષઈ સવિકલ્પ = વિધિરૂપ નિર્વિકલ્પ = નિષેધરૂપ એ બે(૨) જ ભાંગા હોઈ. પણિ અવક્તવ્યાદિ ભંગ ન હોઈ, જે માટઈ અવક્તવ્ય5 શબ્દવિષય કહિયઈ તો વિરોધ થાઈ. वचनपथः = सप्तभङ्गीलक्षणवचनमार्गः अर्थपर्याये = अस्तित्व-नास्तित्वादिलक्षणे भवति। घट ... -कुम्भादिशब्दवाच्यतालक्षणे व्यञ्जनपर्याये पुनः विधिलक्षणः सविकल्पः, निषेधलक्षणश्च निर्विकल्पः । इति द्वौ एव भङ्गौ भवतः। किन्तु अवक्तव्यादिभङ्गा न सम्भवन्ति, अवक्तव्यस्य शब्दविषयत्वकथने । अन्वयबाधेन विरोधात्'।
ननु एवं विरोधभिया अवक्तव्यपदार्थस्य शब्दमात्राऽविषयत्वाऽङ्गीकारे अवक्तव्यशब्दविषयत्वमपि ई न सङ्गच्छेत । तत्कथं सप्तभङ्ग्याम् इह स्थले पूर्वोक्तम् (४/११) अवक्तव्यपदार्थे अवक्तव्यशब्दविषयत्वं सङ्गच्छेतेति चेत् ?
श्रुणु, व्यञ्जननयत एव विरोधप्रदर्शनस्याऽत्राभिप्रेतत्वात्, न तु प्रमाणादितः। अतः एवण प्रमाणसप्तभङ्ग्याम् अवक्तव्यभङ्गः अवक्तव्यशब्दविषयत्वसाधकः लब्धाऽऽत्मलाभः, विरोधस्य च का ભાવાર્થ નીચે મુજબ સમજવો. “પૂર્વોક્ત રીતે સાત પ્રકારની વાક્યશૈલી = સપ્તભંગીસ્વરૂપ વચનપદ્ધતિ તો અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે સ્વરૂપ અર્થપર્યાયને વિષે જ સંભવે છે. ઘટ-કુંભ આદિ શબ્દનિરૂપિત અર્થનિષ્ઠ વાચ્યતાસ્વરૂપ વ્યંજનપર્યાયને વિશે તો વિધિસ્વરૂપ સવિકલ્પ અને નિષેધસ્વરૂપ નિર્વિકલ્પ - આમ બે જ ભાંગા સંભવે છે. પણ અવક્તવ્ય વગેરે બાકીના ભાંગા વ્યંજનપર્યાયમાં સંભવી શકતા નથી. કારણ કે અવક્તવ્યને = અવાચ્યને શબ્દવિષય = શબ્દવાચ્ય તરીકે જણાવવામાં આવે તો અન્વયબાધના કારણે વિરોધ આવે. વાચ્યવાભાવવિશિષ્ટમાં વાચ્યત્વનો અન્વય કઈ રીતે થઈ શકે ? તેવો અન્વય અયોગ્ય હોવાથી બાધિત છે. તેથી અવક્તવ્યને વાચ્ય કહેવામાં વિરોધ આવશે.
જિજ્ઞાસા :- (ન.) આ રીતે અવક્તવ્યપદાર્થને શબ્દવાચ્ય કહેવામાં વિરોધ આવવાના ભયથી જોવા તમે અવક્તવ્યપદાર્થમાં તમામ શબ્દોની અવાચ્યતા = અવિષયતાને જ સ્વીકારશો તો તે “અવક્તવ્ય શબ્દનો પણ વિષય નહિ બને. તથા આ વાતને ઈષ્ટાપત્તિ તરીકે સ્વીકારી ન શકાય. બાકી તો પૂર્વે રા (૪/૧૧) સપ્તભંગીમાં યુગપદ્ નયદ્વયની વિવક્ષા કરવામાં આવે તે સ્થળે જે અવક્તવ્યભાંગો બતાવેલ છે, તે કઈ રીતે સંગત થશે ? ત્યાં તો પદાર્થને “અવક્તવ્ય' કહીને તેમાં “અવક્તવ્ય' શબ્દની વિષયતા જ દર્શાવેલ છે. જો અવક્તવ્ય વસ્તુ સર્વ શબ્દથી અવાચ્ય હોય તો પૂર્વોક્ત “અવક્તવ્ય' શબ્દની વિષયતા તેમાં કઈ રીતે સંગત થાય ?
વિરોધનો પરિહાર આ શમન :- (કૃg) ભાગ્યશાળી ! સાંભળો. અહીં સંમતિતર્કગાથાવ્યાખ્યામાં અવક્તવ્યને શબ્દવાચ્ય માનવામાં જે વિરોધ જણાવેલ છે તે પ્રમાણાદિની દૃષ્ટિએ નથી જણાવ્યો, પરંતુ વ્યંજનનયની દૃષ્ટિથી જ તે વિરોધ જણાવેલ છે. પ્રમાણની દૃષ્ટિથી તો અવક્તવ્યપદાર્થને કથંચિત વક્તવ્ય કહેવામાં વાંધો જ કો. (૧૨)માં “વાચકતા” પાઠ. 4 મો.(૨)માં “અવક્તવ્યને વિશે હોય વ્યંજન પર્યાય...” પાઠ.