Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४८० • एकोक्त्या अर्थप्रतिपादनपरामर्शः .
૪/૧૨ સ પુષ્પદંતાદિક શબ્દ પણ એકોક્તિ ચંદ્ર-સૂર્ય કહઈ, પણિ ભિન્નોક્તિ ન કહી સકઈ. प ऽभेदवाचकत्वसम्भवादिति निरस्तम्,
पुष्पदन्तादिपदस्याऽपि एकोक्त्या सूर्याचन्द्रमसोः प्रतिपादकत्वात्, न तु भिन्नोक्त्या; “एकयोक्त्या पुष्पदन्तौ दिवाकर-निशाकरौ” (अ.को.कां.१/१०) इति अमरकोशवचनात् “पुष्पदन्तौ पुष्पवन्तावेकोक्त्या १ शशि-भास्करौ” (अ.चि.२/१२४) इति अभिधानचिन्तामणिवचनाच्च । “तेन पुष्पदन्तपदादेककाले सूर्यत्व श -चन्द्रत्वाभ्यां सूर्याचन्द्रमसोः बोधेऽपि न क्षतिरिति” मध्यमपरिमाण-स्याद्वादरहस्ये (का.५/पृ.२९०) व्यक्तम् । क यथा चैतत्तथा विभावितमस्माभिः जयलताभिधानायां तद्वृत्तौ (भाग-२/पृ.२९०) इति ततोऽवसेयम् ।
પ્રતિપાદન થાય છે, તેમ કોઈક (ભેદભેદ કે ઘટ-પટ વગેરે) સાંકેતિક પદ દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક વસ્તુમાં રહેલ પરસ્પર ભેદ અને અભેદ બન્નેનું એકીસાથે પ્રતિપાદન થઈ શકે છે. આમ પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક નયની યુગપત્ વિવક્ષા કરવામાં આવે તો પણ વસ્તુનું સ્વરૂપ સાંકેતિક શબ્દથી વાચ્ય = પ્રતિપાદ્ય બની શકે છે. તેથી “યુગપત નયક્રયવિવક્ષા કરવાથી વસ્તુ અવાચ્યતાને પ્રાપ્ત કરે છે - તેવી વાત યોગ્ય નથી. માટે સપ્તભંગીનો ચોથો ભાંગો અસંગત છે.
* પુષ્પદંતાદિ સ્થલે શાદબોધની વિચારણા જ ઉત્તરપક્ષ :- (પુષ્ય) તમારી વાત વ્યાજબી નથી. કારણ કે “પુષ્પદંત' વગેરે શબ્દો પણ એક ઉક્તિથી જ સૂર્ય અને ચંદ્ર બન્નેના પ્રતિપાદક છે, ભિન્ન ઉક્તિથી નહિ. કારણ કે અમરકોશમાં જણાવેલ
છે કે “પુષ્પદન્ત શબ્દ એક ઉક્તિથી સૂર્ય અને ચન્દ્ર બન્નેનું પ્રતિપાદન કરે છે.” અભિધાનચિંતામણિ માં નામના કોશમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પણ જણાવેલ છે કે “પુષ્પદંત અને પુષ્પવંત શબ્દ
એક ઉક્તિથી સૂર્ય-ચન્દ્ર બન્નેનું નિરૂપણ કરે છે. તેથી “પુષ્પદંત' શબ્દ એકીસાથે સૂર્યત્વરૂપે સૂર્યનો બી અને ચંદ્રવરૂપે ચંદ્રનો બોધ કરાવે તો પણ અમારા મતમાં કોઈ દોષ આવતો નથી - આ પ્રમાણે Dગ મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય નામના ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરે જણાવેલ છે. જે ' રીતે આ હકીકત એકદમ સ્પષ્ટ થાય તે રીતે મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય ગ્રંથની જયલતા (ભાગ૨) નામની વ્યાખ્યામાં અમે (દ્રવ્યાનુયોગપરામર્શકાર-કર્ણિકાકાર-સુવાસકાર યશોવિજય ગણીએ) વિવેચન કરેલ છે. તેથી જિજ્ઞાસુ વાચકવર્ગે ત્યાંથી અધિક વિગત જાણી લેવી.
સ્પષ્ટતા :- પુષ્પદન્ત’ શબ્દ સામાસિક છે. સમાસગર્ભિત આ પુષ્પદંત' પદની શક્તિ સૂર્ય અને ચન્દ્ર બન્નેમાં રહેલી છે. માટે એકીસાથે સૂર્ય અને ચન્દ્ર બન્નેનો તે બોધ કરાવે છે. પરંતુ ફક્ત એકલું “પુષ્પ' પદ કે એકલું “દન્ત પદ તો સૂર્ય કે ચન્દ્ર બેમાંથી એકેયનો બોધ કરાવી શકતું નથી. કારણ કે ભિન્ન ભિન્ન રૂપે, સ્વતંત્રરૂપે “પુષ્પ' શબ્દની કે “દત’ શબ્દની સૂર્યમાં કે ચન્દ્રમાં શક્તિ રહેલી નથી. આમ એકોક્તિથી = એક ઉચ્ચારણથી (= અખંડપદરૂપે બોલવાથી) જ “પુષ્પદંત' પદ દ્વારા સૂર્ય અને ચંદ્રનો બોધ થાય છે, પણ પુષ્ય અને દત્ત બે છૂટા છૂટા શબ્દનું અલગ-અલગ ઉચ્ચારણ કરવાથી (= ભિન્ન ઉક્તિથી) સૂર્ય કે ચંદ્ર બેમાંથી એકેયનો બોધ જ થતો નથી, તો યુગપત્ બન્નેનો બોધ ભિન્નોક્તિથી થવાનો તો કોઈ સવાલ જ રહેતો નથી. તેથી ભિન્નોક્તિથી યુગપત ભેદ અને અભેદ