Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४९६ 0 प्रस्थके नयसप्तभङ्गी ।
૪/૧૩ प वादिदेवसूरिभिः तु स्याद्वादरत्नाकरे सप्तमपरिच्छेदे “सङ्कल्पमात्रग्राहिणो नैगमस्य तावदाश्रयणाद्विधिग कल्पना। प्रस्थादिसङ्कल्पमात्रं प्रस्थादि भवति, ‘प्रस्थाद्यानेतुं गच्छामी'ति व्यवहारोपलब्धेः । જિજ્ઞાસા થાય છે કે દેવદત્ત ક્યાં વસે છે ?” આવી જિજ્ઞાસાના શમન માટે સ્કૂલ-સૂક્ષ્મ બુદ્ધિગમ્ય અનેક પ્રકારના જવાબ પ્રાપ્ત થાય છે. (૧) દેવદત્ત ચૌદ રાજલોકમાં વસે છે. (૨) તિર્ધક લોકમાં વસે છે. (૩) જમ્બુદ્વીપમાં વસે છે. (૪) ભરતક્ષેત્રમાં વસે છે. (૫) ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ભાગમાં વસે છે. (૬) પાટલિપુત્રમાં વસે છે. (૭) પોતાના ઘરમાં વસે છે. (૮) પોતાના ઘરના ખૂણામાં વસે છે. (૯) પોતાના ઘરના ખૂણામાં રહેલો હોય ત્યારે દેવદત્ત ત્યાં ખાટલામાં વસે છે. આ પ્રમાણે સ્કૂલ-સૂક્ષ્મ બુદ્ધિગમ્ય વિવિધ જવાબો નૈગમ અને વ્યવહાર નય સ્વીકારે છે. આ જવાબો ઉત્તરોત્તર શુદ્ધ-શુદ્ધતર છે. તેમ છતાં સંગ્રહનય તો એમ કહે છે કે પોતાની પથારીમાં આરૂઢ થયેલો જ દેવદત્ત વસે છે.” ઋજુસૂત્રનય એમ કહે છે કે “જે આકાશપ્રદેશમાં અવગાહીને દેવદત્ત રહેલ છે ત્યાં જ દેવદત્ત વસે છે.” જ્યારે શબ્દ વગેરે પાછલા ત્રણ નય એમ કહે છે કે “દેવદત્ત પોતાના આત્મામાં જ વસે છે.' આ રીતે વસતિ દષ્ટાંતમાં સાત નયના જુદા જુદા કુલ ૪ વિભિન્ન અભિપ્રાયો પ્રાપ્ત થવાથી વસતિ દષ્ટાંતમાં સાત નયની વિચારણા કરવામાં આવે તો કુલ ચાર સપ્તભંગી પ્રાપ્ત થાય છે. શુ
છે પ્રસ્થાની નયસમભંગીમાં વાદિદેવસૂરિજીનો મત છે a (દિ.) દિગ્ગજવિદ્વાન શ્વેતાંબરશિરોમણિ શ્રીવાદિદેવસૂરિ મહારાજે તો સ્યાદ્વાદરત્નાકર નામના આ આકર ગ્રંથના સાતમા પરિચ્છેદમાં પ્રસ્થક વગેરે દૃષ્ટાંતમાં નૈગમ આદિ નયોની અપેક્ષાએ વિવિધ શ પ્રકારની સપ્તભંગીઓ દર્શાવેલ છે. તેનો નિર્દેશ આ મુજબ છે. “નૈગમનય માત્ર સંકલ્પને પણ ગ્રહણ
કરે છે. અર્થાત વસ્તુ ઉત્પન્ન ન થયેલી હોવા છતાં પણ જો તે વસ્તુનો કોઈ વ્યક્તિ સંકલ્પ કરે તો સંકલ્પમાં (= બુદ્ધિમાં) ઉપસ્થિત થયેલ વસ્તુ પણ વાસ્તવિક (= સત્) છે. આ પ્રમાણે નૈગમનયનું મંતવ્ય છે. આમ કેવલ સંકલ્પિત વિષયને ગ્રહણ કરનાર નૈગમનયનો સૌ પ્રથમ આશ્રય કરવામાં આવે તો પ્રસ્થક વગેરે દષ્ટાંતમાં પ્રસ્તુત નૈગમનય વિધિકલ્પના કરે છે. દા.ત. પ્રસ્થને = પ્રસ્થકને બનાવવા માટે કોઈ સુથાર પ્રસ્થજ્યોગ્ય લાકડું લેવા માટે જંગલમાં જતો હોય ત્યારે કોઈ તેને પ્રશ્ન પૂછે કે “તમે શું કરો છો ?” તો તેના જવાબમાં સુથાર એવું બોલે છે કે “પ્રસ્થક લેવા જાઉં છું.” યદ્યપિ તે સુથાર પ્રસ્થકયોગ્ય કાષ્ઠને લેવા માટે જંગલમાં જાય છે. તો પણ તે જવાબ તો એવો જ આપે છે કે “હું પ્રસ્થક લેવા માટે જાઉં છું.' તે વખતે કાઇનિર્મિત પ્રસ્થક નિષ્પન્ન થયેલ નથી. પરંતુ સુથારના મગજમાં પ્રસ્થક બનાવવાનો ફક્ત સંકલ્પ હાજર છે. તેથી પ્રસ્થકનો કેવલ સંકલ્પ પણ ઉપરોક્ત વ્યવહારના આધારે પ્રસ્થકરૂપે સિદ્ધ થાય છે. જંગલમાં સંયોગસંબંધથી કાઠમય પ્રસ્થક અવિદ્યમાન હોવા છતાં પણ બુદ્ધિમાં વિષયિતાસંબંધથી સંકલ્પિત પ્રસ્થક વિદ્યમાન હોવાથી બુદ્ધિસ્થ પ્રસ્થકનું પણ પ્રસ્થક તરીકે વિધાન નૈગમનય કરે છે. ટૂંકમાં, પ્રસ્થકયોગ્ય કાષ્ઠખંડ માટે સુથારનું જંગલમાં જવું, લાકડું કાપવું, છોલવું વગેરે દરેક અવસ્થામાં નૈગમનય પ્રસ્થકનું વિધાન કરે છે, પ્રતિષેધ નહિ. આમ નૈગમનયની વિધિકલ્પના જાણવી.