Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० नयवाक्ये प्रमाणवाक्यातिव्याप्तिनिरास: 0
४/१३ | વ્યંજનપર્યાયનઈ ઠાર્મિ ભગઈ પણિ અર્થસિદ્ધિ સમ્પત્તિનઈ વિષઈ દેખાડી છઇ. - सर्वेषां नयानां भावनिक्षेपाऽभ्युपगन्तृत्वेन एवम्भूतनयवाक्यस्य सकलनयार्थप्रतिपादकत्वात् प्रमाणवाक्यत्वापत्तिः मा भूदिति प्रमाणवाक्यलक्षणे पर्याप्तिनिवेशः ।
न हि एवम्भूतनयवाक्ये सकलनयार्थप्रतिपादकतापर्याप्तिर्वर्तते, एवम्भूतानभिमतार्थस्याऽपि न नैगमादिनयानुसारेण विवक्षितपदार्थत्वात् । इत्थञ्च नैकतरनयवाक्यस्य प्रमाणवाक्यत्वापत्तिरिति सिद्धम् । વચનને સાક્ષીરૂપે સમજવું. પ્રસ્તુત વચનનો અર્થ આ પ્રમાણે છે - “શબ્દનય (= છેલ્લા ત્રણ નય) ભાવનિક્ષેપને જ સ્વીકારે છે. જ્યારે બાકીના નૈગમાદિ ચાર નયો સર્વ નિક્ષેપને માને છે.” મતલબ કે ભાવનિક્ષેપ તો સર્વ નયોમાં છવાયેલ છે, વ્યાપીને રહેલ છે, વિષયવિધયા વ્યાપ્ત છે. આથી એવંભૂતનયસંમત ઘટપ્રતિપાદક એવા વાક્યના વાચ્યાર્થને નૈગમાદિ સર્વ નો ઘડા તરીકે સ્વીકારશે જ. મતલબ કે એવંભૂતનયનું ઘટપ્રતિપાદક વાક્ય ઘડાની વિચારણા કરવામાં પ્રવૃત્ત થયેલ સર્વ નયોને અભિપ્રેત એવા અર્થનું પ્રતિપાદક બની જ જાય છે. તેથી જો “સકલનવાર્થપ્રતિપાદક વાક્ય = પ્રમાણવાક્ય - આ પ્રમાણે પ્રમાણવાક્યનું લક્ષણ બનાવવામાં આવે તો ઘટનું પ્રતિપાદન કરનાર એવંભૂતનયનું વાક્ય સકલન સંમત ઘટ પદાર્થનું પ્રતિપાદક બનવાથી તેમાં પ્રમાણવાક્યના લક્ષણની અતિવ્યાપ્તિ આવવાની
સમસ્યા ઉપસ્થિત થશે. આ સમસ્યાના નિવારણ માટે પ્રમાણવાક્યનું પરિષ્કૃત લક્ષણ બતાવતા જણાવેલ સ છે કે સકલનવાર્થની પ્રતિપાદકતાની પર્યાપ્તિનું અધિકરણ બનતું વાક્ય જ પ્રમાણવાક્ય કહેવાય.
# ન્યાયદર્શનાસંમત પર્યામિ અંગે ખુલાસો હa સ્પષ્ટતા :- હવે પર્યાપ્તિને સમજવા પ્રયત્ન કરીએ. “રૂમો વદ-પટી' આવી પ્રતીતિમાં જે હિન્દુ સંખ્યાનું ભાન થાય છે તે દ્વિત્વ સંખ્યા સમવાય સંબંધથી એકલા ઘડામાં પણ રહે છે અને એકલા પટમાં પણ રહે છે. પરંતુ એકલા ઘડાને જોઈને કે એકલા પટને જોઈને રૂમ હો’ - આ પ્રમાણે કોઈને પણ પ્રતીતિ થતી નથી. તેથી તેવી પ્રતીતિ ઉત્પન્ન કરવા માટે તૈયાયિકો કહે છે કે સમવાય સંબંધથી રહેનારી દ્ધિત્વ સંખ્યા “રૂમ વો’ - આવી પ્રતીતિની જનક નથી, પરંતુ પર્યાપ્તિસંબંધથી રહેનારી હિન્દુ સંખ્યા ઉપરોક્ત પ્રતીતિની જનક છે. હિન્દુ સંખ્યાની પર્યાપ્તિ એકલા ઘટમાં કે પટમાં રહેતી નથી. તેથી પર્યાપ્તિ સંબંધથી દ્વિત્ય સંખ્યા એકલા ઘટમાં કે એકલા પટમાં રહેતી નથી પરંતુ ઘટ-પટ ઉભયમાં જ રહે છે. તેથી જ્યારે ઘટ-પટ વગેરે બે પદાર્થો હાજર હશે ત્યારે જ રૂમ હો’ - એવી પ્રતીતિ થશે. આમ “પર્યાતિ એકમાં નહિ પરંતુ સંમિલિત અનેક વસ્તુમાં રહે છે' - એવું સિદ્ધ થાય છે.
ઈ એકાદ નયવાક્ય પ્રમાણ નથી ! ( દિ.) આ મુજબ વિચારીએ તો કહી શકાય કે સકલનવાર્થની પ્રતિપાદતા એવંભૂતનયના વાક્યમાં રહેવા છતાં પણ સકલનયાર્થપ્રતિપાદકતાની પર્યાપ્તિ તેમાં રહી શકતી નથી. કારણ કે એવંભૂતનય જેને ઘડા વગેરે સ્વરૂપે માને છે, તે સિવાયના પદાર્થને પણ નૈગમાદિ નો ઘડા સ્વરૂપે માને છે. તેથી નિંગમાદિ નયોને જે જે પદાર્થ ઘટરૂપે માન્ય છે, તે તમામ અર્થોનું એવંભૂતન સંમત વાક્ય ઘટરૂપે પ્રતિપાદન કરતું નથી. તેથી સકલનયાર્થપ્રતિપાદકતાની પર્યાપ્તિ એવંભૂતનયના વાક્યમાં રહી શકતી નથી.