Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४/१३
• निर्विकल्पवस्तुविचारः । द्वितीय-तृतीययोर्निर्विकल्पः, द्रव्यार्थात् सामान्यलक्षणान्निर्गतपर्यायाभिधायकत्वात्,
समभिरूढस्य पर्यायभेदभिन्नार्थत्वात्, નયમાં વસ્તુ સવિકલ્પ છે. કારણ કે ઘટ, કુંભ, કલશ વગેરે પર્યાયવાચી શબ્દો ઘડારૂપ એક જ અર્થમાં પ્રવર્તે છે. અર્થાત્ એક જ અર્થમાં વિભિન્ન પર્યાયવાચી શબ્દોની વાચ્યતા રહેલી છે. આવા પ્રકારનો વિકલ્પ સામ્મતનયામાં ઉપસ્થિત થાય છે. તેથી સામ્મતનયના અભિપ્રાયથી વસ્તુ સવિકલ્પ છે. (વ્યવહાર આદિ નયના અભિપ્રાય મુજબ ઘટ અર્થમાં ઘટશબ્દની વાચ્યતા, પટ સ્વરૂપ અર્થમાં પટશબ્દની વાચ્યતા વગેરેના વિકલ્પ ઉપસ્થિત થતા નથી. કેમ કે તે અર્થપર્યાયગ્રાહક છે, વ્યંજનપર્યાયગ્રાહક નથી.) સામ્પ્રતનયના મત મુજબ ઘડારૂપ અર્થમાં ઘટ, કુંભ, કલશ આદિ પર્યાયશબ્દોની વાચ્યતાસંબંધી વિકલ્પ હાજર હોવા છતાં ઘટાત્મક અર્થ તો એક જ છે. એક જ અર્થમાં પર્યાયશબ્દોની વાચ્યતાનો વિકલ્પ સ્વીકાર્ય હોવાથી સામ્મતનયના અભિપ્રાયથી વસ્તુ સવિકલ્પ છે. આ પ્રથમ ભાંગો છે.
જ સમભિરૂટ-એવંભૂતમત મુજબ વસ્તુ નિવિકલ્પ (દ્વિતી.) જ્યારે શબ્દનયના બીજા ભેદરૂપ સમભિરૂઢ અને શબ્દ નયના ત્રીજા ભેદરૂપ એવંભૂત નયના અભિપ્રાયથી બીજા ભાંગામાં વસ્તુ નિર્વિકલ્પ છે. કારણ કે અનુગત સામાન્યસ્વરૂપ દ્રવ્ય નામના પદાર્થમાંથી જુદા પાડેલા વિશેષસ્વરૂપ પર્યાયનું સમભિરૂઢ અને એવંભૂત પ્રતિપાદન કરે છે. (આશય સ એ છે કે અનુગત સામાન્યપદાર્થ એ દ્રવ્યનું લક્ષણ છે. તથા દ્રવ્યથી વ્યાવૃત્ત વિશેષ પદાર્થ એ પર્યાયનું લક્ષણ છે. સમભિરૂઢ અને એવંભૂત નયને માન્ય આ પર્યાય' નામનો પદાર્થ ક્ષણિક અને નિરંશ ( છે. તેથી સમભિરૂઢ અને એવંભૂત કોઈ પણ જાતના પર્યાયશબ્દવાધ્યત્વ વગેરે વિકલ્પને ઉભા કર્યા વિના જ સ્વતંત્રરૂપે “પર્યાય' નામના પદાર્થનું પ્રતિપાદન કરે છે. તેથી શબ્દનયના બીજા અને ત્રીજા ન ભેદ સ્વરૂપ સમભિરૂઢ અને એવંભૂત નયના અભિપ્રાય મુજબ વસ્તુ નિર્વિકલ્પ છે.)
છ અનેકાંતવ્યવસ્થા ગ્રંથ મુજબ વિચારણા સ્પષ્ટતા - અનેકાંતવ્યવસ્થા પ્રકરણ મુજબ આ બન્ને ભાંગાનો નિર્દેશ આ રીતે વિચારી શકાય છે કે - “શબ્દ(=સાંપ્રત)નયના મતે ઘટ નામનો પદાર્થ ઘટવાચક સર્વપર્યાયશબ્દોથી વાચ્યરૂપે છે જ. તથા સમભિરૂઢ અને એવંભૂત નયના મતે તે સ્વરૂપે ઘટપદાર્થ નથી જ.’ આમ સાંપ્રતનયના મતે પ્રથમ સમકારક ભાગો અને સમભિરૂઢ-એવંભૂતનયના મતે દ્વિતીય અસપ્રકારક ભાગો વસ્તુમાં સંભવી શકે છે. આ રીતે સમભિરૂઢ અને એવંભૂત નયને ભેગા કરી, બન્નેની દૃષ્ટિએ “વસ્તુ કઈ રીતે નિર્વિકલ્પ છે ?' આ અંગે આપણે ઉપરોક્ત પ્રમાણે વિચાર કર્યો. હવે સમભિરૂઢ અને એવંભૂત નયને છુટા પાડી, પ્રત્યેકની દૃષ્ટિમાં અન્ય કયા અભિપ્રાયથી વસ્તુ નિર્વિકલ્પ છે ? આવી જિજ્ઞાસા ઉપસ્થિત થાય તો તેનું સમાધાન સંમતિતર્કવ્યાખ્યામાં નીચે મુજબ છે કે –
૪ ફક્ત સમભિનયના મતે નિર્વિકલ્પતાનું સમર્થન ૪ (મ.) સમભિરૂઢનયના મતે કોઈ પણ એક વસ્તુ જુદા જુદા બે શબ્દો દ્વારા ઓળખાવી શકાતી નથી. અર્થાત્ સમભિરૂઢના મતે એક જ અર્થનું પ્રતિપાદન કરનાર પર્યાયવાચી અનેક શબ્દનું વિશ્વમાં અસ્તિત્વ નથી. “ઘટ’ શબ્દનો અર્થ જુદો છે. કુંભ' શબ્દનો અર્થ જુદો છે. “કલશ' શબ્દનો અર્થ જુદો