Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५१४
। अर्थनयस्वरूप-विषयमीमांसा 0 " भङ्गौ। यो ह्यर्थमाश्रित्य वक्तृस्थः सङ्ग्रह-व्यवहार-ऋजुसूत्राख्यः प्रत्ययः प्रादुर्भवति सोऽर्थनयः, अर्थवशेन ____ तदुत्पत्तेः, अर्थे प्रधानतयाऽसौ व्यवस्थापयतीति कृत्वा। शब्दं तु स्वप्रभवमुपसर्जनतया व्यवस्थापयति, स तत्प्रयोगस्य परार्थत्वात् । म यस्तु श्रोतरि तच्छब्दश्रवणादुद्गच्छति शब्द-समभिरूढ-एवम्भूताख्यः प्रत्ययस्तस्य शब्दः प्रधानम्, तद्वशेन । तदुत्पत्तेः। अर्थस्तूपसर्जनम्, तदुत्पत्तावनिमित्तत्वात् स शब्दनय उच्यते ।
तत्र च वचनमार्गः सविकल्प-निर्विकल्पतया द्विविधः। सविकल्पं = सामान्यम्, निर्विकल्पः = पर्यायः । છે. આ બાબતને સમજવા માટે સૌપ્રથમ અર્થનયની વ્યાખ્યાને સમજવી જરૂરી છે. જે નય અર્થને આશ્રયીને પ્રવર્તે તે નય અર્થનય કહેવાય. અર્થનય પ્રતીતિસ્વરૂપ છે, જ્ઞાનાત્મક છે. વક્તાના મનમાં રહેલ સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર નયની પ્રતીતિ અર્થને આશ્રયીને પ્રવર્તે છે. તેથી તે સંગ્રહ આદિ ત્રણેય નય અર્થનય કહેવાય છે. અર્થવશ (પદાર્થના આધારે) સંગ્રહાદિ ત્રણ નયની ઉત્પત્તિ થતી હોવાથી સંગ્રહાદિ ત્રણેય અર્થનય અર્થની મુખ્યરૂપે વ્યવસ્થા (= વિવક્ષા કે ગોઠવણી કરે છે તથા શબ્દની ગૌણરૂપે વ્યવસ્થા (= વિવક્ષા કે ગોઠવણ) કરે છે. કારણ કે શબ્દનો પ્રયોગ બીજા માટે કરવામાં આવતો હોય છે.
સ્પષ્ટતા :- શબ્દની ઉત્પત્તિ વક્તાના બોધને લીધે ઉત્પન્ન થાય છે. વક્તામાં રહેલ અર્થબોધ અનુસાર શબ્દપ્રયોગ થતો હોય છે. આમ અર્થબોધ નિયામક છે, શબ્દજનક છે. જ્યારે શબ્દ નિયમ્ય છે, અર્થબોધજન્ય
છે. જે નિયામક હોય તે મુખ્ય બને, નિયમ્ય હોય તે ગૌણ બને. તેથી સૌપ્રથમ નિયામકની ગણના2 ગોઠવણ-વ્યવસ્થા કે વિવક્ષા કરવી જરૂરી છે. તે નક્કી થાય એટલે તેને અનુસાર નિયમ્યની ગણનાઆ ગોઠવણ-વ્યવસ્થા થઈ જ જાય છે. અર્થાય તો વફ્તગત અર્થવિષયક બોધસ્વરૂપ છે. માટે વઝૂંજ્ઞાનાત્મક વ અર્થનય અર્થની મુખ્યપણે વ્યવસ્થા કરે છે, શબ્દની નહિ.
જ વ્યંજનપર્યાયના સ્વરૂપની વિચારણા જ સ (તુ.) અર્થવિષયક બોધસ્વરૂપ અર્થનયને ધારણ કરનાર વક્તાના શબ્દો સાંભળવા દ્વારા શ્રોતામાં જે શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નામને ધરાવનારી પ્રતીતિ ઉત્પન્ન થાય છે તે શબ્દનય (= વ્યંજનનય = વ્યંજનપર્યાય) કહેવાય છે. કારણ કે તે પ્રતીતિમાં શબ્દની મુખ્યતા છે, અર્થની ગૌણતા છે. શબ્દ-સમભિરૂઢ -એવંભૂતનય નામને ધરાવનારી ત્રણેય પ્રતીતિની અંદર શબ્દ મુખ્ય હોવાનું કારણ એ છે કે શબ્દવશ તેની ઉત્પત્તિ થાય છે. (વક્તા જેવા પ્રકારનો શબ્દપ્રયોગ કરે છે તેવા પ્રકારની પ્રતીતિ શ્રોતાને થાય છે. આમ શ્રોતૃબોધમાં વક્તાનો શબ્દ નિયામક છે, કારણ છે. શ્રોતાનો બોધ નિયમ છે, કાર્ય છે. નિયામક હોય તે મુખ્ય કહેવાય. નિયમ્ય હોય તે ગૌણ કહેવાય. આથી શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નામને ધરાવનારી પ્રતીતિમાં શબ્દ મુખ્ય છે.) શ્રોતૃગત શબ્દાદિ ત્રિવિધ પ્રતીતિમાં અર્થ તો ગૌણ છે. કારણ કે શ્રોતૃગત ત્રિવિધ બોધની ઉત્પત્તિમાં અર્થ નિમિત્ત નથી. આમ અર્થની ગૌણતા અને શબ્દની પ્રધાનતા હોવાથી શબ્દાદિ ત્રણ નય શબ્દનય (= વ્યંજનનય = વ્યંજનપર્યાય) કહેવાય છે.
છે સવિકલ્પ-નિર્વિકારસ્વરૂપની વિચારણા છે (તત્ર.) ત્રિવિધ શબ્દનયમાં વસ્તુના સ્વરૂપને દર્શાવનારી પ્રતીતિ સવિકલ્પ અને નિર્વિકલ્પ - આમ બે પ્રકારે જ બોલાય છે. આમ શબ્દનયમાં વચનપદ્ધતિ દ્વિવિધ છે. સવિકલ્પ એટલે સામાન્ય (એટલે