Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५००
० प्रस्थके एवम्भूताभिप्राय: ।
४/१३ प समभिरूढाश्रयणात्पर्यायभेदेन भिन्नस्यार्थस्य प्रस्थादित्वम्, इतरथाऽतिप्रसक्तिरिति।
___एवम्भूताश्रयणात्प्रस्थानादिक्रियापरिणतस्याऽर्थस्य प्रस्थादित्वम्, अन्यथाऽतिप्रसङ्ग इति । આવશે. (૪) જો વચનભેદ હોવા છતાં વસ્તુ ન બદલાય તો “છોકરાઓ' (આવું બહુવચનગર્ભિત પદ) તથા “ઘડો' (આવું એકવચનગર્ભિત પદ) જ્યાં બોલવામાં આવશે ત્યાં પણ અર્થનો અભેદ માનવો પડશે. (૫) જો પુરુષભેદ હોવા છતાં વસ્તુ એક હોય તો હું અને તું આવા શબ્દના અર્થમાં પણ અભેદ માનવો પડશે. આ અતિપ્રસંગ હોવાના કારણે ચોક્કસ પ્રકારના કાલ, લિંગ વગેરેથી વિશિષ્ટ એવા જ પર્યાયવિશેષને પ્રસ્થક તરીકે શબ્દનય સ્વીકારે છે.
પ્રસ્થક દૃષ્ટાંતમાં સમભિરૂટનરનું વક્તવ્ય છે (સમજ્જા.) (શબ્દનય કરતાં સમભિરૂઢનય વધારે સૂક્ષ્મ દૃષ્ટિને ધારણ કરીને કહે છે કે જેમ કાળ, લિંગ વગેરેના ભેદથી વસ્તુ બદલાય છે તેમ શબ્દ (= સંજ્ઞા કે સંકેતો બદલાઈ જાય એટલે ચોક્કસપણે અર્થ બદલાય જ છે. અર્થાત્ સમભિરૂઢનયના મતે પર્યાયવાચક શબ્દોનું અસ્તિત્વ જ આ વિશ્વમાં નથી. તેથી) સમભિરૂઢનયનો આશ્રય કરવામાં આવે તો પર્યાય શબ્દ બદલાય એટલે પ્રસ્થક અર્થ પણ બદલાઈ # જાય છે. જો પર્યાયશબ્દ બદલાવા છતાં પણ અર્થ બદલાતો ન હોય તો અનેક પર્યાયશબ્દોનો વાચ્યાર્થ - એક બની જવાથી ઘટ શબ્દના વાચ્યાર્થમાં કુંભાદિ શબ્દના વાચ્યાર્થનો સંક્રમ થવાની આપત્તિ આવશે. Gી અને જો ઈષ્ટાપત્તિરૂપે સ્વીકારવામાં આવે તો ઘટારિરૂપ અર્થમાં પટ શબ્દના વાચ્યાર્થનો પણ સંક્રમ
થવાની સમસ્યા સર્જાશે. કારણ કે એક શબ્દથી વાચ્ય એવી વસ્તુમાં અન્ય શબ્દના વાચ્યાર્થનો અભેદ રસ તમે (ઘટશબ્દના અને કુંભાદિ શબ્દના અર્થમાં અભેદ માનવા દ્વારા) સ્વીકારેલ છે.
જ પ્રસ્થકઃ એવંભૂતનયની દૃષ્ટિમાં જ (વભૂતા.) એવંભૂતનયનો આશ્રય કરવાથી એમ કહી શકાય કે પ્રસ્થાન (ધાન્યને માપવાની ક્રિયા) આદિ ક્રિયાથી પરિણત થયેલો અર્થ જ પ્રસ્થક આદિ સ્વરૂપે સત્ છે. જો આવું માનવામાં ન આવે તો અતિપ્રસંગ આવે.
YU ક્રિયાથી અપરિણત વસ્તુ મિથ્યા ઃ એવંભૂત / સ્પષ્ટતા :- “જો કાળ, લિંગ આદિના ભેદથી અર્થનો ભેદ શબ્દનય માન્ય કરે તથા શબ્દભેદથી (= પર્યાયવાચક સંજ્ઞાના બદલાવાથી) જો અર્થનો ભેદ સમભિરૂઢનય માન્ય કરે તો ક્રિયાના ભેદથી પણ અર્થનો ભેદ વાસ્તવિક રીતે માનવો જરૂરી બની જાય છે' - આ પ્રમાણે એવંભૂતનય પોતાનું મંતવ્ય વ્યક્ત કરે છે. એવંભૂતનય તો આગળ વધીને ત્યાં સુધી જણાવે છે કે “કાળ, લિંગ વગેરે ન બદલાય તથા પર્યાયવાચક શબ્દ ન બદલાય તેમ છતાં જો વસ્તુગત ક્રિયા બદલાઈ જાય તો અવશ્યપણે વસ્તુ બદલાઈ જાય.' તેથી એવંભૂતનયના મતે ધાન્યને માપવામાં વ્યવસ્થિતપણે પ્રવૃત્ત થયેલ પ્રસ્થક જ પ્રસ્થક છે. ધાન્ય માપવાની ક્રિયાથી પરિણત ન હોય તે પ્રસ્થક તરીકે એવભૂતનયને માન્ય નથી. જ્યારે કાછનિર્મિત પાત્રવિશેષ ધાન્ય માપવાની ક્રિયામાં પ્રવૃત્ત ન હોય તે સમયે પણ જો તેને પ્રસ્થક તરીકે સ્વીકારવામાં આવે તો અનાજ માપવાની ક્રિયાને નહિ કરતા બારી, બારણા, ખુરશી વગેરે પદાર્થોને પણ પ્રસ્થક તરીકે સ્વીકારવાની આપત્તિ આવશે. માટે તે તે ક્રિયાથી અપરિણત વસ્તુ તે