Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४/१३
० प्रस्थके नयसप्तभङ्ग्यः । तथा स्यादुभयं क्रमार्पितोभयनयार्पणात् । स्यादवक्तव्यम्, सहार्पितोभयनयाश्रयणात् ।
अवक्तव्योत्तराः शेषास्त्रयो भङ्गा यथायोगमुदाहार्याः । -તે પદાર્થ સ્વરૂપે મિથ્યા છે. આવું એવંભૂતનય કહે છે.
આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે દરેક નય પ્રસ્થક અંગે અલગ અલગ મંતવ્ય ધરાવે છે. તેથી વિધિકોટિમાં નૈગમનયને અને નિષેધકોટિમાં સંગ્રહ આદિ છે નયમાંથી કોઈ પણ એક નયને મૂકવામાં આવે તો વિધિકોટિનો સરૂપે પ્રથમ ભાંગો અને નિષેધકોટિનો અસરૂપે બીજો ભાંગો પ્રસ્થક ઉદાહરણની સપ્તનયગર્ભિત સપ્તભંગીમાં પ્રાપ્ત થાય છે.
પ્રસ્થક સપ્તભંગીનો ત્રીજો - ચોથો ભાંગો જ (તથા) તથા જો નૈગમનની પ્રથમ વિવક્ષા કરી ત્યાર બાદ બાકીના છ નયોમાંથી કોઈ એક નયની વિવક્ષા કરવામાં આવે તો પ્રસ્થક કથંચિત્ સત્ અને કથંચિત્ અસત્ છે.
સ્પષ્ટતા :- “પ્રસ્થવિષયક કેવલ સંકલ્પ (= બુદ્ધિ) નૈગમનયની દૃષ્ટિએ પ્રથક તરીકે સત્ છે કે અસત્ ?” તથા “સંગ્રહ આદિ છે નયમાંથી કોઈ પણ એક નયની દૃષ્ટિએ તે સંકલ્પ પ્રસ્થકરૂપે સત્ છે કે અસતુ? આવા પ્રકારના બે ક્રમિક પ્રશ્ન કે જિજ્ઞાસા ઉપસ્થિત થાય ત્યારે વાદિદેવસૂરિજી મહારાજ સમાધાનરૂપે એવું જણાવે છે કે “પ્રસ્થકગોચર કેવલ સંકલ્પ નૈગમનયના અભિપ્રાયથી પ્રસ્થકરૂપે સત્ છે અને સંગ્રહ આદિ છ નયમાંથી કોઈ પણ એક નયને લઈએ તો તેના અભિપ્રાયથી તે પ્રસ્થકરૂપે અસતુ છે.” પ્રસ્થકસંબંધી નયસપ્તભંગીનો આ ત્રીજો ભાંગો છે.
(ચા.) તે જ રીતે નૈગમની સાથે સંગ્રહાદિમાંથી કોઈ પણ એક - એમ બે નયના અભિપ્રાયનો એકીસાથે આશ્રય કરવામાં આવે તો તે જ વસ્તુ કથંચિત્ અવક્તવ્ય બની જાય છે.
. સ્પષ્ટતા :- “પ્રસ્થકગોચર કેવલ સંકલ્પ એકીસાથે નૈગમ અને સંગ્રહ આદિ છ નયમાંથી કોઈ એક નયની દૃષ્ટિએ વિચારીએ તો તે પ્રકરૂપે સત્ છે કે અસત્ ?' - આવી જિજ્ઞાસાનું શમન કરવા | માટે એમ કહી શકાય કે ત્યારે તે સંકલ્પ કથંચિત્ અવક્તવ્ય છે.”
પ્રસ્થક સપ્તભંગીમાં શેષ ત્રણ ભાંગા ફ. (વેવ્યો.) જેના છેડે અવક્તવ્ય શબ્દ આવે છે તેવા બાકીના ત્રણ ભાંગા યથાયોગ્ય રીતે અહીં કહેવા.
સ્પષ્ટતા :- પાંચમો ભાંગો “સત અને અવક્તવ્ય છે. છઠ્ઠો ભાંગો “અસદ્ અને અવક્તવ્ય છે. સાતમો ભાંગો “સત, અસત્ અને અવક્તવ્ય છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા ત્રણ ભાંગાની શરૂઆતમાં જુદા જુદા શબ્દો હોવા છતાં પણ તે ત્રણેય ભાંગાના છેડે અવક્તવ્ય' શબ્દ અનુગત છે. નયનો નિર્દેશ કરવા પૂર્વક પ્રસ્થક ઉદાહરણમાં ગોઠવીને છેલ્લા ત્રણ ભાંગાને જણાવવા હોય તો એમ કહી શકાય કે (૫) પ્રસ્થકગોચર સંકલ્પ નૈગમનયની દૃષ્ટિએ પ્રકરૂપે સત્ છે. તથા નૈગમની સાથે સંગ્રહ આદિ છે નયોમાંથી કોઈ પણ એક નયની યુગપદ્ વિવક્ષા કરવાથી તે અવક્તવ્ય છે. (૬) સંગ્રહાદિ છે નયોમાંથી કોઈ પણ નયને ગ્રહણ કરો તો તેની દૃષ્ટિએ પ્રસ્થકગોચર સંકલ્પ પ્રકરૂપે અસત્ છે તથા નૈગમની સાથે સંગ્રહ આદિ છે નયોમાંથી કોઈ પણ એક નયની યુગપ૬ અર્પણ કરવામાં