Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/૧૨ ० प्रस्थके सप्त सप्तभङ्ग्य: ।
४९५ ___एवं सर्वत्र प्रथमभङ्गे मुख्यभावेन विधिकोटौ नयपरावर्तनतः अवशिष्टानाञ्च सर्वेषां नयानां प निषेधकोटौ प्रवेशात् प्रस्थकदृष्टान्ते सप्त सप्तभङ्ग्यः प्राप्यन्ते । प्रदेशोदाहरणेऽपि सप्त सप्तभङ्ग्यो । लभ्यन्ते । एवमेव वसतिदृष्टान्तेऽपि उत्कर्षतः सप्त सप्तभङ्ग्यो विज्ञेयाः।
यद्वा प्रस्थकोदाहरणे वसतिदृष्टान्ते च चतत्र एव सप्तभङ्ग्यो विज्ञेयाः, अनुयोगद्वार-विशेषावश्यकभाष्य-नयरहस्याद्यनुसारेण नैगम-व्यवहारयोरभिप्रायैक्यात् शब्दादीनाञ्चाभिप्रायैक्यादित्यवधेयम् । श સત, અસદ્ અને અવક્તવ્ય નામનો સાતમો ભાંગો પ્રાપ્ત થાય છે. આ રીતે પ્રસ્થક ઉદાહરણમાં બીજી સપ્તભંગી સંગ્રહ નયને અભિપ્રેત એવા પ્રસ્થાને કેન્દ્રસ્થાને રાખવાથી પ્રાપ્ત થાય છે.
ફ ત્રણ દૃષ્ટાંતમાં સાત નયની સાત સપ્તભંગી ઝીક (વિ.) આ રીતે સર્વત્ર પ્રથમ ભાંગામાં વિધિ કોટિમાં અલગ અલગ નયને મુખ્યરૂપે ગોઠવી, બાકીના તમામ નયોનો નિષેધ કોટિમાં સમાવેશ કરવાથી પ્રસ્થક દૃષ્ટાંતમાં સાત નયની સાત સપ્તભંગી પ્રાપ્ત થશે. આ જ રીતે પ્રદેશ ઉદાહરણમાં પણ સાત નયની સાત સપ્તભંગી મળશે. તથા આ જ પ્રકારે વસતિ દૃષ્ટાંતમાં પણ ઉત્કર્ષથી સાત નયની સાત સપ્તભંગીઓ પ્રાપ્ત થશે - તેમ જાણવું. પ્રદેશદેષ્ટાંત ૮ મી શાખાના પંદરમા શ્લોકમાં વિસ્તારથી જણાવાશે.
અ પ્રસ્થક-વસતિ દ્રષ્ટાંતમાં ચાર સપ્તભંગી છે. (દ્વા.) અથવા તો એમ પણ કહી શકાય કે પ્રસ્થક ઉદાહરણમાં અને વસતિ ઉદાહરણમાં કુલ ચાર જ સપ્તભંગી પ્રાપ્ત થશે. આનું કારણ એ છે કે અનુયોગદ્વારસૂત્ર, વિશેષાવશ્યકભાષ્ય, નયરહસ્ય શી વગેરે ગ્રંથો મુજબ પ્રસ્થક અને વસતિ ઉદાહરણમાં નૈગમનયનો અને વ્યવહારનયનો અભિપ્રાય એક સરખો જ છે. આથી તે બન્ને ઉદાહરણમાં તે બન્ને નયની સપ્તભંગી અર્થતઃ અભિન્ન જ બનશે. તથા ! શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયનો પણ અભિપ્રાય પ્રસ્થક તથા વસતિ દષ્ટાંતમાં એકસરખો જ છે. તેથી શબ્દાદિ ત્રણ નયને ઉપરોક્ત બન્ને ઉદાહરણની સપ્તભંગીના પ્રથમ ભાંગામાં મુખ્યરૂપે વિધેયકોટિમાં ર. રાખવાથી પ્રાપ્ત થતી સપ્તભંગી અર્થતઃ (= અર્થની અપેક્ષાએ) એકસરખી જ થશે. આમ પ્રક અને વસતિ દષ્ટાંતમાં કુલ ચાર સપ્તભંગી થશે. તેનો નિર્દેશ નીચે મુજબ સમજવો.
નયગર્ભિત પ્રસ્થક-વસતિ દૃષ્ટાંત | સપ્તભંગી (૧-૩) નિગમ-વ્યવહાર નય
સંગ્રહનય
ઋજુસૂત્રનય (૫-૬-૭)/શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નય .
કુલ = ૪ | - વસતિ ઉદાહરણ વિચારણા ૪ સ્પષ્ટતા :- અનુયોગદ્વાર, વિશેષાવશ્યકભાષ્ય, નયરહસ્ય વગેરે ગ્રંથોમાં “વસતિદષ્ટાંત આ મુજબ પ્રાપ્ત થાય છે. વસતિ = આધારતા. “દેવદત્ત વસે છે' - આ પ્રમાણે વાક્ય સાંભળ્યા બાદ શ્રોતાને