Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४८२ છે “સપુરત..” ચાયથો : ૪
૪/૧ प शक्यम् , यतो न जातुचिद् एकशब्दाद् = एकस्मात् साङ्केतिकादपि पदाद् युगपत् = सहैव पदार्थद्वयं - = वाच्यार्थद्वितयम् उच्यते = प्रतिपाद्यते केनाऽपि भिन्नोक्त्या मुख्यतया स्पष्टम् । अत एव तदा वस्तु कथञ्चिद् अवाच्यतां लभेतैव । ततश्च सप्तभङ्ग्यां चतुर्थोऽपि भङ्गो लब्धावकाश इति मन्तव्यम् ।
भेदाऽभेदयोः युगपदऽर्पणायां तु 'सकृदुच्चरितः शब्दः सकृदेवार्थं गमयतीति न्यायाद् शे एकशब्दस्याऽनेकार्थानां युगपदबोधकत्वादवक्तव्यत्वमत्र अवसेयम्।
તેવી જિજ્ઞાસા કે પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે ગુરુ ભગવંતે એમ જ કહેવું પડે છે કે “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની દૃષ્ટિએ દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ એકીસાથે મુખ્યરૂપે સ્પષ્ટપણે શબ્દ કે પદ દ્વારા તમે જાણવા માંગતા હો તો તે શક્ય નથી. કારણ કે યુગપતું મુખ્યરૂપે સ્પષ્ટપણે નયદ્રયવિષયનો વાચક કોઈ શબ્દ કે પદ વિશ્વમાં વિદ્યમાન નથી. જેનું વાચક કોઈ પદ ન હોય તે વસ્તુ આપમેળે અવાચ્ય (= શબ્દ કે પદ દ્વારા અવક્તવ્ય) બની જાય છે. એક સાંકેતિક પદથી પણ એકીસાથે બે અર્થનું ભિન્ન ઉક્તિથી મુખ્યતયા સ્પષ્ટપણે પ્રતિપાદન કરવાનું કોઈના પણ દ્વારા ક્યારેય પણ શક્ય નથી. આમ સપ્તભંગીના ચોથા ભાંગા સ્વરૂપે અવક્તવ્યત્વ સ્થાનને પ્રાપ્ત કરે છે. તેથી કથંચિત્ અવક્તવ્યત્વને પણ સપ્તભંગીમાં સ્થાન આપવું યુક્તિસંગત જ છે - તેમ માનવું જોઈએ.
- એક વાર બોલાયેલા શબ્દથી એક જ અર્થનું ભાન - (મેા.) પર્યાયાર્થિકનયને માન્ય એવો દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ તથા દ્રવ્યાર્થિકનયને માન્ય એવો પS દ્રવ્ય-ગુણાદિનો અભેદ – આ બન્ને વિશે યુગપત્ વિવક્ષા કરવામાં આવે તો પણ એકીસાથે એક શબ્દ તા દ્વારા તે બન્નેનો બોધ નહિ થઈ શકે. કારણ કે “એક વાર બોલાયેલો શબ્દ એક વાર જ અર્થનો બોધ " કરાવે છે.' - આ પ્રમાણેનો ન્યાય = કાયદો = નિયમ છે. આ નિયમના લીધે એક શબ્દ એકસાથે > અનેક અર્થનો બોધ = શાબ્દબોધ કરાવી શકતો નથી. માટે યુગપતુ બન્ને નયના વિષયનો મુખ્યરૂપે
સ્પષ્ટપણે બોધ કરવો હોય તો તે એક શબ્દશક્તિનો વિષય ન હોવાથી અવાચ્ય બની જાય છે. માટે સપ્તભંગીના ચોથા ભાંગામાં અવક્તવ્યત્વનો નિવેશ કરવો જરૂરી છે - તેમ જાણવું.
6 સેંધવ' સ્થળે શાબ્દબોધ વિમર્શ સ્પષ્ટતા :- અક્ષ, ગો, સેંધવ, હરિ વગેરે શબ્દોના અનેક અર્થ છે. તેમ છતાં અક્ષ વગેરે શબ્દ એક વાર બોલવાથી યુગપતુ કે ક્રમશઃ તેના તમામ અર્થોનો બોધ થતો નથી. પરંતુ તે શબ્દના જેટલા અર્થનો શાબ્દબોધ કરાવવો હોય તેટલી વાર તે તે શબ્દનો પ્રયોગ કરવો જરૂરી બને છે. આ હકીકત શબ્દશાસ્ત્રનિપુણ સર્વ વિદ્વાનોને માન્ય છે. તેથી તેના ઉપરથી એક તારણ નીકળે છે કે એક વાર બોલાયેલો શબ્દ એક વાર જ પોતાના અર્થનો શાબ્દબોધ કરાવે છે. જો આ નિયમ માન્ય કરવામાં ન આવે તો ભોજન કરતો માણસ “સેજવમ્ સાન’ આ પ્રમાણે બોલશે ત્યારે શ્રોતા “લૈંઘવ' પદથી વાચ્ય એવા ઘોડા, વસ્ત્ર, માણસ, મીઠું. આ બધાને એકીસાથે લાવવાની પ્રવૃત્તિ કરશે. પરંતુ તેવું બનતું નથી. ભોજન પ્રકરણના આધારે શ્રોતા “લૈંધવ' પદના અનેક વાચ્યાર્થોમાંથી ફક્ત મીઠું (નમક) લાવવાની જ પ્રવૃત્તિ કરે છે. તેનાથી ફલિત થાય છે કે “મૈંઘવ’ શબ્દ એક વાર બોલવામાં આવે તો તેનાથી તેના તમામ વાચ્યાર્થોનો શ્રોતાને બોધ થતો નથી પણ તેના એક જ અર્થનો શાબ્દબોધ થાય છે.