Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४९०
☼ अधिकभङ्गाक्षेपः ☼
४ / १३
રા
*શિષ્ય પુછઈ છઈ – “જિહાં ૨ જ નયના વિષયની વિચારણા હોઇ, તિહાં એક એક ગૌણ -મુખ્યભાવĚ સપ્તભંગી થાઓ, પણિ જિહાં પ્રદેશ-પ્રસ્થકાદિ વિચારઈં સાત-છ-પાંચ પ્રમુખ નયના ભિન્ન ભિન્ન વિચાર હોઇ, તિહાં અધિક ભંગ થાઇ, તિવારÖ` સપ્તભંગીનો નિયમ કિમ રહઇ ?”
ननु यत्र द्वयोरेव नययोः विषयो मीमांस्यते तत्र प्रतिनयविषयं गौण - मुख्यभावेन विधि -निषेधाभ्यां सप्तभङ्गी दर्शितरीत्या सम्पद्यताम् । परं यत्र प्रस्थक-प्रदेशादिमीमांसायां सप्त-षट् -पञ्चप्रमुखानां नयानां मिथो विभिन्ना अभिप्रायाः सन्ति तत्राऽधिका अपि भङ्गाः सम्भवन्ति । म ततश्च तत्र कथं सप्तभङ्गीनियमः सङ्गच्छेत इति चेत् ?
આ પ્રમાણે અન્ય ધર્મયુગલોની સપ્તભંગી વિજ્ઞ વાચકવર્ગે સ્વયં સમજી લેવી. પૂર્વપક્ષ :- (નનુ.) સ્થળે ફક્ત બે જ નયનો વિષય વિચારવામાં આવે તે સ્થળે તે બન્ને નયના સત્ત્વ-અસત્ત્વ કે ભેદાભેદ વગેરે વિષયમાં તે બન્ને નયનું ગૌણ-મુખ્યભાવે વિધાન કે પ્રતિષેધ કરવાથી તમે જણાવ્યું તે પ્રમાણે સપ્તભંગી સંભવી શકે છે. કારણ કે તેવા સ્થળે બે નયના પરસ્પર વિરુદ્ધ બે જ અભિપ્રાય ઉપસ્થિત છે. પરંતુ જે સ્થળે પ્રસ્થક દૃષ્ટાંતની વિચારણા કે પ્રદેશ વગેરે દૃષ્ટાન્તની વિચારણા સાત, છ, પાંચ વગેરે નયોના અભિપ્રાયથી થતી હોય ત્યાં તો અનેક અભિપ્રાયો પરસ્પર અત્યંત વિલક્ષણ જોવા મળે છે. તેવા સ્થળે વિવિધ નયોના પરસ્પર વિરુદ્ધ અભિપ્રાયો ફક્ત બે નહિ પણ અનેક ઉપસ્થિત હોય છે. તેથી તેવા સ્થળે તો સાત ભાંગા કરતાં વધુ ભાંગા પણ સંભવી શકે છે. તેથી તેવા સ્થળમાં સપ્તભંગીનો નિયમ કઈ રીતે ટકશે ? કઈ રીતે સંગત થઈ શકશે ? * પ્રસ્થક અને પ્રદેશ દૃષ્ટાંતમાં નયમીમાંસા
સ્પષ્ટતા :- અનુયોગદ્વારસૂત્ર, આવશ્યકનિર્યુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય, અનેકાંતવ્યવસ્થા, નયરહસ્ય વગેરે ગ્રંથોમાં સાત નયની અપેક્ષાએ પ્રસ્થક દૃષ્ટાંત અને પ્રદેશ દૃષ્ટાંત વિસ્તારથી દર્શાવેલ છે. નયરહસ્ય
al
આદિ ગ્રંથ મુજબ સંક્ષેપમાં પ્રસ્થક દૃષ્ટાંત આ પ્રમાણે છે. ધાન્ય માપવા માટેનું વિશેષ પ્રકારનું પાત્ર (= ભાજન અથવા માપીયું) મગધ દેશમાં પ્રસ્થક તરીકે પ્રસિદ્ધ છે. (૧-૨) પ્રસ્થક માટે જંગલમાં । સુથારનું જવું, લાકડાનું કાપવું વગેરે ક્રિયાઓમાંથી પસાર થઈ પ્રસ્થક તરીકેનો સિક્કો લાગે ત્યાં સુધીના દરેક પર્યાયમાં પ્રસ્થક તરીકેનો સ્વીકાર નૈગમ અને વ્યવહાર નયને માન્ય છે. (૩) જ્યારે સંગ્રહનયના મતે ધાન્ય માપવાની ક્રિયામાં ગોઠવાયેલ પ્રસ્થક જ પ્રસ્થકરૂપે માન્ય છે. (૪) ઋજુસૂત્રનયના મતે સંગ્રહનય સંમત પ્રસ્થક તો પ્રસ્થક છે જ પરંતુ પ્રસ્થકથી માપેલું અનાજ પણ પ્રસ્થક છે. (૫-૬-૭) જ્યારે શબ્દાદિ ત્રણ નયના મતે પ્રસ્થકનું જ્ઞાન જ પ્રસ્થક છે.
હવે પ્રદેશ દૃષ્ટાંત નયરહસ્ય ગ્રંથ મુજબ સંક્ષેપમાં આ પ્રમાણે સમજવું. (૧) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, જીવ, સ્કંધ (= મહાકાય પુદ્ગલદ્રવ્ય) અને તે પાંચેયના દેશ (= સાવયવ અંશ)- આ છ વસ્તુના પ્રદેશ (= નિરવયવ અંશ) નૈગમનય માને છે. (૨) સંગ્રહનય દેશ સિવાય પાંચના પ્રદેશ માને છે. (૩) વ્યવહારનય પાંચ પ્રકારના પ્રદેશ માને છે. (૪) ઋજુસૂત્રનય તો કથંચિત્ *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પૃ.૪૯૦ થી પૃ.૫૨૫ સુધીનો પાઠ કો.(૧૩)માં નથી. ...૧ ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ સિ.+કો.(૯)માં નથી.