Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/૧ ० परपर्यायाः नास्तित्वेन सम्बद्धाः ०
४७३ निराकरणमापद्येत । किन्तु अस्तित्वमिव नास्तित्वमपि अतिरिक्तः गुणधर्म एव। केवलं घटादौ .. पटादिपर्याया अस्तित्वेन असम्बद्धा इति परपर्याया उच्यन्ते, न पुनः सर्वथा तत्र ते न सम्बद्धाः, , तत्राऽपि नास्तित्वेन तेषां सम्बद्धत्वात् । तदिदमभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “द्विविधं हि । वस्तुनः स्वरूपम्, अस्तित्वं नास्तित्वञ्च । तत्र ये यत्र अस्तित्वेन प्रतिबद्धा ते तस्य स्वपर्याया उच्यन्ते। ये म च यत्र नास्तित्वेन सम्बद्धाः ते तस्य परपर्यायाः प्रतिपाद्यन्ते इति निमित्तभेदख्यापनपरौ एव स्व-परशब्दौ, .. ન તુ કાં તત્ર સર્વથા સર્વન્દનિરાકરાપરો” (વિ..મ.૪૭૧ ) રૂતિા. ___ इत्थञ्च पदार्थपरिणमनस्य नानारूपेण सम्पत्तेः स्वद्रव्यादिरूपेण यद् घटास्तित्वं ततोऽन्यदेव क परद्रव्यादिरूपेण घटनास्तित्वमिति फलितमेतावता। अतो न प्रथम-द्वितीयभङ्गयोरव्यतिरेक इति र्णि सप्तभङ्गी जिनोपदिष्टा अव्याहतैव मन्तव्या ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'अस्तित्व-नास्तित्वे स्वरूप-पररूपाभ्यां प्रतिवस्तु युगपद् કે જેના લીધે વસ્તુમાં નાસ્તિત્વની સર્વથા બાદબાકી થવાની સમસ્યા ઊભી થાય. પરંતુ અસ્તિત્વની જેમ નાસ્તિત્વ પણ વસ્તુનો સ્વતંત્ર ગુણધર્મ છે. ફક્ત ઘટ વગેરે વસ્તુમાં પટાદિપર્યાયો અસ્તિત્વસંબંધથી નથી જોડાયા. માટે પટાદિ ઘટના પરપર્યાય કહેવાય છે. પરંતુ પટાદિ ઘટાદિમાં સર્વથા = કોઈ પણ સંબંધથી જોડાયેલા નથી - એવું નથી. કેમ કે નાસ્તિત્વસંબંધથી પટાદિપર્યાયો ઘટમાં જોડાયેલા જ છે. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યની મલધારવ્યાખ્યામાં જણાવેલ છે કે “વસ્તુનું સ્વરૂપ બે પ્રકારે છે. (૧) અસ્તિત્વ અને (૨) નાસ્તિત્વ. તેમાં જે ગુણધર્મો જે વસ્તુમાં અસ્તિત્વની સાથે સંકળાયેલા હોય તે તેના સ્વપર્યાય કહેવાય છે. તથા જે ગુણધર્મો જે વસ્તુમાં નાસ્તિત્વની સાથે સંકળાયેલા હોય તે તેના પરપર્યાયો કહેવાય છે. આ રીતે જુદા-જુદા નિમિત્તને (= જુદી-જુદી અપેક્ષાને) જણાવનારા છે જ “સ્વ” શબ્દ અને “પર” શબ્દ છે. પરંતુ તે વસ્તુમાં અમુકપર્યાયોને (= પરપર્યાયોને) સર્વથા = વા એકાંતે કોઈ લેવા-દેવા જ નથી' - આ પ્રમાણે ત્યાં પરપર્યાયની વંધ્યાપુત્રની જેમ બાદબાકી કરવાનું કામ “સ્વ-પર' શબ્દો નથી કરતા.”
છે સપ્તભંગી અવ્યાહત છે (લ્ય.) આ રીતે પદાર્થનું પરિણમન જુદા-જુદા સ્વરૂપે થતું હોવાથી “ઘટનું સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ -ભાવરૂપે જે અસ્તિત્વ છે તેના કરતાં પરદ્રવ્ય-ક્ષેત્રાદિરૂપે ઘટનું નાસ્તિત્વ અલગ જ છે' - તેવું ઉપરોક્ત વિચારવિમર્શથી સિદ્ધ થાય છે. આથી જ સપ્તભંગીના સ્વદ્રવ્ય-ક્ષેત્રાદિસ્વરૂપે અસ્તિત્વ નામનો પ્રથમ ભાંગો અને પારદ્રવ્ય-ક્ષેત્રાદિસ્વરૂપે નાસ્તિત્વ નામનો દ્વિતીય ભાંગો પરસ્પર અભિન્ન નથી. માટે જિનેશ્વર ભગવંતે દર્શાવેલી સપ્તભંગી અવ્યાહત જ છે – એમ સમજવું. આશય એ છે કે સપ્તભંગીના પ્રથમ અને દ્વિતીય ભાંગા અલગ-અલગ હોવાથી સપ્તભંગી જ ન્યાયપ્રાપ્ત છે. આથી “પુનરુક્તિ દોષને કે સપ્તભંગી ભાગી જવાની સમસ્યાને પ્રસ્તુતમાં કોઈ અવકાશ રહેતો નથી' - એવું ફલિત થાય છે.
વિરાધક તરીકેનું અસ્તિત્વ છોડીએ : આધ્યાત્મિક ઉપનય :- “સ્વરૂપથી અસ્તિત્વ અને પરરૂપથી નાસ્તિત્વ- આ બન્ને વસ્તુ અલગ