Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४७४
• विराधकत्वेन अस्तित्वं त्याज्यम् । प विद्यमाने मिथो भिन्ने आवश्यके च' इति कृत्वा यदा अस्माकं मोक्षमार्गाराधकतया अस्तित्वं वर्तते तदा विराधकतया नास्तित्वमपि आवश्यकम् । विराधकतया नास्तित्वविरहे आराधकतया अस्मदीयम्
अस्तित्वमपि अतात्त्विकं सम्पद्यते। विराधकतया अस्मदीयाऽस्तित्वकाले आराधकतया अस्मदीय- मस्तित्वं निश्चयतः असम्भवास्पदम् । अत आराधकविधयाऽस्मदीयाऽस्तित्वाऽऽविर्भावाय यावान् श प्रयास आवश्यकः तावानेव प्रयासो विराधकविधयाऽस्मदीयाऽस्तित्वविलयकृते आवश्यकः । तात्त्विकः के प्राज्ञः परिपक्व आत्मार्थी आराधकः सदैव स्वकीयं विराधकतया अस्तित्वं कात्स्न्यून उन्मूलयितुं - बद्धकक्ष एव स्यात् । नाऽत्र संशेते कश्चिद् विपश्चित् । इत्थमेव प्रकृतिविच्छेदप्रकरणे जयतिलकसूरिभिः । “सिद्धोऽनन्तचतुष्टयस्त्रिजगतीपूज्यः सदा शाश्वतः” (प्र.वि.प्र.१३८) इत्युक्तं सिद्धस्वरूपं तूर्णम् आविर्भवेत् | |૪/૨IT.
છે તથા બન્ને એકીસાથે હોવા જરૂરી છે' - આ બાબત આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી છે કે આપણે જ્યારે સાધકસ્વરૂપે અસ્તિત્વ હોય ત્યારે વિરાધકરૂપે નાસ્તિત્વ હોવું પણ એટલું જ અગત્યનું છે. જો વિરાધક તરીકે આપણે નાસ્તિત્વ (= અસત્ત્વ) ન હોય તો સાધક તરીકેનું આપણું અસ્તિત્વ અતાત્ત્વિક બની જાય. વિરાધક તરીકે આપણું અસ્તિત્વ હોય અને આરાધક તરીકે પણ આપણું અસ્તિત્વ હોય તેવું નિશ્ચયથી શક્ય નથી. તેથી સાધકરૂપે આપણા અસ્તિત્વને પ્રગટાવવા માટે જેટલો પ્રયત્ન ' કરવાની જરૂર છે, તેટલો જ પ્રયત્ન વિરાધક તરીકેનું આપણું અસ્તિત્વ નાબૂદ કરવા માટે આવશ્યક
છે. સાચા, સારા, સમજુ અને પાકા આત્માર્થી આરાધક જીવો વિરાધક તરીકેનું પોતાનું અસ્તિત્વ પૂર્ણતયા રવાના કરવા સતત પ્રયત્નશીલ હોય જ – એ બાબતમાં કોઈ પણ વિદ્વાન શંકા કરતા નથી. તથા આ રીતે જ પ્રકૃતિવિચ્છેદપ્રકરણમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે છે. ત્યાં આગમિક આચાર્ય જયતિલકસૂરિજીએ જણાવેલ છે કે “સદા કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયયુક્ત, ત્રણ જગતથી પૂજ્ય સિદ્ધ ભગવંત શાશ્વત હોય છે.” (૪/૯)
( લખી રાખો ડાયરીમાં.. • વાસનાની આધારશીલા પરિવર્તનશીલતા છે.
ઉપાસનાની આધારશીલા સ્થિરતા છે. • એકલી સાધના સ્વર્ગના ખંભાતી તાળાને ખોલે છે.
ઉપાસના મુક્તિદ્વારે લાગેલ ખંભાતી તાળાને ખોલે છે. • બુદ્ધિ વક્રતાની બહેનપણી છે.
શ્રદ્ધા સરળતાની સખી છે. • વાસના કેવળ ભોગલક્ષી છે.
ઉપાસના ત્યાગલક્ષી છે, યોગલક્ષી છે, ઉપયોગલક્ષી છે.