Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४७१
;
વું
{
૭
1િ2 -
• प्रथम-द्वितीयभङ्गयोः पार्थक्यम् । मिथ्यात्वदर्शनमेवाऽपराध्यते ।
एतेन मीमांसाश्लोकवार्त्तिके “स्वरूप-पररूपाभ्यां नित्यं सदसदात्मके । वस्तुनि ज्ञायते कैश्चिद् रूपं । किञ्चित् कदाचन ।।” (मी.श्लो.वा.अभावपरि. १२) इति कुमारिलभट्टवचनमपि व्याख्यातम्,
स्वकीयज्ञानावरणादिक्षयोपशमाऽऽनुगुण्येनैव प्रतिनियतवस्तुस्वरूपावबोधसम्भवात् ।
ननु यदेव स्वरूपेणास्तित्वं तदेव पररूपेण नास्तित्वमिति द्वितीयभङ्गस्य प्रथमानतिरेकान्न शं सप्तभङ्गीसम्भव इति चेत् ?
न, स्वद्रव्याद्यपेक्षया अस्तित्वस्याऽस्तित्वेन रूपेण परिणमनाद् नास्तित्वस्य च परद्रव्याद्यपेक्षया . नास्तित्वेन रूपेण परिणमनाद् न तयोरव्यतिरेकः । તેમાંથી રવાના થતી નથી, “વસ્તુ ઉભયાત્મક નથી - તેવું પણ કહી શકાતું નથી. વસ્તુની ઉભયરૂપતા ન જણાવામાં વાંક વસ્તુનો નથી પણ એકાંતવાદીની મિથ્યાષ્ટિનો જ છે.
# સ્યાદ્વાદમાં કુમારિલભટ્ટની સંમતિ & (ર્તન) દરેક પદાર્થ સ્વરૂપતઃ સત્ છે, પરરૂપથી અસત્ છે તથા ક્ષયોપશમ મુજબ તેનો બોધ થાય છે. આ વાત માત્ર જૈનદર્શન જ માન્ય કરે છે – એવું નથી. મીમાંસકદર્શનમાં પણ આ બાબત સંમત છે. તેથી જ મીમાંસકમૂર્ધન્ય કુમારિલભ પણ મીમાંસા શ્લોકવાર્તિક નામના ગ્રંથમાં જણાવેલ છે કે “હંમેશા વસ્તુ સ્વરૂપથી સત્ છે અને પરરૂપથી અસત્ છે. તમામ વસ્તુ સદા સદ્અસદ્ધભયાત્મક હોવા છતાં પણ વસ્તુનું કોઈક જ સ્વરૂપ કેટલાક વિદ્વાનોને ક્યારેક જણાય છે, અન્ય વિદ્વાનોને તેનું બીજું સ્વરૂપ ક્યારેક જણાય છે.”
(સ્વ) “વસ્તુમાત્ર સદ્દઅસદાત્મક છે, એકાનેકાત્મક છે. છતાં વ્યક્તિને પોતાના જ્ઞાનાવરણાદિ કર્મનો જેવો ક્ષયોપશમ હોય, તે મુજબ જ વસ્તુમાં રહેલા અનંતા ગુણધર્મોમાંથી અમુક ગુણધર્મોનો બોધ થાય ી છે' - આ પ્રમાણે જૈન સિદ્ધાન્તને સમજવા દ્વારા કુમારિલભટ્ટની વાત સ્પષ્ટપણે સમજાય છે.
બૌદ્ધ :- (૧) સ્વરૂપની અપેક્ષાએ વસ્તુનું જે અસ્તિત્વ છે તે જ પરરૂપની અપેક્ષાએ નાસ્તિત્વ પડી છે - એવું માની શકાય છે. આમ “સ્વરૂપસાપેક્ષ અસ્તિત્વ અને પરરૂપસાપેક્ષ નાસ્તિત્વ - આ બન્ને એક જ છે' - તેવું સિદ્ધ થશે. તેથી સપ્તભંગીમાં જે બીજો ભાંગો દર્શાવેલ હતો, તે પ્રથમ ભંગ કરતાં તે જુદો સાબિત નહિ થાય. કારણ કે સ્વકીય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સાપેક્ષ એવું જે ઘટસત્ત્વ છે, તે જ પરકીયદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને સાપેક્ષ એવું ઘટનાસ્તિત્વ (= ઘટઅસત્ત્વ) છે. બન્નેમાં શબ્દતઃ ફરક છે. અર્થતઃ કોઈ તફાવત તે બન્નેમાં નથી. માટે સપ્તભંગી નામમાત્ર જ રહેશે. પરમાર્થતઃ તે સ્વીકાર્ય નહિ થાય.
અસ્તિત્વ અને નાસ્તિત્વ પરિણમન વિભિન્ન ક્ષ ચાદાદી - (, સ્વ) ના, તમારી વાત વાહિયાત છે. વસ્તુનું સ્વરૂપથી અસ્તિત્વ અને પરરૂપથી નાસ્તિત્વ - આ બન્ને એક નથી, પરંતુ જુદા છે. આનું કારણ એ છે કે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ વસ્તુનું જે અસ્તિત્વ છે તે અસ્તિત્વરૂપે પરિણમે છે, નાસ્તિત્વરૂપે પરિણમતું નથી. જ્યારે પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ જે નાસ્તિત્વ છે તે નાસ્તિત્વરૂપે પરિણમે છે, અસ્તિત્વરૂપે પરિણમતું નથી. માટે સ્વતઃ અસ્તિત્વ અને પરતઃ નાસ્તિત્વ - આ બન્ને એક નથી.