Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० क्षयोपशमानुसारेण वस्तुस्वरूपावबोधः ।
४६९ रक्तत्वादिनेति, अन्यथा इतररूपापत्त्या तत्स्वरूपहानिप्रसङ्गः” (अ.ज.प. भाग-१/ पृ.३६-३७) इति व्यक्तमुक्तं प श्रीहरिभद्रसूरिभिः अनेकान्तजयपताकायामिति भावनीयम् ।
अथैकस्यैव सदसदात्मकत्वे कथं न सर्वदा सर्वेषां तथाग्रह इति चेत् ?
समुपलब्धद्रव्य-क्षेत्रादिसामग्र्यनुसारेण यथाक्षयोपशममेव तद्ग्रहादिति तावद् गृहाण। अयमत्र भावः - यद्वस्तु यद्रूपेण यथा विद्यते तत्तद्रूपेण तथैव सर्वैः दृश्यते इति नियमो नास्ति। श काचकामलिना श्वेतोऽपि शङ्खः पीतत्वेन दृश्यते । नेत्ररोगविशेषे गगने चन्द्रद्वितयं दृश्यते । क આવી જવાના લીધે ઘટના મૌલિકસ્વરૂપનો ઉચ્છેદ થવાની સમસ્યા સર્જાશે” – આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિજીએ અનેકાંતજયપતાકા ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવેલ છે. આ બાબતની ઊંડાણથી વિચારણા કરવી.
જ નૈયાયિકમતમાં ઘડો ઘડારૂપે નહિ રહે , સ્પષ્ટતા - એકાંતવાદી તૈયાયિકાદિ ઘટ-પટ વગેરે પદાર્થનું અસ્તિત્વ સર્વથા માને છે. આનો અર્થ એ ફલિત થાય છે કે જેમ ઘટ સ્વકીય દ્રવ્ય-ક્ષેત્રાદિસ્વરૂપે સત્ છે, તેમ પરકીય દ્રવ્ય-ક્ષેત્રાદિસ્વરૂપે પણ સત્ જ છે. જો પરકીય (= પટાદિસંબંધી) તંતુ વગેરે દ્રવ્ય સ્વરૂપે, હિમાલય વગેરે ક્ષેત્ર સ્વરૂપે પણ ઘટ હાજર હોય તો ઘટ ફક્ત મૃમય નહિ, પરંતુ તંતુમય વગેરે સ્વરૂપે પણ પરિણમી જવાની આપત્તિ આવે. આવું બને તો પ્રસ્તુત ઘડો કેવળ ઘટસ્વરૂપે હાજર નહિ રહી શકે. કેમ કે ઉપરોક્ત પરિસ્થિતિમાં ઘડો પટાદિસ્વરૂપ પણ બની ગયો હશે. તેથી ઘડો સર્વાત્મક બનવાની આપત્તિ દુર્વાર બનશે.
C/ શૂન્યવાદનો પ્રતિકાર [. શૂન્યવાદિઓ ઘટ વગેરેને સર્વથા અસત્ માને છે. તેનો અર્થ એવો થશે કે પરકીય દ્રવ્ય-ક્ષેત્રાદિની જેમ સ્વકીય દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ પણ ઘટાદિ અસત્ છે. તેથી ઘડો પટાદિરૂપે તો હાજર નહિ , જ રહે, પરંતુ ઘડો ઘડારૂપે પણ હાજર નહિ રહે. તેથી પ્રતીયમાન લોકપ્રસિદ્ધ ઘડા વગેરે પદાર્થનો અપલાપ કરવાની સમસ્યા શૂન્યવાદી સમક્ષ ઉપસ્થિત થશે. તેથી “સ્વકીયદ્રવ્યાદિરૂપે દરેક પદાર્થ સસ્વરૂપ છે. અને પરકીય દ્રવ્ય-ક્ષેત્રાદિરૂપે તમામ વસ્તુ અસત્ સ્વરૂપ છે' - તેવું માનવું જરૂરી છે. આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજનું તાત્પર્ય જણાય છે.
પ્રશ્ન :- (અથે) જો એક જ વસ્તુ સદ્અસદ્ ઉભયસ્વરૂપ હોય તો શા માટે સર્વ લોકોને કાયમ તેવા પ્રકારે બોધ થતો નથી ? જેમ ઘડો ઘડારૂપે છે તો બધાને ઘડો ઘડારૂપે જણાય છે, તેમ ઘડો સદૂ-અસત્ ઉભયસ્વરૂપે હોય તો બધાને ઘડો સદુ-અસદ્ ઉભયસ્વરૂપે જણાવો તો જોઈએ ને ? જે પદાર્થ જે સ્વરૂપે ન જણાય તેને તે સ્વરૂપે કઈ રીતે સ્વીકારી શકાય ?
> ક્ષયોપશમ મુજબ વસ્તુસ્વરૂપનો બોધ પ્રક પ્રવ્યુ :- (મુ) સંપ્રાપ્ત થયેલ દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી મુજબ જેનો જેવા પ્રકારનો ક્ષયોપશમ હોય તેને તે પ્રમાણે જ તે-તે પદાર્થનું જ્ઞાન થાય છે. આવો અમારો આ બાબતમાં જવાબ તમે સ્વીકારો. પ્રસ્તુતમાં ભાવ એ છે કે જે વસ્તુ જે સ્વરૂપે જે પ્રમાણે રહેલી હોય તે વસ્તુ તે સ્વરૂપે તે પ્રમાણે જ બધાને જણાય તેવો કોઈ નિયમ નથી. (૧) કમળાના દર્દીને સફેદ શંખ પીળો દેખાય છે. (૨) આંખના અમુક રોગમાં આકાશમાં એકના બદલે બે ચંદ્ર દેખાતા હોય છે. (૩) ગોળ ઘૂમતું અગ્નિયુક્ત અલાતચક્ર