Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४६४
४/९
• नयानां कोटिशो भङ्गाः । રી એક અંશ સ્વરૂપઈ, એક અંશ પરરૂપઇ, એક અંશ યુગપ ઉભય રૂ૫ઇ વિવક્ષીઇ,p તિવારઈ સ “છઇ, નથી અનઇ અવાચ્ય”૭. “ગાથા ૯મીનો અર્થ.* I૪ લા
(७) घटस्यैकोंऽशः स्वद्रव्य-क्षेत्रादिरूपेण अपरश्चांशः परद्रव्य-क्षेत्रादिरूपेण अन्यश्चांशो युगपत् स्व-परद्रव्य-क्षेत्रादिरूपेण विवक्षितः स्यात् तदा ‘घटः अस्ति, नास्ति अवक्तव्यश्चे'त्युच्यते ।
अत्र हि पाश्चात्यभङ्गचतुष्टये अस्ति-नास्ति-अवक्तव्यपदानां वारत्रयमावृत्तिः स्पष्टैव । “अत्र म चाऽऽद्यभङ्गकस्त्रिधा, द्वितीयोऽपि त्रिधैव, तृतीयो दशधा, चतुर्थोऽपि दशधैव, पञ्चमादयस्तु त्रिंशदधिकof शतपरिमाणाः प्रत्येकं श्रीमन्मल्लवादिप्रभृतिभिर्दर्शिताः। पुनश्च षड्विंशत्यधिकचतुर्दशशतपरिमाणास्त एव च " द्वयादिसंयोगकल्पनया कोटीशो भवन्तीत्यभिहितं तैरेव” (स.त.१/४०/पृ. ४४७) इति सम्मतितर्कवृत्ती
श्रीअभयदेवसूरयः। (૭) ઘડાના એક અંશની સ્વદ્રવ્યાદિ ચતુષ્કની અપેક્ષાએ, અન્ય અંશની પરદ્રવ્યાદિ ચતુષ્કની અપેક્ષાએ
તથા ત્રીજા અંશની એકીસાથે સ્વ-પદ્રવ્યાદિ ચતુષ્ટયની અપેક્ષાએ વિવફા ( ગણતરી) કરવામાં આવે ત્યારે “ઘડો હાજર છે, ગેરહાજર છે તથા અવક્તવ્ય છે' - આમ કહેવામાં આવે છે.
સ્પષ્ટતા :- અહીં ઘડાને ઉદેશીને સપ્તભંગી દર્શાવેલ છે. પરંતુ તમામ પદાર્થને વિશે આ રીતે સપ્તભંગી સંભવી શકે છે. (૧) દરેક પદાર્થનું ચોક્કસ પ્રકારના પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિત્વ હોય છે. (૨) તે સિવાયના પારકા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે પદાર્થ અસત્ = ગેરહાજર જ બને. પરંતુ (૩) પોતાના અને પારકા દ્રવ્ય-ક્ષેત્રાદિની એકસાથે વિવક્ષા કરીને “ઘડો કેવો છે ?” આવી જિજ્ઞાસા
જાગે તો “ઘડો અવક્તવ્ય (= શબ્દથી અપ્રતિપાદ્ય) છે' આમ જ કહેવું પડે. આ બાબતને આંગળ સું (૪/૧૧) ઉપર વધારે સ્પષ્ટ કરવામાં આવશે. (૪) આ જ રીતે “ઘડો પોતાના દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ
કેવો ? તથા પરદ્રવ્યાદિની અપેક્ષાએ ઘડો કેવો ?' - આવી ક્રમિક જિજ્ઞાસા જાગે તો “ઘડો સતુ અને Gી અસત’ આમ જ કહી શકાય. આ રીતે (૫) “ઘડો પોતાના દ્રવ્યાદિની અપેક્ષાએ કેવો ? તથા યુગપત
સ્વ-પરદ્રવ્યાદિની અપેક્ષાએ કેવો ?” આવી જિજ્ઞાસા પ્રગટે તો “ઘડો સત્ અને અવક્તવ્ય' - આમ રા જ કહેવું પડે. આ રીતે બાકીના બે ભાંગામાં સમજી લેવું.
ક નયના કરોડો પ્રકાર : મલ્લવાદિસૂરિ . (સત્ર) પ્રસ્તુત સપ્તભંગીના છેલ્લા ચાર ભાંગામાં (= પ્રકારમાં) અસ્તિ, નાસ્તિ તથા અવક્તવ્ય આ ત્રણ શબ્દનું ત્રણ વાર આવર્તન = પુનરાવર્તન સ્પષ્ટ જ છે. “પ્રસ્તુત સપ્તભંગીમાં પ્રથમ ભાંગો (= ભેદ = પ્રકાર) ત્રણ પ્રકારે, બીજો ભાંગો પણ ત્રણ જ પ્રકારે, ત્રીજો ભાગો દશ પ્રકારે, ચોથો ભાંગો પણ દશ પ્રકારે, પાંચમા વગેરે ભાંગા ૧૩૦ પ્રકારે છે - આવું સપ્તભંગીના પ્રત્યેક ભાગાને આશ્રયીને શ્રીમલવાદિસૂરિજી વગેરે તાર્કિક પૂર્વાચાર્ય ભગવંતોએ જણાવેલ છે. વળી, ૧૪૨૬ જેટલા તે ભાંગાઓ બે-ત્રણ વગેરેનો સંયોગ કરવાની (= જોડવાની) કલ્પનાથી કરોડો પ્રકારે થાય છે - આવું મલવાદિસૂરિજી વગેરેએ જ દર્શાવેલ છે.” આમ તfપંચાનન શ્રીઅભયદેવસૂરિજીએ સંમતિતર્કવ્યાખ્યામાં જણાવેલ છે. ૪ ધ.માં “યુગપતુ પાઠ નથી. ! કો.(૧૩)માં “વિવક્ષાઈ પાઠ. * કો.(૭)માં “અને પાઠ છે. મ.માં “નઈ પાઠ. કો.(૧૨)નો પાઠ લીધો છે. .... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૩)માં જ છે.