Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/૨
४६२
• अस्तित्वादीनां त्रिः आवृत्तिः । તથાપિ (સંખેપઈ) લોકપ્રસિદ્ધ જે કંબુગ્રીવાદિપર્યાયોપેત ઘટ છઇ, તેહનઈ જ (= એક હાર્મિ) સ્વત્રેવડીનઈ સ સ્વરૂપઈ અસ્તિત્વ, પરરૂપઈ નાસ્તિત્વ - ઇમ લેઈ સપ્તભંગી (કહિઈ=) દેખાડિઈ છઈ. उपेक्षोपयोजनतः उच्यते।
इत्थं प्रतिधर्मं सप्तभङ्ग्यपि भङ्गकोटिभिः निष्पद्यते तथापि लोकप्रसिद्धः कम्बुग्रीवादिमत्त्वपर्यायोपेतो 'यो घटः तमेवोद्दिश्य ‘स्वरूपेण अस्तित्वम्, पररूपेण नास्तित्वमि'त्यादिरूपेणोल्लिख्य सांयोगिकभङ्गप्रदर्शनाऽवसरे अस्तित्व-नास्तित्वाऽवक्तव्यत्वपदानां त्रिः आवृत्त्या कृत्स्ना सप्तभङ्गी प्रदर्श्यते । દ્રવ્યઘટરૂપે) સતુ = હાજર જ છે, કથંચિત્ (= પરકીયરૂપે) અસત્ = ગેરહાજર જ છે, તથા કથંચિતુ (= સ્વ-પરરૂપે યુગપતુ) અવાચ્ય જ છે. આ પ્રમાણે દ્રવ્યઘટને વિશે સપ્તભંગી થઈ શકે છે. જો કે યોગ્ય અપેક્ષાને જોડવાપૂર્વક આ રીતે સંક્ષેપથી જ સપ્તભંગી જણાવેલ છે. આ જ શાખામાં (૪/૧૦ થી ૧૪માં) આનો વિસ્તાર કરવામાં આવશે.
૬ પ્રથમ ત્રણ ભંગ દ્વારા પાછલા ચાર ભંગની નિષ્પત્તિ (ફલ્થ.) આ રીતે ઘટમાં રહેલા દ્રવ્યઘટવ, ક્ષેત્રઘટત્વ, કાલઘટત્વ વગેરે પ્રત્યેક ધર્મને આશ્રયીને સપ્તભંગી થઈ શકે છે. આમ ઘડામાં રહેલા કરોડો ગુણધર્મોને આશ્રયીને સપ્તભંગી પણ કરોડો રીતે નિષ્પન્ન થઈ શકે છે. તેમ છતાં લોકોમાં કંબુગ્રીવાદિમત્ત્વ પર્યાયથી યુક્ત જે પદાર્થ ઘડા તરીકે પ્રસિદ્ધ છે તેને જ ઉદ્દેશીને “(૧) સ્વરૂપથી અસ્તિત્વ. (૨) પરરૂપથી નાસ્તિત્વ' ઈત્યાદિરૂપે સપ્તભંગી બતાવાય
છે. આ સપ્તભંગીના છેલ્લા ચાર ભાંગા સાંયોગિક છે, સખંડ છે. આ છેલ્લા સાંયોગિક ચાર ભાંગાને છે (પ્રકારને) બતાવવાના અવસરે અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્યત્વ - આ ત્રણ પદોની ત્રણ વાર t, આવૃત્તિ = પુનરાવૃત્તિ = પુનરાવર્તન કરીને સંપૂર્ણ સપ્તભંગી દેખાડવામાં આવે છે.
| સ્પષ્ટતા :- આશય એ છે કે અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્યત્વ - આ ત્રણ પદનો ઉપયોગ D; છેલ્લા ચાર ભાંગામાં ત્રણ વાર કરવામાં આવે તે રીતે અહીં સપ્તભંગી દેખાડવામાં આવે છે. સપ્તભંગીના
પ્રથમ ત્રણ ભાંગામાં જે ત્રણ પદનો ઉપયોગ થયેલ છે, તે ત્રણેય પદોનો આગળના ચાર ભાંગામાં કુલ ત્રણ-ત્રણ વાર ઉપયોગ થાય છે. તે નીચેનો કોઠો જોવાથી સમજાઈ જાય તેમ છે.
(૧) ઘટમાં કથંચિત અસ્તિત્વ જ છે. (૨) ઘટમાં કથંચિત્ નાસ્તિત્વ જ છે. (૩) ઘટમાં કથંચિત્ અવક્તવ્યત્વ જ છે. (૪) ઘટમાં કથંચિત્ “અસ્તિત્વ અને નાસ્તિત્વ જ છે. (૫) ઘટમાં કથંચિત્ “અસ્તિત્વ” અને અવક્તવ્યત્વ જ છે. (૬) ઘટમાં કથંચિત્ નાસ્તિત્વ અને અવક્તવ્યત્વ જ છે.
(૭) ઘટમાં કથંચિત “અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્યત્વ જ છે. અસ્તિત્વ' શબ્દના સ્થાને ‘હાજર” અથવા “વિદ્યમાન' શબ્દનો તથા “નાસ્તિત્વ' શબ્દના સ્થાને સ્વ2વડીનઈ = પોતાનું ત્રણ વાર પુનરાવર્તન કરીને. ભગવદ્ગોમંડલમાં (પૃષ્ઠ-૪૨૫૨) “ત્રેવડવું = ત્રણ-ત્રણ વખત વિચારી જોવું, ત્રણગણું કરવું.'