Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• अनेकान्तानेकान्त एकान्तस्वरूपः ।
४२३ सा च अनेकान्त एकान्त एव तत्र चाऽनेकान्तः प्रथमोक्त एवेति परेषामभावाभावतदभावादिरीत्या रा. ग्राह्यानवस्थाया अप्यप्रसरात्। ___ सा च सम्मतितर्कदर्शिता भजना अनेकान्ते एकान्त एव अनेकान्ताऽनेकान्तलक्षणः तत्र प चाऽनेकान्तः प्रथमोक्त एवेति परेषामभावाभावतदभावादिरीत्या ग्राह्यानवस्थाया अप्यप्रसरात् । रा अयमत्राशयः - यथा नैयायिकादीनां 'घटाभावः अधिकरणातिरिक्त एव, तदभावश्च घट एव, .. तृतीयाभावश्च आद्य एव, चतुर्थश्च द्वितीय एव' इत्यादिरीत्या नाऽनवस्था तथा अस्माकम् । अनेकान्तवादिनाम् अनेकान्तः आद्यः, अनेकान्तानेकान्तः = एकान्तः द्वितीयः, तदनेकान्त आद्य । एव, तदनेकान्तश्च द्वितीय एव इति तृतीय-चतुर्थाद्यनेकान्तानाम् आद्य-द्वितीययोरेव पर्यवसानात् का क अनवस्था नाम ? નથી પણ અનેકાંતસ્વરૂપ છે. આવું માનવાથી પશુપાલે જણાવેલી ગ્રાહ્ય અનવસ્થાને અહીં કોઈ અવકાશ નથી. આ પ્રમાણે શ્રીસિદ્ધસેનદિવાકરજીનું તાત્પર્ય સમજવું. પ્રસ્તુત સમગ્ર પ્રબંધનો આ આશય છે.
ક અનેકાંતમાં એકાંત અનેકાંતસ્વરૂપ (ા ઘ.) સંમતિતર્કપ્રકરણમાં બતાવેલ ભજનાનું સ્વરૂપ એ છે કે અનેકાંતમાં ગર્ભિતરૂપે એકાંત જ છે અને તે એકાંત તો સંપૂર્ણ અનેકાન્તસ્વરૂપ નથી. અર્થાત અનેકાન્તમાં જે એકાન્ત છે તે અનેકાંતમાં રહેનાર અનેકાન્તરૂપતાને = અનિયમપણાને જણાવે છે. આમ તે એકાન્ત વાસ્તવમાં અનેકાંતઅનેકાંતસ્વરૂપ છે. તથા તેમાં રહેલો અનેકાન્ત તો પ્રથમ અનેકાન્તસ્વરૂપ જ કહેવાયેલ છે. જેમ તૈયાયિક વગેરેના મતે ઘટાભાવનો અભાવ ઘટસ્વરૂપ છે તથા ઘટાભાવાભાવનો અભાવ ઘટાભાવાત્મક છે. તથા તેવું માનવાથી નૈયાયિક વગેરેને નૂતન અભાવની કલ્પનાથી અનવસ્થા નથી આવતી, તેમ જૈનમતે અનેકાન્તવાદમાં પણ ગ્રાહ્ય સંબંધી = શેયસંબંધી અનવસ્થા દોષને અવકાશ નથી. આશય એ છે કે નૈયાયિક આદિના છે મતે ઘટાભાવ પોતાના આધારથી અતિરિક્ત = સ્વતંત્ર જ છે. તથા ઘટાભાવાભાવ ઘટાત્મક જ છે. at ઘટાભાવાભાવાભાવ નામનો ત્રીજો અભાવ પ્રથમ ઘટાભાવાત્મક જ છે. તથા ચોથો અભાવ = ઘટાભાવાભાવાભાવાભાવ (= ઘટાભાવાભાવ) એ ઘટાત્મક જ છે. આ રીતે અભાવશ્રેણિમાં પદાર્થ છે તો બે જ છે. પ્રતિયોગી અને અભાવ. આમ માનવાથી જેમ અભાવમાં અનવસ્થા નથી આવતી. તેમ અનેકાન્તવાદી એવા અમારા મતમાં અનેકાન્ત પ્રથમ પદાર્થ છે તથા અનેકાન્તમાં અનેકાન્તસ્વરૂપ એકાન્ત દ્વિતીય પદાર્થ છે. તથા અનેકાન્તઅનેકાન્તમાં અનેકાન્ત એ પ્રથમ અનેકાન્તસ્વરૂપ જ છે. તથા અનેકાન્તઅનેકાન્તઅનેકાન્તમાં અનેકાન્ત એ દ્વિતીય પદાર્થ = અનેકાન્તઅનેકાન્તસ્વરૂપ એકાન્ત જ છે. આમ ત્રીજો અનેકાન્ત એ પ્રથમ અનેકાન્તસ્વરૂપ જ છે. તથા ચોથો અનેકાન્ત એ દ્વિતીય અનેકાન્તાત્મક જ છે. તેથી ત્રીજો અનેકાન્ત એ પ્રથમ અનેકાન્ત કરતાં અતિરિક્ત નથી. ચોથો અનેકાન્ત એ બીજા અનેકાન્ત કરતાં ભિન્ન નથી. આ રીતે ત્રીજા અનેકાન્તનો પ્રથમ અનેકાન્તમાં તથા ચોથા અનેકાન્તનો બીજા અનેકાન્તમાં સમાવેશ થવાથી અનન્ત અતિરિક્ત અનેકાન્તની કલ્પના કરવા સ્વરૂપ અનવસ્થા દોષને જૈનમતમાં અવકાશ નથી. આમ પ્રમેયગત અનેકાન્તસ્વરૂપતાનો સ્વીકાર કરવામાં અનવસ્થાદોષ અનેકાન્તવાદમાં નથી આવતો - આટલું ઉપરોક્ત વિચાર વિમર્શથી ફલિત થાય છે.