Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३७९
૪/૨
० भेदकाल्पनिकताऽपाकरणम् ० * “અભેદ સ્વાભાવિક સાચો, ભેદ “તેહ ઔપાધિક જૂઠો” - ઇમ કોઈ કહઈ છઇ; તે અનુભવતા | નથી વ્યવહારઈ પરાપેક્ષા બેહનઈ, “ગુણાદિકનો ભેદ, ગુણાદિકનો અભેદ” એ વચનથી.* तथैवाऽभेदविज्ञानादभेदस्य व्यवस्थितिः ।।” (न्या.वा.२/३४) इत्युक्तम् । उपलक्षणात् क्रिया-क्रियावतोरपि । भेदाभेदौ ज्ञेयौ। परेषामपि सम्मतमिदम् । तदुक्तं माध्वाचार्येण तत्त्वविवेके “क्रिया-क्रियावतोरपि गुण । -જુનિવત્ એવાગે” (યશપ્રજરા માં-રૂ ત.વિ..૭૪) તિા
यस्तु ‘अभेद एव स्वाभाविकत्वात् पारमार्थिकः, भेदस्तु मिथ्या औपाधिकत्वादि'त्याह स किं म नानुभवति व्यवहारे परापेक्षामुभयत्रैव ? यथा 'द्रव्ये गुणादेर्भेदः' इत्यत्र द्रव्यनिष्ठभेदव्यवहारकृते र्श गुणाद्यपेक्षा भवति तथा 'द्रव्ये गुणादेरभेदः' इत्यत्रापि द्रव्यनिष्ठाऽभेदव्यवहारकृते गुणाद्यपेक्षा । भवत्येव । ततश्च परापेक्षत्वाद् भेदस्य काल्पनिकत्वेऽभेदस्यापि काल्पनिकत्वं प्रसज्येत, परापेक्षत्वाऽविशेषात् ।
एतेन पारमार्थिकतत्त्वस्य अन्यानपेक्षत्वादेव स्वाभाविकत्वमिति ब्रह्मणि ज्ञानादिभेदस्य मिथ्या- का અભેદવિજ્ઞાનથી = અભેદનયથી વસ્તુમાં અભેદની વ્યવસ્થા (= રહેવાપણું) સિદ્ધ થાય છે.” ગુણ અને ગુણવાનમાં ભેદભેદ જણાવ્યા તેના ઉપલક્ષણથી ક્રિયા અને ક્રિયાવાનમાં પણ ભેદભેદ જાણવા. આ વાત અન્યદર્શનીઓને પણ સમ્મત છે. તેથી જ તત્ત્વવિવેકમાં માધ્વાચાર્યે જણાવેલ છે કે “ગુણ અને ગુણીની જેમ ક્રિયા અને ક્રિયાવાનમાં પણ પરસ્પર ભેદ અને અભેદ હોય છે.'
ક્ર ભેદાભે વ્યવહાર અન્ય સાપેક્ષ 2 (7) અભેદ જ પારમાર્થિક છે. કારણ કે તે સ્વાભાવિક છે. ભેદ તો મિથ્યા છે. કારણ કે તે ઔપાધિક છે' - આવું જે કહે છે તે વાદી શું વ્યવહારમાં અન્યની અપેક્ષાને બન્ને સ્થળે અનુભવતા તે નથી ? અર્થાત્ અવશ્ય અનુભવે છે. આશય એ છે કે પોતાના વ્યવહાર માટે પોતે અન્યની અપેક્ષા ન રાખે તો પોતે સ્વાભાવિક અને વ્યવહાર માટે પોતે અન્યની અપેક્ષા રાખે તો પોતે ઔપાધિક'- , , આવી પરિભાષા બનાવીએ તો દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે રહેલો ભેદ જેમ ઔપાધિક છે તેમ તે બન્ને વચ્ચે રહેલો અભેદ પણ ઔપાધિક બનશે. તે આ રીતે - જેમ ‘દ્રવ્યમાં ગુણાદિનો ભેદ છે' - આ છે પ્રમાણે દ્રવ્યનિષ્ઠ ગુણાદિપ્રતિયોગિક ભેદનો વ્યવહાર કરવા માટે ગુણાદિની અપેક્ષા રહે છે તેમ ‘દ્રવ્યમાં ગુણાદિનો અભેદ છે' - અહીં પણ દ્રવ્યનિષ્ઠ ગુણાદિઅભેદનો વ્યવહાર કરવા માટે ગુણાદિની અપેક્ષા રહે જ છે. તેથી જો પરસાપેક્ષ હોવાથી દ્રવ્યનિષ્ઠ ગુણાદિભેદને કાલ્પનિક = મિથ્યા માનવામાં આવે તો દ્રવ્યનિષ્ઠ ગુણાદિઅભેદ પણ કાલ્પનિક = મિથ્યા બની જશે. કારણ કે દ્રવ્યનિષ્ઠ ગુણાદિઅભેદ પણ ગુણાદિભેદની જેમ સમાન રીતે પરસાપેક્ષ છે, ગુણાદિને સાપેક્ષ છે.
(ત્તન) “જે પારમાર્થિક હોય તેને જ કદાપિ બીજાની અપેક્ષા ન હોય, તે સ્વાભાવિક જ હોય, અન્ય નિરપેક્ષ જ હોય' - આવું માની અદ્વૈતવાદી વેદાન્તી “આત્મદ્રવ્યમાં = બ્રહ્મતત્ત્વમાં જ્ઞાનાદિનો *.* ચિહ્રદયવર્તી પાઠ આ.(૧)માં નથી. જે પુસ્તકોમાં ‘તેહ નથી. ફક્ત કો.(૧૧)માં છે. ૪ ધ.માં ‘બેહનઈ પાઠ નથી.