Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४१२
० अपसिद्धान्तनिराकरणम् 0 स तदनेकान्तस्याऽपीष्टत्वात्। प्रथमाऽप्रथमसर्वज्ञ-सिद्धादिभेदोऽपि सिद्धान्तसिद्ध एवेति का नामाऽनिष्टापत्तिः ? प -पररूपाभ्यां तदनेकान्तस्याऽपीष्टत्वात् । प्रथमाऽप्रथमसर्वज्ञ-सिद्धादिभेदोऽपि सम्मत एव ।
___ अत एव नाऽपसिद्धान्तः, यथोक्तं स्थानाङ्गसूत्रे '"केवलणाणे दुविहे पण्णत्ते । तं जहा - 'भवत्थ । केवलनाणे चेव, सिद्ध-केवलनाणे चेव । भवत्थ-केवलनाणे दुविहे पण्णत्ते । तं जहा- 'सजोगि-भवत्थ-केवलनाणे म चेव, अजोगि-भवत्थ-केवलनाणे चेव। सजोगि-भवत्थ-केवलनाणे दुविहे-पण्णत्ते। तं जहा- 'पढमसमय-सजोगि
-भवत्थ-केवलनाणे चेव, अपढमसमय-सजोगि-भवत्थ-केवलनाणे चेव। अहवा - 'चरिमसमय-सजोगि-भवत्थ
-केवलनाणे चेव, अचरिमसमय-सजोगि-भवत्थ-केवलनाणे चेव । एवं अजोगि-भवत्थ-केवलनाणे वि। सिद्ध-केवलनाणे क दुविहे पण्णत्ते । तं जहा - 'अणंतरसिद्ध-केवलनाणे चेव, परंपरसिद्ध-केवलनाणे चेव” (स्था.२/१/७१) इत्यादि । સિદ્ધમાં સિદ્ધ-અસિદ્ધરૂપતાનો અનેકાંત પણ જૈનોને સંમત જ છે. તેથી સર્વજ્ઞ અસર્વજ્ઞરૂપે થવાની તથા સિદ્ધ અસિદ્ધરૂપે થવાની આપત્તિ જૈનો માટે ઈષ્ટાપત્તિ જ છે.
શંકા - સર્વજ્ઞને અસર્વજ્ઞ માનવામાં તથા સિદ્ધને અસિદ્ધ માનવામાં અપસિદ્ધાંત વગેરે દોષો શું જૈનોને લાગુ નહિ પડે? તથા જો તે દોષો લાગુ પડતા હોય તો ઉપરોક્ત આપત્તિ જૈનોને અનિષ્ટપત્તિ કેમ ન ગણાય ?
જ પ્રથમ-અપ્રથમ સર્વજ્ઞ આદિની વિચારણા સમાધાન :- (ક.) અપસિદ્ધાન્ત વગેરે દોષ પ્રસ્તુતમાં સંભવિત નથી. કારણ કે ઠાણાંગસૂત્ર વગેરે 31 આગમ ગ્રંથોમાં પ્રથમસમયના સર્વજ્ઞ, અપ્રથમસમયના સર્વજ્ઞ, પ્રથમસમયસિદ્ધ, અપ્રથમસમયસિદ્ધ વગેરે આ સ્વરૂપે સર્વજ્ઞના અને સિદ્ધના પ્રકારો દર્શાવેલા જ છે. સ્થાનાંગસૂત્રમાં જણાવેલ છે કે “કેવળજ્ઞાન બે વા પ્રકારનું કહેલ છે - (૧) ભવસ્થ કેવળજ્ઞાન અને (૨) સિદ્ધ કેવળજ્ઞાન.
ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારનું કહેલ છે – (૧) સયોગિ-ભવસ્થ કેવળજ્ઞાન અને (૨) અયોગિક -ભવસ્થ-કેવળજ્ઞાન. સયોગિ-ભવસ્થ-કેવળજ્ઞાન બે પ્રકારનું કહેલ છે. (૧) પ્રથમસમય-સયોગિ-ભવસ્થ કેવળજ્ઞાન અને (૨) અપ્રથમસમય-સયોગિ-ભવસ્થ-કેવળજ્ઞાન. અથવા (૧) ચરમસમય-સયોગિ-ભવસ્થા કેવળજ્ઞાન અને (૨) અચરમસમય-સયોગિ-ભવસ્થ-કેવળજ્ઞાન.
તેવી જ રીતે અયોગિ-ભવસ્થ-કેવળજ્ઞાન પણ બે પ્રકારનું સમજવું. સિદ્ધ-કેવળજ્ઞાન બે પ્રકારનું કહેલ છે -
(૧) અનંતર-સિદ્ધ-કેવળજ્ઞાન અને (૨) પરંપર-સિદ્ધ-કેવળજ્ઞાન” ઈત્યાદિ. મતલબ કે પ્રથમ સમય સર્વજ્ઞ કે સિદ્ધ પણ અપ્રથમસમય સર્વજ્ઞ-સિદ્ધ કરતાં ભિન્ન છે. અર્થાતુ અપ્રથમસમય સર્વજ્ઞ-સિદ્ધની અપેક્ષાએ તે અસર્વજ્ઞ-અસિદ્ધ જ છે. આ વાત જૈનસિદ્ધાંતમાં પ્રસિદ્ધ જ છે. 1. केवलज्ञानं द्विविधं प्रज्ञप्तम्। तद्यथा - १भवस्थकेवलज्ञानं चैव, २सिद्धकेवलज्ञानं चैव। भवस्थकेवलज्ञानं द्विविधं प्रज्ञप्तम्। तद्यथा - १सयोगिभवस्थकेवलज्ञानं चैव, २अयोगिभवस्थकेवलज्ञानं चैव। सयोगिभवस्थकेवलज्ञानं द्विविधं प्रज्ञप्तम्। तद्यथा१प्रथमसमयसयोगिभवस्थकेवलज्ञानं चैव, २अप्रथमसमयसयोगिभवस्थकेवलज्ञानं चैव। अथवा - १चरमसमयसयोगिभवस्थकेवलज्ञानं
चैव, अचरमसमयसयोगिभवस्थकेवलज्ञानं चैव। एवम अयोगिभवस्थकेवलज्ञानमपि। सिद्धकेवलज्ञानं द्विविधं प्रज्ञप्तम् । तद्यथा१अनन्तरसिद्धकेवलज्ञानं चैव, परम्परसिद्धकेवलज्ञानं चैव ।