Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४१०
* गतिस्वरूपेऽनेकान्तात्मकता
न चाऽप्रमाणपदं व्युत्पत्तिविशेषात् प्रमाणसामान्यभेदस्यैव बोधकमिति नेयमुपपत्तिः,
तैर्वादिभिरभ्युपगन्तव्यम्। एवं च तत् तथा प्रतिनियतदिग्गमनेनैव गतिमत्; अन्यथाऽपि गतिमत् स्यात् तदाऽभिप्रेतदेशप्राप्तिवद् अनभिप्रेतदेशप्राप्तिरपि तस्य भवेदित्यनुपलभ्यमानयुगपद्विरुद्धोभयदेशप्राप्तिप्रसक्तेरत्रापि रा अनेकान्तो नाऽव्यापकः । ' अभिप्रेतगतिरेव तत्र अनभिप्रेताऽगतिरिति चेत् ? न, अनभिप्रेतगत्यभावाभावे प्रतिनियतगतिभाव एव न भवेत् । तत्सद्भावे वा तदवस्थोऽनेकान्तः ” ( स.त. ३ / २९ वृ.) इति । अधिकन्तु अनेकान्तव्यवस्थातः (पृ.८५) विज्ञेयम् ।
न चाऽप्रमाणपदं व्युत्पत्तिविशेषात् प्रमाणसामान्यभेदस्यैव बोधकमिति प्रमाणसामान्याऽभिन्नस्य प्रमाणस्य अप्रमाणत्वोक्तेरनुपपत्तिरिति वाच्यम्,
!
એક મૂળ પ
=
૪/૨
ગમન કરશે તો કઈ દિશામાં જશે ? બધી દિશાઓમાં એકીસાથે તો જઈ ન શકે. કોઈ એક જ ઉર્ધ્વ વગેરે દિશામાં તે જઈ શકે છે. તેથી અહીં અનેકાંત આ પ્રમાણે છે કે જે દિશામાં તે દ્રવ્ય જશે, તે દિશાને છોડી બાકીની દિશાઓમાં તેની ગતિનો અભાવ જ છે. આ રીતે ગતિયુક્ત દ્રવ્યમાં પણ અન્યદિગમનાભાવ મળે જ છે. જો વિવક્ષિત એક દિશામાં ગતિમાન જીવદ્રવ્ય અન્ય દિશાઓમાં પણ તે જ કાળે ગતિ કરે તો જેમ તે દ્રવ્યને વિવક્ષિત દિશામાં ગમન કરવાથી વાંછિત દેશની પ્રાપ્તિ થાય છે તેમ અન્ય દિશાઓમાં અવાંછિત દેશની પ્રાપ્તિ થવાની આપત્તિ આવશે. એકાંતવાદના માથે આ દૂષણ ઉભું છે. એક જ કાળે પરસ્પર વિરુદ્ધ દિશાવાળા દેશની ઉપલબ્ધિ ન થવા છતાં ઉપરોક્ત અનિષ્ટ પ્રસંગ આ જ સૂચિત કરે છે કે ગતિ (તેમજ સ્થિતિ)ના વિષયમાં અનેકાંત જ છે. એથી અનેકાંત ક્યાંય પણ અવ્યાપક નથી. ‘અભિપ્રેત સ્થાનમાં ગતિ એ જ ગતિશીલ દ્રવ્યમાં રહેલી અનભિપ્રેતદેશસંબંધી | અગતિ છે’ - આવી દલીલ એકાન્તવાદીએ ન કરવી. કારણ કે અનભિપ્રેત ગતિનો અભાવ જો ગતિશીલ દ્રવ્યમાં સ્વતંત્રરૂપે નહિ માનો તો પ્રતિનિયત ગતિની હાજરી જ સંભવશે નહિ. તથા અનભિપ્રેતગતિઅભાવ રસ જો તે દ્રવ્યમાં હોય તો ગતિશીલ દ્રવ્યમાં ગતિ-અગતિસ્વરૂપ અનેકાન્ત તો પાછો આવીને ઊભો જ રહેશે.” આ અંગે અધિક જાણકારી મેળવવા અનેકાંતવ્યવસ્થાનું અવલોકન કરવું.
ૐ અપ્રમાણપદ પ્રમાણસામાન્યભેદબોધક : નૈયાયિક
શંકા :- (૧ ચા.) પ્રમાણને પરસ્વરૂપની અપેક્ષાએ અપ્રમાણસ્વરૂપ માનવાનો અર્થ એ થયો કે પ્રમાણ પણ ‘અપ્રમાણ' પદથી વાચ્ય છે. પરંતુ આ વાત સંગત નથી. કારણ કે ‘પ્રીયતે અનેન કૃતિ પ્રમાળમ્, ન પ્રમાળમ્રૂતિ પ્રમાળમ્' આ પ્રમાણે વિશેષ પ્રકારની વ્યુત્પત્તિ દ્વારા ‘અપ્રમાણ’ શબ્દ અપ્રમાણમાં રહેલ તમામ પ્રમાણના ભેદને જ જણાવે છે. અર્થાત્ જેનો પ્રમાણસામાન્યમાં અંતર્ભાવ ન જ થઈ શકતો હોય તેને જ અપ્રમાણ શબ્દથી નવાજી શકાય. પ્રમાણના અનેક પ્રકારોમાંથી જેનો એકાદ પ્રકારમાં પણ અંતર્ભાવ થઈ શકતો હોય તેને અપ્રમાણ ન જ કહેવાય. પ્રસ્તુતમાં સ્યાદ્વાદી એવા તમે પ્રમાણને જ અપ્રમાણ કહો છો. અર્થાત્ પ્રમાણસામાન્યથી ભિન્ન ન હોય તેને જ અપ્રમાણ તરીકે પણ જણાવો છો. તેથી ઉપરોક્ત વ્યુત્પત્તિ મુજબ તે પ્રમાણ ‘અપ્રમાણ’ શબ્દથી વાચ્ય કઈ રીતે બને ?