Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
* सर्वज्ञादौ सर्वज्ञभेदादिसाधनम्
४१३
नन्दीसूत्रेऽपि (न.सू.८५) एवम्प्रायः आलापको वर्त्तते । इत्थमेवाऽभ्युपगमे वक्ष्यमाणं (९/१४- प १५) केवलज्ञानत्रैलक्षण्यमुपपद्यते ।
रा
प्रकृते " असंसारसमावण्णजीवपण्णवणा दुविहा पण्णत्ता । तं जहा - (૧) ગાન્તરસિદ્ધ-અસંસારसमावण्णजीवपण्णवणा य (२) परम्परसिद्ध - असंसारसमावण्णजीवपण्णवणा य” (प्रज्ञा.सू.१/८) इत्यादिः म् प्रज्ञापनासूत्रप्रबन्धोऽपि स्मर्तव्यः । ततश्च का नामाऽनिष्टापत्तिः ?
૪/૨
यथा नैयायिकमते पृथिवी- जलाऽनलादीनां द्रव्यत्वेन तुल्यत्वेऽपि पृथिवीत्व - जलत्वाऽनलत्वादिरूपेण भिन्नता सम्मता यथा च घटादीनां घटत्वादिरूपेण तुल्यत्वेऽपि नीलघटत्व - पीतघटत्वादिरूपेण भिन्नता अभिप्रेतैव तथा स्याद्वादिमते सर्वज्ञादीनां सर्वज्ञत्वादिरूपेण तुल्यत्वेऽपि प्रथमाऽप्रथमसमयसर्वज्ञत्वादिरूपेण भिन्नता अभिप्रेतैव । अत्र “यो येन भावेन पूर्वं नासीत्, इदानीं च जातः, स तेन भावेन प्रथम का * નંદીસૂત્રનો અતિદેશ
(નન્હી.) શ્રીનંદીસૂત્રમાં પણ કેવલજ્ઞાન વગેરેના ભેદ વિશે ઠાણાંગ સૂત્રમાં જણાવ્યા મુજબનો જ પ્રાયઃ આલાવો (૮૫મા સૂત્રમાં) જણાવેલો છે. તથા આવું માનવામાં આવે તો જ નવમી શાખાના ૧૪/૧૫ શ્લોકમાં જણાવવામાં આવશે તે કેવલજ્ઞાનગત ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક ઐલક્ષણ્ય સંગત થઈ શકે. * સિદ્ધના બે ભેદ
(.) પ્રસ્તુતમાં પ્રજ્ઞાપનાસૂત્રનો એક સંદર્ભ પણ યાદ કરવા લાયક છે. ત્યાં શ્રીશ્યામાચાર્યજીએ જણાવેલ છે કે “અસંસાર અવસ્થાને = મુક્તદશાને પામેલા જીવોની પ્રરૂપણા બે પ્રકારે થાય છે. તે આ રીતે - (૧) અનંતરસિદ્ધ મુક્તદશાપ્રાપ્ત જીવની પ્રરૂપણા તથા (૨) પરંપરસિદ્ધ મુક્તદશાપ્રાપ્ત જીવની પ્રજ્ઞાપના.’ તેથી પરસ્વરૂપની અપેક્ષાએ સર્વજ્ઞને અસર્વજ્ઞ માનવામાં કે સિદ્ધને અસિદ્ધ માનવામાં જૈનોને કોઈ અનિષ્ટાપત્તિ આવતી નથી.
st
CUL
(થયા.) નૈયાયિકદર્શન મુજબ દ્રવ્યના પૃથ્વી, પાણી વગેરે નવ પ્રકારો બતાવવાનું પ્રયોજન એ છે કે પાણી વગેરેથી પૃથ્વીદ્રવ્ય ભિન્ન છે. તથા પૃથ્વી વગેરેથી પાણી વગેરે ભિન્ન છે. દ્રવ્યત્વસ્વરૂપે પૃથ્વી આદિ સમાન હોવા છતાં પૃથ્વીત્વ, જલત્વ આદિ સ્વરૂપે તેમાં ભિન્નતા પણ રહેલી છે. આ રીતે નૈયાયિકોને જેમ પૃથ્વીમાં જલાદિભેદ, જલમાં પૃથ્વીઆદિ દ્રવ્યનો ભેદ માન્ય છે તથા હજારો ઘડા વગેરેમાં ઘટત્વાદિરૂપે તુલ્યતા હોવા છતાં પણ નીલઘટત્વ, પીતઘટત્વ વગેરે રૂપે ભિન્નતા પણ નૈયાયિકોને માન્ય છે. તેમ જૈનોને પ્રથમસમય સર્વજ્ઞ-સિદ્ધ ભગવંતમાં અપ્રથમસમય સર્વજ્ઞ-સિદ્ધ ભગવંતનો ભેદ માન્ય છે. આવું જણાવવા માટે સર્વજ્ઞ અને સિદ્ધ ભગવંતના પ્રથમસમય સર્વજ્ઞઆદિ, અપ્રથમસમય સર્વજ્ઞઆદિ, ચરમસમય-અચરમસમય સયોગી સર્વજ્ઞ આદિ ભેદો ઠાણાંગસૂત્ર વગેરે આગમ ગ્રંથોમાં દર્શાવેલ છે. પ્રસ્તુતમાં ‘પ્રથમ’ શબ્દનો અર્થ શું સમજવો ? તે અંગે સ્પષ્ટતા માટે વિશેષાવશ્યકભાષ્યની મલધારવ્યાખ્યાની એક વાતનું અહીં અનુસંધાન કરવા જેવું છે. ત્યાં શ્રીહેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે 1. असंसारसमापन्नजीवप्रज्ञापना द्विविधा प्रज्ञप्ता । तद् यथा परम्परसिद्धाऽसंसारसमापन्नजीवप्रज्ञापना च ।
(१) अनन्तरसिद्धाऽसंसारसमापन्नजीवप्रज्ञापना च ( २ )
-